સંસદના આગામી સત્રમાં સંસદ સભ્યો  ગુજરાતના વિકાસ માટે પક્ષાપક્ષીથી પર રહી કરશે સબળ રજૂઆતો

એકંદરે ૧૦૯ પ્રશ્નોની ગુજરાત સરકારે કેન્દ્ર સમક્ષ કરેલી દરખાસ્તોરજૂઆતો વિષયક છેલ્લામાં છેલ્લી સ્થિતિથી  સંસદસભ્યોને વાકેફ કરતી રાજય સરકાર

ગુજરાતના વિકાસની ગતિશીલતા અને હિતોને લક્ષ્યમાં રાખી સંસદસભ્યો નિભાવશે પ્રોએકટીવ ભૂમિકા

નવી સરકારનું નેતૃત્વ સંભાળ્યા બાદ  સંસદસભ્યો સાથે મુખ્યમંત્રીશ્રીની  પ્રથમ બેઠક

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત સરકાર સમક્ષ ગુજરાતના મહત્વના પ્રશ્નો અંગે આજે રાજ્યના સંસદસભ્યો સાથે યોજેલી પરામર્શ બેઠકમાં, વિવિધ કેન્દ્રીય મંત્રાલયો સંલગન્ સત્વરે નિરાકરણ માંગતા એકંદરે ૧૦૯ પ્રશ્નો ઉકેલવા માટે સંસદસભ્યો સંસદગૃહો સહિત વિવિધ સ્તરે અસરકારક રજૂઆત કરે તે ઉદે્‌શ સાથે સંસદ સત્રના પ્રારંભ પૂર્વે યોજેલી આ બેઠકમાં છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિથી સંસદ સભ્યશ્રીઓને વાકેફ કર્યા હતા.

નવી સરકારનું નેતૃત્વ સંભાળ્યા પછી સંસદસભ્યો સાથે યોજેલી આ પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના હિત અને વિકાસને ગતિશીલ રાખવા માટેના આ મહત્વના મુદ્‌ાઓ અંગે રાજ્યના સંસદસભ્યો રાજકીય મતમતાંતરથી દૂર રહીને સંસદગૃહો, મંત્રાલયો, પરામર્શ સમિતિઓ અને શકય તે તમામ ધોરણે પ્રોએકટીવ ભૂમિકા નિભાવે તેમ જણાવ્યું હતું.

આ સંદર્ભમાં, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના વિકાસને અવરોધક એવા નીતિનિર્ણયો સહિત પ્રશ્નોની અનિર્ણાયક સ્થિતિ, વિલંબ, નકારાત્મક વલણ વગેરે અંગે સંસદ સભ્યોને વાકેફ કરવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારના કાયદાઓનો રાજ્ય સરકાર દ્વારા અમલ કરવાના કારણે રાજ્ય સરકાર ઉપર તેનો જંગી નાણાંકીય બોજ વહન કરવાની સ્થિતિ સર્જાય છે તે સંદર્ભમાં ન્યાયમૂર્તિ પૂંછી કમિશને કરેલી ભલામણો અનુસાર રાજ્યોને પૂરતી કેન્દ્રીય મદદ મળવી જોઇએ એ માટે સંસદસભ્યો સક્રિય અને પ્રભાવક રજૂઆતો કરે એવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

રાઇટ ટુ એજ્યુકેશન અને રાઇટ ટુ ફૂડના કેન્દ્રીય કાયદાઓના અમલમાં રાજ્યો ઉપર કેટલો જંગી નાણાંકીય બોજ પડશે એની વિગતો સાથે કેન્દ્રીય કાયદાના અમલ માટે કેન્દ્રીય સહાયની વાજબી ભૂમિકા ઉપર તેમણે ભાર મૂકયો હતો. કેન્દ્રએ બીટી કપાસ બિયારણને આવશ્યક ચીજવસ્તુ ધારામાં સમાવેશ કરવાથી ગુજરાતે કરેલો કાયદો નિરર્થક થઇ ગયો છે અને ભારત સરકારે કપાસના બિયારણના ભાવ નિયંત્રણના કોઇ નિયમો બનાવ્યા નથી તેથી કપાસ ઉત્પાદકોના હિતમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તેના કાયદાના અમલની છૂટ આપવી જોઇએ એમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

