પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1.4 અબજ ભારતીયોની મહેનત, સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી કરતા આ તહેવારોની મોસમમાં તમામ નાગરિકોને ભારતીય ઉત્પાદનો ખરીદવા હાકલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, "ચાલો ભારતીય ઉત્પાદનો ખરીદીએ અને ગર્વથી કહીએ - આ સ્વદેશી છે! તમે જે ખરીદ્યું છે તે સોશિયલ મીડિયા પર પણ શેર કરો. આ રીતે, તમે અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપશો."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
આ તહેવારોની મોસમમાં ચાલો 1.4 અબજ ભારતીયોની મહેનત, સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી કરીએ.
ભારતીય ઉત્પાદનો ખરીદો અને ગર્વથી કહો, આ સ્વદેશી છે!
તમારી ખરીદી સોશિયલ મીડિયા પર શેર કરો. આ રીતે, તમે અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપશો.
Let’s mark this festive season by celebrating the hardwork, creativity and innovation of 140 crore Indians.
— Narendra Modi (@narendramodi) October 19, 2025
Let’s buy Indian products and say- Garv Se Kaho Yeh Swadeshi Hai!
Do also share what you bought on social media. This way you will inspire others to also do the same. https://t.co/OyzVwFF8j6


