શેર
 
Comments

રાજપીપળા, જંબૂસર અને ધંધુકામાં વિશાળ જનમેદનીને સંબોધન કરતા શ્રી મોદી

કોંગ્રેસ જ્યારે ગુજરાતમાં સત્તા પર હતી ત્યારે ફક્ત નિષ્ફળ જ ન રહી પરંતુ વિપક્ષના રૂપમાં પણ નિષ્ફળ રહી, જેના કારણે તે આવનારી ચૂંટણીઓમાં પણ માત ખાશે : શ્રી મોદી   

ગુજરાતની પ્રજા કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને કદી સ્વીકારશે નહીં : શ્રી મોદી

  

2 ડિસેમ્બર 2012 ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ રાજપીપળા (નર્મદા જિલ્લો), જંબૂસર (ભરૂચ જિલ્લો) અને ધંધૂકા (અમદાવાદ જિલ્લો) માં વિશાળ જનમેદનીને સંબોધી. આ જનસભાઓમાં વિક્રમજનક સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ જ્યારે ગુજરાતમાં સત્તા પર હતી ત્યારે ન તો ફક્ત તે નિષ્ફળ રહી પરંતુ વિપક્ષના રૂપે પણ નિષ્ફળ રહી, જેના કારણે તે આવનારી ચૂંટણીઓમાં પણ માત ખાશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે વિપક્ષની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે, પરંતુ ત્યાં નકારાત્મક રાજનીતિ માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. છતાં પણ અગાઉના 12 વર્ષોમાં કોંગ્રેસે ફક્ત એક જ કામ કર્યું છે, અને તે છે મોદીના માટે શબ્દકોષમાં જેટલા અપશબ્દો હોય તેનો પ્રયોગ કરવો. પરંતુ, શ્રી મોદીએ એ વાતને સમર્થન આપ્યું કે ગુજરાતના લોકો કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને કદી સ્વીકારશે નહીં. તેમણે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવ દરમિયાન કોંગ્રેસના વલણને પણ યાદ કર્યું.

કોંગ્રેસની વાત કરતાં, શ્રી મોદીએ પૂછ્યું કે જ્યારે કોઈ પોતાના કાર્યકર્તાઓનો વિશ્વાસ સંપાદન ન કરી શકે, તો તે ગુજરાતના લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતી શકશે? કોંગ્રેસની ઘટના કે જેમાં એક બાર વર્ષના છોકરાએ પાર્ટીના ઉમેદવારનું મેન્ડેટ છીનવી લીધું, શ્રી મોદીએ કહ્યું કે એટલે સુધી કે એક 12 વર્ષનો છોકરો પણ કોંગ્રેસને મેન્ડેટ આપવા રાજી નથી...!

વાઈબ્રેન્ટ ગુજરાતમાં રોકાણ કરવાવાળાને નોટિસ મોકલવાથી લઈને, સરદાર સરોવર બંધના નિર્માણમાં મુશ્કેલીઓ પેદા કરવાથી લઈને, ગેસ પાઈપ લાઈનના નવીન પ્રયાસ દ્વારા ગુજરાતને આગળ વધવામાં મુશ્કેલીઓ વધારવા સુધીની શ્રી મોદીએ વિસ્તૃત રીતે યૂ.પી.એ. અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાને ક્રમબદ્ધ કરી.

પોતાના ભાષણમાં શ્રી મોદીએ અલગ અલગ ઉદાહરણ આપતાં જણાવ્યું કે કેવી રીતે કોંગ્રેસ લોકોની સાથે દગો કરી રહી છે, ભલે તે 2009 નું 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું અધૂરું વચન હોય કે જો કોંગ્રેસ ચૂંટાશે તો મહારાષ્ટ્રના ખેડૂતોને મફત વીજળી આપવાનું તેમનું અધૂરું વચન. શ્રી મોદીએ ગુજરાતના લોકો પાસેથી મહાત્મા ગાંધીના કોંગ્રેસને વિખેરી નાખવાના સપનાને હકીકતમાં ફેરવવાની અપીલ કરી.

Watch :  Shri Narendra Modi to campaign in Gujarat on 2nd December 2012 - Jambusar

શ્રી મોદીએ જણાવ્યું કે આગળના 2 દિવસથી શ્રી અહેમદ પટેલ કહી રહ્યા છે કે તેમને મુખ્યમંત્રી બનવામાં રસ નથી અને પૂછ્યું કે આવું કહેવાની અને આમ કહેવા માટે ગુજરાત આવવાની શું જરૂર હતી? તેમણે આગળ કહ્યું કે તેનો મતલબ એમ છે કે કોંગ્રેસ અને એ તમામ જેઓ કોંગ્રેસને વિજયી બનાવવા માટે મેદાને પડ્યા છે, શ્રી અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માગે છે. છતાં પણ કોંગ્રેસના લોકોમાં આવું જણાવવાની હિંમત નથી. શ્રી મોદીએ કહ્યું કે ભાજપ લોકોથી કશું છુપાવતો નથી અને સ્પષ્ટપણે કહી દે છે કે તેમનો નેતા કોણ બનશે, જ્યારે કોંગ્રેસે આ બાબતમાં મૌન ધારણ કર્યું છે.

તેમણે ગુજરાતમાં વિકાસ માટે ભરેલા પગલાં વિશે વાત કરી અને અગાઉના એક દાયકામાં જનજાતિ સમાજ માટે કરેલ પ્રયત્નોની પણ વાત કરી. શ્રી મોદીએ જણાવ્યું કે કેવી રીતે આખા વિશ્વમાં ધોલેરા માટેનું પગલું અને તેનાથી ત્યાંના લોકોના જીવનમાં બદલાવ આવશે તેને ધ્યાનમાં લીધું છે.

મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી કે તેઓ 13 ડિસેમ્બર 2012 ના રોજ મોટી સંખ્યામાં આવે અને મતદાન કરે. ખૂબ ગરમી હોવા છતાં પણ દરેક વયજૂથ અને સમાજના જુદા જુદા વર્ગના લોકો ભાજપ અને શ્રી મોદીના સમર્થનમાં હાજર હતા.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Govt allows Covid vaccines at home to differently-abled and those with restricted mobility

Media Coverage

Govt allows Covid vaccines at home to differently-abled and those with restricted mobility
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates those who successfully cleared the UPSC Civil Services examination
September 25, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated those who successfully cleared the UPSC Civil Services examination.

In a series of tweets, the Prime Minister said;

"Congratulations to those who successfully cleared the UPSC Civil Services examination. An exciting and satisfying career in public service awaits.

Those who have cleared the exam will go on to have key administrative roles during an important period of our nation’s journey.

To those young friends who did not clear the UPSC examination, I would like to say- you are very talented individuals. There are more attempts awaiting.

At the same time, India is full of diverse opportunities waiting to be explored. Best wishes in whatever you decide to do."