ગુજરાતમાં સેન્ટર ફોર કોટન એકસેલંસ સ્થાપવાની દરખાસ્ત કેન્દ્ર સરકાર મંજૂર કરે એવી રજૂઆત કરી હતી. પાકિસ્તાને દરિયામાંથી ગુજરાતના હજુ ૩૮૮ માછીમાર સાગરખેડુઓને બોટ સાથે પકડેલા છે અને પ૮૭ જેટલી યાંત્રિક બોટ પાકિસ્તાનના કબજામાં છે. આ સંજોગોમાં કિંમતી બોટ સાથે તમામ માછીમારોને છોડવા માટે ગુજરાત સરકારે ૧૧૮ પત્રો લખેલા છે તેનો નિર્દેશ કરી ભારત સરકાર આ મૂદે પાકિસ્તાન સાથે પરિણામલક્ષી રજૂઆત કરે તે માટે સંસદસભ્યોને વાકેફ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં પાંચ જેટલી જૂદી જૂદી શિક્ષણ સેવા ટ્રીબ્યુનલોને એકસૂત્રતામાં લાવવા ગુજરાત એજ્યુકેશન સર્વિસ ટ્રીબ્યુનલ સ્થાપવા, સર્વશિક્ષા અભિયાનના અમલ માટે ગુજરાત સરકારને મળવાપાત્ર કેન્દ્રીય સહાયના રૂા. ૩રપપ કરોડ સત્વરે મંજૂર થાય તે માટેની માહિતી આપતા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાતને માત્ર ૧૧ ટકા જ કેન્દ્રીય સહાય મળે છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતને માથા દીઠ ઓછી કેન્દ્રીય સહાય મળે છે તે પ્રત્યે સંસદસભ્યોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમુંબઇ હાઇસ્પીડ રેઇલ પ્રોજેકટ સહિત ભારતના છ હાઇસ્પીડ રેઇલ પ્રોજકેટને માટે કેન્દ્ર સરકારના આગામી બેજટમાં જોગવાઇ કરવા, કોલસા આધારિત વીજ ઉત્પાદન કરતા વીજમથકો માટે ઇસ્ટર્ન કોલ ફીલ્ડમાંથી ગુજરાતને કોલસો ફાળવવા અને કોલસાના વેસ્ટર્ન કોલ ફીલ્ડમાંથી પરિવહનના કારણે રૂા. પ૪૦ કરોડનો વધારાનો બોજ ગુજરાતને વહન કરવો પડે છે તેની ભૂમિકા સમજાવી હતી. કોલસાના બ્લોકસનું પ્રાઇવેટ ઓકશન કરવાને બદલે રાજ્યોને નોમિનેશન દ્વારા કોલબ્લોકસ આપવા, ગુજરાતના ગેસ આધારિત વીજમથકો માટે ગેસના પૂરતા પૂરવઠાના ફાળવણીના અભાવે રાજ્યના વીજમથકોની ર૦ર૩ મે.વો. જેટલી વાજઉત્પાદન ક્ષમતા બિનઉપયોગી પડી રહી છે તથા કેન્દ્ર સરકારની ગેસ બેઇઝ પાવર સ્ટેશનો માટે ગેસ ફાળવવાની નીતિ ભેદભાવભરી હોવાથી ગુજરાતને થતા અન્યાયની વિગતોથી સંસદસભ્યોને વાકેફ કર્યા હતા. વીજળીની પૂરાંતવાળા ગુજરાત દ્વારા અન્ય જરૂરિયાતમંદ રાજ્યોમાં વીજળી પ્રવહન માટેનું વ્યવસ્થાપન ઉભૂં કરવા, દિલ્હી અને મુંબઇના ભાવે જ ગુજરાતના અમદાવાદ સહિત સાર્વજનિક પરિવહન માટે સી.એન.જી. ગેસ આપવાના ન્યાયિક ચૂકાદાનું કેન્દ્ર સરકાર પાલન કરે, ઉદ્યોગોને વિકલ્પે ઘરવપરાશ અને જાહેર પરિવહન માટે સી.એન.જી.પી.એન.જી. ગેસ અગ્રતાના ધોરણે ફાળવવામાં આવે, ક્રૂડ ઓઇલ રોયલ્ટીના ભેદભાવને દૂર કરી ગુજરાતના હકકના બાકી લહેણારૂપે રૂા. ૬પ૪૪ કરોડ અને પેનલ્ટી પેટે રૂા. ર૦૬૮ કરોડ ઓ.એન.જી.સી. તરફથી ગુજરાતને ચૂકવવા, જવાહરલાલ નહેરૂ સોલાર મિશનમાંથી ગુજરાતના સોલાર એનર્જી પ્લાન્ટમાંથી ઉત્ વીજળી અન્ય રાજ્યો અને કેન્દ્ર ખરીદી શકે તે માટે રિન્યુઅલ એનર્જી સર્ટિફિકેટ ગુજરાતને મળે, કેન્દ્રીય વેચાણવેરાના વળતર ચૂકવવામાં ગુજરાતને અન્ય રાજ્યોની સરખામણીમાં થઇ રહેલા અન્યાયનું નિવારણ કરીને ગુજરાતને એકંદરે રૂા. ૪૧૦૦ કરોડનું મળવાપાત્ર ઘ્લ્વ્ વળતર સત્વરે કેન્દ્ર સરકાર ચૂકવે તે માટેની વિગતોથી પણ સંસદસભ્યોને વાકેફ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં સંસદસભ્યોને ગીરના જંગલમાં અભ્યારણ્યની આસપાસ સંરક્ષિત વિસ્તારમાં ર૬૯ કી.