શનિવાર, ગાંધીનગરઃ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૬૦મા વનમહોત્સવનો પ્રારંભ કરાવતા ઉત્તર ગુજરાતના પ્રાચીન તીર્થ શામળાજી ખાતે શ્યામલવનનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાતના બધા વૃક્ષપ્રેમી નાગરિકોને તેમણે સને ર૦૧૦ની ગુજરાતની સ્વર્ણજયંતિના અવસરે સ્વર્ણિમ જયંતિ વનનું જનઆંદોલન ઉપાડવા આહ્‍વાન કર્યું હતું.

શામળિયા ભગવાનના મંદિરે ભક્તિભાવથી દર્શન-પૂજા કર્યા બાદ, મેધરાજાની મહેર વચ્ચે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શામળાજી તીર્થક્ષેત્રની પર્યાવરણિય કાયાપલટ કરનારા અભિનવશ્યામલ વનનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના વનવિભાગે જન ભાગીદારીથીદશાવતાર વન અને કમલકુંડસહિત શ્યામલવનમાં પર્યાવરણીય સાંસ્કૃતિક મહિમા ઉજાગર કર્યો છે.

અરવલ્લી ગિરીમાળામાં મેશ્વો નદીના તીરે વૃક્ષારોપણ કરીને ગુજરાતને હરિયાળું બનાવવાના વનમહોત્સવનો શ્યામલવનમાં પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા પૂર્વજોએ પ્રકૃતિ અને વૃક્ષપ્રેમ સાથેની સાંસ્કૃતિક વિરાસતોનો વારસો આપ્યો છે. સરકારે સાંસ્કૃતિક વિરાસતોમાં પર્યાવરણને જોડીને ગ્લોબલ વોર્મિંગના સંકટમાંથી ઉગારવાનો માર્ગ લીધો છે.

શામળાજીના વનમહોત્સવમાં ઉમટેલા માનવ મહેમરામણને આવકારતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનમહોત્સવો દ્વારા આપણા પ્રાચીન તીર્થક્ષેત્રોમાં વૃક્ષનો માનવી સાથેનો મહિમા જોડવાની નવતર શૈલી અપનાવી છે. અંબાજી માંગલ્ય વન, સોમનાથમાંહરિહરવન‘, તારંગામાંતિર્થંકર વન‘, ચોટીલામાંભક્તિવનપછી શામળાજીમાંશ્યામલ વનનું નિર્માણ હાથ ધર્યું છે.

તેમણે જણાવ્યું કે, વનમહોત્સવોનું નવું સ્વરૂપ સાચા અર્થમાં આવતી પેઢીઓને પ્રકૃતિપ્રેમી બનાવશે અને પર્યાવરણ માટે વૃક્ષની સાથે સમાજશક્તિ જોડાશે.

મુખ્ય મંત્રીશ્રીએ માનવી ભગવાનની પૂજા કરે છે પણ આપણા દરેક ભગવાન આરાધ્ય વૃક્ષ અને અબોલ પશુ-પંખીના ઉપર પ્રેમવર્ષા કરતા આવ્યા છે. જે આપણા પૂર્વજોની પર્યાવરણની રક્ષા માટે પ્રકૃતિના અનહદ ભાવની પ્રતીતિ કરાવે છે, તેમ જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજની વૃક્ષ પ્રત્યેની સંવેદના પ્રગટાવતા જણાવ્યું કે, એક વૃક્ષ કપાય તો જવાનજોધ દીકરો ગુમાવ્યાની પીડા થવી જોઇએ અને એક નાનો છોડ રહેંસાય તો ભ્રૃણહત્યાનું દર્દ થવું જોઇએ. ભાવ જાગશે તો વૃક્ષ બચશે અને વૃક્ષો બચશે તો પર્યાવરણ બચી શકશે. પ્રકૃતિ પ્રકોપથી અને ગ્લોબલ વોર્મિંગના સંકટથી ઉગરવા માટે વૃક્ષપ્રેમી નાગરિકો એક જનઆંદોલન ઉભું કરે એવી અપીલ તેમણે કરી હતી.

વનમહોત્સવને સાંસ્કૃતિક વિરાસતની રક્ષાનો નવો ઓપ આપીને નક્ષત્રો-રાશી-ગ્રહો સાથેના આરાધ્ય વૃક્ષોનો મહિમા તેમણે ઉજાગર કર્યો હતો.

