સાણંદ નજીક ગુલમહોર ગ્રીન ગોલ્ડ ક્લબ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ઉદધાટન કરતાં મુખ્યમંત્રીશ્રી
ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમની ઉજવળ સંભાવના
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સ્પોર્ટસ ટુરિઝમના વિકાસની ઉજવળ સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક સાણંદ તાલુકામાં ત્રિલોક પરીખ પરિવાર સંચાલિત ગુલમહોર ગ્રીન ગોલ્ડ ક્લબ અને સ્પોર્ટસ ક્લબનું ઉદધાટન આજે મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું.
ગુજરાતમાં પ્રવાસન વિકાસ દેશના પ્રવાસન વૃદ્ધિ કરતાં બમણો છે અને ગુજરાતમાં ઔઘોગિક વિકાસમાં વિદેશી કંપનીઓ અને વિદેશી ઔઘોગિક સાહસિક લોકોની સંપદા સખ્ંયા વધતી રહી છે ત્યારે ટુરિઝમ અને હોસ્પિટાલીટી સેક્ટરનો વિકાસ ઝડપી બન્યો છે એમ તેમણે જણાવ્યું હતું.


