વૈશ્વિક ઉર્જાના નકશામાં ભારતની હાજરીને નોંધપાત્ર બનાવતા 16મી ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ મિનિસ્ટરીયલ (IFE16)ની યજમાની ભારત કરી રહ્યું છે અને તેનું ઉદ્ઘાટન બુધવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. IEF16 એ સમગ્ર વિશ્વના ઉર્જામંત્રીઓ, ઔદ્યોગિક આગેવાનો અને મહત્ત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના મુખિયાઓનો સૌથી મોટો જમાવડો છે જ્યાં તેઓ વૈશ્વિક ઉર્જાના ભવિષ્ય અંગે ચર્ચા કરશે.


