વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકન પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. મીડિયાને કરેલા ટૂંકા ઉદબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્રમુખ ટ્રમ્પ અને પ્રથમ મહિલાને તેમના હુંફાળા આવકાર બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. વડાપ્રધાને કહ્યું, “પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને અત્યંત હુંફાળો આવકાર આપ્યો છે. હું તેમના આ આવકારનો ધન્યવાદ કરું છું.



