શેર
 
Comments
PM Modi dedicates world’s tallest statue, the ‘Statue of Unity’, to the nation
Statue of Unity will continue to remind future generations of the courage, capability and resolve of Sardar Patel: PM Modi
The integration of India by Sardar Patel, has resulted today in India’s march towards becoming a big economic and strategic power: PM Modi
The aspirations of the youth of India can be achieved only through the mantra of “Ek Bharat, Shrestha Bharat": PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી રાષ્ટ્રનું લોકાર્પણ કર્યુ હતુ.

ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લ્ભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમાનું તેમની જન્મજયંતિ પ્રસંગે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રતિમાના લોકાર્પણ સમારોહમાં પ્રધાનમંત્રી તથા અન્ય મહાનુભવોએ માટી અને નર્મદાનાં નીરને કળશમાં પધરાવી સ્ટેચ્યુ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ બટન દબાવીને પ્રતિમાના વર્ચ્યુઅલ અભિષેકની શરુઆત હતો.

પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીના ચરણકમળમાં સ્થિત વોલ ઑફ યુનિટીનું પણ ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વિશેષ પ્રાર્થના પણ કરી હતી. તેમણે સંગ્રહાલય અને પ્રદર્શનની તથા વ્યૂઅર્સ ગેલેરીની મુલાકાત લીધી હતી. 153મીટર ઊંચે આવેલી આ ગેલેરીમાંથી એક સાથે 200 દર્શકો જોઈ શકે છે. આ ગેલેરી સરદાર સરોવર બંધ અને સરદાર સરોવર, સાપુતારા તથા વિંધ્ય પર્વતમાળાનો અદભૂત નજારો દર્શાવે છે.

સમર્પણ સમારોહ દરમિયાન ભારતીય વાયુ દળનાં વિમાનોએ ફ્લાય પાસ્ટ કરી હતી અને વિવિધ સાંસ્કૃતિક જૂથોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા.

 

આ પ્રસંગે ભારતના લોકોને અભિનંદન પાઠવતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર દેશ આજે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવી રહ્યો છે, ભારતના ઇતિહાસમાં આજના દિવસની ખાસ નોંધ લેવાશે, સ્ટેચ્યુ ઑફ યુનિટીની સાથે ભારતના લોકોએ ભાવિ પેઢીને એક ઉચ્ચત્તમ પ્રેરણા પૂરી પાડી છે. તેમણે કહ્યું કે આ પ્રતિમા ભાવી પેઢીને સરદાર પટેલની ક્ષમતા અને દ્રઢતાની યાદ અપાવતી રહેશે. સરદાર પટેલે દેશને એકીકરણ કર્યુ તેના કારણે આજે ભારત એક મોટી આર્થિક અને રાજનૈતિક શક્તિ તરીકે આગળ વધી રહ્યો છે.

 

પ્રધાનમંત્રીએ પ્રશાસનિક સેવા બાબતે સરદાર પટેલના દ્રષ્ટિકોણને યાદ કર્યો હતો, તેમણે કહ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટીની એ ખેડૂતોના સન્માનનું પ્રતીક છે જેમણે પોતાની જમીનની માટી અને પોતાના ખેતીના સાધનો આ પ્રતિમાના નિર્માણકાર્ય માટે અર્પણ કર્યા છે, ભારતના યુવાનોની મહેચ્છાઓ "એક ભારત, શ્રેષ્ઠ ભારત" ના મંત્રને અનુસરીને સિદ્ધ કરી શકાય તેમ છે. તેમણે પ્રતિમાના નિર્માણ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ પ્રતિમા આ પ્રદેશ માટે પ્રવાસનની અપાર તકો ઉભી કરશે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે તાજેતરના વર્ષોમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાન નેતાઓની સ્મૃતિમાં કેટલાક સ્મારકો ઉભા કરવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટ ઉપરાંત તેમણે દિલ્હીમાં સરદાર પટેલને સમર્પિત કરાયેલા સંગ્રહાલય, મહાત્મા મંદિર અને ગાંધીનગરમાં દાંડી કુટીરની યાદ અપાવી હતી. આ ઉપરાંત તેમણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને સમર્પિત કરાયેલા પંચતીર્થ, હરિયાણામાં શ્રી છોટુરામની પ્રતિમા અને કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્મા તથા વીર નાયક ગોવિંદ ગુરૂના સ્મારકની યાદ અપાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે દિલ્હીમાં સુભાષચંદ્ર બોઝની સ્મૃતિમાં સંગ્રહાલયની કામગીરી તથા મુંબઈમાં શિવાજીની પ્રતિમા તેમજ દેશમાં આદિવાસી સંગ્રહાલયોના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે.

 

પ્રધાનમંત્રીએ સરદાર પટેલના મજબૂત અને સમાવેશા ભારતના દ્રષ્ટિકોણ અને ભારત સરકાર દ્વારા આ સપનાને હકિકતમાં રૂપાંતરીત કરવા માટે થઈ રહેલા પ્રયાસો અંગે વાત કરી હતી. તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે દરેકને આવાસ, દરેકને વિજળી પૂરી પાડવાની તથા રોડ કનેક્ટિવિટી તથા ડિજિટલ કનેક્ટિવિટીની યોજના માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતુ કે જીએસટી ઈ-નામ અને અને "વન- નેશન, વન -ગ્રીડ" યોજનાએ પણ વિવિધ પ્રકારે રાષ્ટ્રના એકિકરણમાં યોગદાન આપ્યું છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રની એકતા અને ઈમાનદારી જાળવીને વિભાજક પરિબળોનો સામનો કરવાની આપણી સામુહિક જવાબદારી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion

Media Coverage

India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates Saweety Boora for winning the Gold Medal in Women's Boxing World Championships
March 25, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated Boxer, Saweety Boora for winning the Gold Medal in Women's Boxing World Championships.

The Prime Minister tweeted;

"Exceptional performance by @saweetyboora! Proud of her for winning the Gold Medal in Women's Boxing World Championships. Her success will inspire many upcoming athletes."