Narendra Modi meets newly appointed religious head of Dawoodi Bohra community Syedna Mufaddal Saiduddin

દિવંગત વડા ધર્મગુરૂ ડો. સૈયદના બુહરાનુદિન સાથેના સ્નેહભર્યા સંબંધોના સંસ્મરણો તાજા કર્યા

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાઉદી વ્હોરા સમાજના નવા વરાયેલા ધર્મગુરૂ સૈયદના મુફફદલ સૈફુદીનને આજે સાંજે મુંબઇમાં રૂબરૂ મળીને તેમના પિતાશ્રી અને દિવંગત ધર્મગુરૂ ડો. સૈયદના બુહરાનુદ્દિન સાહેબની ચીરવિદાય અંગે સાંત્વના પાઠવી હતી.

શ્રી સૈયદના મુફફદલ સૈફુદીન દાઉદી વ્હોરા કોમના પ૩માં ધર્મગુરૂ બન્યા છે અને મર્હુમ ડો. સૈયદના બુહરાનુદ્દિનના સુપુત્ર છે. તેમણે મુખ્યમંત્રીશ્રીના ડો. સ્વર્ગસ્થ સૈયદના બુહરાનુદિન સાથેના સ્નેહભાવ અને લાગણીના સંસ્મરણોની અભિવ્યકિત કરી હતી.

નવા ધર્મગુરૂએ શ્રી નરેન્દ્રભાઇ મોદીને તેમના કુશળ નેતૃત્વમાં ભારત પ્રગતિની નવી ઊંચાઇએ પહોંચશે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

આ પ્રસંગે મહારાષ્ટ્ર ભાજપા અધ્યક્ષ શ્રી દેવેન્દ્ર ફડનવીસ, મુંબઇ ભાજપા અધ્યક્ષશ્રી તથા ભાજપા અગ્રણીશ્રી વિજય રૂપાણી અને ગોપીનાથ મૂંડે સહિત દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Narendra Modi meets newly appointed religious head of Dawoodi Bohra community Syedna Mufaddal Saiduddin

Narendra Modi meets newly appointed religious head of Dawoodi Bohra community Syedna Mufaddal Saiduddin

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
New high for India-made car exports

Media Coverage

New high for India-made car exports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જુલાઈ 2026
July 11, 2026

Record Exports, Record Investments, Record Pride: India’s Rise Under PM Modi is Multi-Dimensional