પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરનો આંકડો પાર કરવા અને તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું "આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

"શાનદાર સિદ્ધિ! નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરનો આંકડો પાર કરવા અને પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન. આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. ભારત ઉત્સાહિત અને ગર્વિત છે."