ગોચરની જમીનોમાં ગ્રામવનો ઉછેરનારી પ૦ જેટલી ગ્રામપંચાયતો અને નહેરો-રસ્તાના કિનારે વૃક્ષો ઉછેરીને આવક મેળવનારી તાલુકા પંચાયતોને મુખ્ય મંત્રીશ્રીએ રૂા. પ.૭૦ કરોડના અનુદાનો આપ્યા હતા અને જણાવ્યું હતું કે, ગામે ગામ પડતર જમીનમાં વૃક્ષઉછેરના જનઅભિયાનનું નેતૃત્વ ઉભું થવું જોઇએ.

અવસરે વન મંત્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વધતી વસતિ અને જરૂરિયાતને પગલે વર્ષોથી વૃક્ષો કપાતા રહ્યા-વનોનો નાશ થતો રહ્યો છે. માનવજીવનની પ્રત્યેક પળે લાકડાની-વૃક્ષોની જરૂરિયાત છે.

આદર્શ વ્યવસ્થા પ્રમાણે ૩૩ ટકા વિસ્તાર વનાચ્છાદિત હોવો જોઇએ. પરંતુ દેશ આખામાં પ્રમાણ જરૂરિયાત કરતાં ઓછું છે અને એટલે રાજ્ય સરકારે વૃક્ષો વાવવા-વનોના વિકાસને એક અભિયાનનું સ્વરૂપ આપ્યું છે. રાજ્યમાં ધર્મસ્થળોએ સુંદર નક્ષત્રવન-રાશિવન બનાવાયા છે. વનવાસીઓના કલ્યાણ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ હોવાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અત્યાર સુધી ૪પ હજારથી વધુ વનવાસીઓને વન અધિકારપત્રોનું વિતરણ કર્યું છે. મંત્રીશ્રીએ વનવાસીઓના વિકાસ માટેની યોજનાઓની જાણકારી આપી વનોના વિકાસ માટે અનુરોધ કર્યો હતો.

વન રાજ્ય મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક સૌંદર્યની સાથે ગ્લોબલ વોર્મિંગ કલાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓનો સામનો કરવા વૃક્ષો-વનોની અનિવાર્યતા છે. આપણા શાસ્ત્રોમાં પણ વૃક્ષોની અગત્યતા સમજાવી છે ત્યારે વૃક્ષો વાવવાની વાતને એક અભિયાન-જનઆંદોલન સ્વરૂપે સ્વીકારાય તે જરૂરી છે. પ્રત્યેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસ્તાભાઈ મકવાણા તથા સાંસદ શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનમાં વનોની અનિવાર્યતા સમજાવી ગ્લોબલ વોર્મિંગના મક્કમ પ્રતિકાર માટે વૃક્ષો વાવવા, ઉછેરવા અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

વન વિભાગના અગ્ર સચિવ શ્રી એસ. કે. નંદાએ જણાવ્યું હતું કે, વન વનવાસીઓની જીવનશૈલીનું એક મહત્ત્વનું પરિબળ છે. પ્રકૃતિના અભિન્ન અંગ એવા વનોનો વિકાસ થાય તે જરૂરી છે અને એટલે વન વિભાગેવન મહોત્સવને પ્રોજેકટ તરીકે અપનાવ્યો છે. જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે વનો જેટલા જરૂરી છે એટલી ઉપયોગીતા ઋતુચક્રની જાળવણી માટે વનોની છે. તેમણે વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.

રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી એમ. એલ. શર્માએ જણાવ્યું હતું કે, પ્રતિવર્ષ વન મહોત્સવ જુદા જુદા જિલ્લામાં એક પ્રોજેકટ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે તેના ભાગરૂપે શ્યામલ વનનું નિર્માણ કરાયું છે.

વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્ય મંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં રૂા. ર.૧૩ લાખના ચેકો તથા શામળાજી મંદિર દ્વારાશ્યામલવનના વિકાસ માટે રૂા. પાંચ લાખનો ચેક મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કરાયો હતો.

પ્રસંગે મંત્રીઓ સર્વશ્રી મંગુભાઈ પટેલ, જશવંતસિંહ ભાભોર, કિરીટસિંહ રાણા, જયસિંહ ચૌહાણ, સંસદીય સચિવ શ્રી ઇશ્વરભાઈ પટેલ, સાંસદ ર્ડા. મહેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વશ્રી પ્રફુલ્લભાઈ પટેલ, દિલીપસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પૃથ્વીરાજભાઈ, અન્ય પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
After year of successes, ISRO set for big leaps

Media Coverage

After year of successes, ISRO set for big leaps
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ડિસેમ્બર 2025
December 26, 2025

India’s Confidence, Commerce & Culture Flourish with PM Modi’s Visionary Leadership