ગુજરાતમાં ખેલમહાકુંભ સહિત રમત-ગમત ક્ષેત્રે મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત આયોજનની પ્રસંશા
ખેલ મહાકુંભ -ર૦૧૧ના ઉદ્દધાટનમાં પ્રસિધ્ધ અભિનેતા અક્ષયકુમાર ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રીશ્રી સાથે પ્રસિધ્ધ અભિનેતા અક્ષયકુમારની શુભેચ્છા મૂલાકાત લીધી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા હિન્દી ચલચિત્ર જગતના પ્રસિધ્ધ અભિનેતા અક્ષયકુમારે ગુજરાતના ખેલ મહાકુંભ-ર૦૧૧ના ઉદ્દધાટન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેશે એમ જણાવ્યું હતું.
ગુજરાતના ખેલ મહાકુંભ ર૦૧૧માં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેનારા અભિનેતા અક્ષયકુમારે ખેલકૂદ ક્ષેત્રમાં મુખ્યમંત્રીશ્રી જ્યારે પણ તેમની સેવા લેવા ઇચ્છે ત્યારે તેઓ તૈયાર છે એવી પ્રેરક તત્પરતા દર્શાવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રાકેશ શાહ, રમત-ગમત યુવાપ્રવૃત્તિ સચિવશ્રી ભાગ્યેશ જ્હા તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના મહાનિયામક શ્રી વિકાસ સહાય ઉપસ્થિત હતા.