મી. રીંગ રોડ માટેની રૂા. ૬૦૦ કરોડની દરખાસ્ત મંજૂર થાય, અંકલેશ્વર, વટવા અને અમદાવાદને ક્રિટીકલ પોલ્યુટેડ એરિયામાંથી મૂકત કરીને ૪પ જેટલા નાના વિકાસ પ્રોજેકટ વિલંબમાં છે તે માટે નાવાંધા પ્રમાણપ મંત્રાલય દ્વારા મળે તે માટે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા, મરીન ટ્રેઇનિંગ એકેડમીની દરખાસ્તે મંજૂરી મળે, પાકિસ્તાન સાથેની ભૂમિ સરહદે બોર્ડર ફેન્સીંગનું સંપૂર્ણ ૩૪૦ કી.મી.નું કામ ગૂણવત્તાના ધોરણે ઝડપથી પૂર્ણ કરવા, વિવિધ માઇનીંગ લીઝ માટેની મંજૂરીઓના પ્રશ્નો કેન્દ્ર સરકારમાં પડતર છે તે મંજૂર થાય, સાબરમતી આશ્રમ વિકાસ પ્રોજેકટ અને દાંડી હેરિટેજ યાત્રા પ્રોજેકટ ઝડપથી હાથ ધરવા, રેલ્વે વિસ્તારમાંથી પસાર થતી ગુજરાતની ર૬ પાણી પૂરવઠા યોજનાઓ માટે મંજૂરી આપવા અંગેના પ્રશ્નોની રજૂઆત માટે પણ સંસદસભ્યોને વાકેફ કરવામાં આવ્યા હતા. ગુજરાત એસ.ટી. બસ કોર્પોરેશનને (માર્ગ વાહનવ્યવહાર નિગમ) બલ્ક કન્ઝયુમર્સના ધોરણે ડિઝલનો લીટર દીઠ રૂા. ૧રનો ભાવવધારો લાગુ પાડવાના અન્યાયી વલણ સામે તથા ભરૂચમાં ઝાડેશ્વરના નર્મદા નદીના નવા બ્રીજનું બાંધકામ શરૂ કરવાના પ્રશ્ને થઇ રહેલા વિલંબ અંગે સંસદસભ્યોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સાબરમતી રેલ્વે સ્ટેશનના વિકાસ પ્રોજેકટ અને ગાંધીનગર તથા કરમસદને JUNNRM સમાવવા, અમદાવાદગાંધીનગ મેટ્રોરેઇલ પ્રોજેકટ માટે કેન્દ્રીય સહાય મંજૂર કરાવવા, આવાસ યોજનાઓમાં કેન્દ્રની સહાયના ધારાધોરણો સુધારવા, અમદાવાદગાંધીનગર મેટ્રો રેઇલ પ્રોજેકટના રૂટમાં રેલ્વેની બિનઉપયોગી જમીનો ઉપયોગમાં લેવાની મંજૂરી મેળવવા, કેન્દ્રીય સરકાર પાસેથી ૧૩ મા નાણાપંચની ભલામણો અનુસાર ગુજરાતને રૂા. ૮પ૭.૧૬ કરોડ મૂળભૂત ગ્રાન્ટ તથા રૂા. ૪પ૦.૬પ કરોડ પરફોર્મન્સ ગ્રાન્ટ મંજૂર કરાવવા, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ સ્થાપવા, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ નાસ્મેદ ગાંધીનગર નજીક સ્થાપવાના કામો અંગેની છેલ્લી માહિતી સંસદસભ્યોને આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સરદાર સરોવર નર્મદા ડેમની પૂરી ઉંચાઇ ૧૩૮.૬૮ મીટર લઇ જવા માટે ડેમના દરવાજા મૂકવા માટેની મંજૂરી તાત્કાલિક મળે તે માટે સંસદ સભ્યો રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને સામૂહિક રજૂઆત કરે, ગુજરાતના ગરીબોને કેરોસીનના જથ્થામાં કેન્દ્ર સરકારે મૂકેલા કાપથી થયેલા અન્યાયનું નિવારણ કરવા અંગે સંસદ સભ્યો ભાવપૂર્વક રજૂઆત કરે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓએ સંસદ સભ્યોને તેમના વિભાગો દ્વારા કેન્દ્ર સમક્ષ કરેલી રજૂઆતોથી વાકેફ કર્યા હતા. વરિષ્ઠ સચિવશ્રીઓએ પણ પૂરક માહિતી આપી હતી. મુખ્યસચિવશ્રી વરેશ સિન્હાએ કેન્દ્ર સમક્ષના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકારના વિવિધ વિભાગો સંસદ સભ્યોને આવશ્યક તમામ માહિતી પૂરી પાડશે એમ જણાવ્યું હતું. આયોજન વિભાગના અગ્રસચિવ શ્રી અરવિંદ અગ્રવાલે બેઠકનું સંચાલન કર્યું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”