પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મંગળવારે હિમાચલપ્રદેશમાં બિલાસપુરની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી બિલાસપુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એમ્સ) માટે શિલારોપણ કરશે. આ 750 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનું નિર્માણ અંદાજે રૂ. 1350 કરોડના ખર્ચે થશે. અહીં હેલ્થકેર ઉપરાંત અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ માટે મેડિકલ એજ્યુકેશન પ્રદાન કરવામાં આવશે તેમજ નર્સિંગનું શિક્ષણ આપવામાં આવશે.
પ્રધાનમંત્રી ઉનામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મશન ટેકનોલોજી (આઇઆઇઆઇટી) માટે શિલારોપાણ કરશે.
શ્રી નરેન્દ્ર મોદી કાંગરાના કન્દ્રોઈમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (સેલ)ના સ્ટીલ પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન પણ કરશે.
પછી તેઓ જનસભા સંબોધશે.


