ઉદ્યોગઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલનો સીધો પડકાર

શ્રી કેજરીવાલના મુખ્યમંત્રી ઉપરના ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન મનઘડંત અને બેબૂનિયાદ

અદાણી ગ્રુપની કંપનીને આર્થિક લાભ કરાવ્યાનો આક્ષેપ તદ્દન પાયા વગરનો ગુજરાતમાં પારદર્શી પ્રક્રિયાથી જ સૌથી વધુ સસ્તી વીજળી ખરીદાય છે

જીઓ ગ્લોબલ કંપનીનો કોન્ટ્રાકટ તો ઓગસ્ટર૦૧૦માં રદ કરેલો છે

કોઇ આર્થિક લાભ કે તરફેણ કરવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી

ભારત સરકારને લેખિતમાં યોગ્ય કાર્યવાહી કરવા વખતોવખત રિમાઇન્ડર કર્યા છે

સંસદસભ્યોધારાસભ્યોને સરકારી જમીનના પ્લોટો ગાંધીનગરમાં ફાળવવાની નીતિ વર્ષોજૂની છે નરેન્દ્રભાઇ મોદીએ નથી બનાવી

ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની લોકચાહના સાંખી નહીં શકનારા પરિબળો જૂઠ્ઠા આક્ષેપો કરી રહયા છે

ગુજરાતના ઉદ્યોગ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે નવી દિલ્હીથી આમઆદમી પાર્ટીના શ્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને બદનામ કરવાના લક્ષિત ઇરાદાથી જે આક્ષેપો કર્યા છે તેને બેબૂનિયાદ અને મનઘડંત ગણાવ્યા છે અને એવો પડકાર કર્યો છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તરફી જે લોકચાહના અને જનજૂવાળ ગુજરાતમાં જોવા મળી રહયો છે તેને સાંખી નહી શકનારા પરિબળોમાં શ્રી અરવિંદ કેજરીવાલનું પણ નામ ઉમેરાયું છે. તેમણે શ્રી નરેન્દ્રભાઇ મોદી સામે જે આક્ષેપો કર્યા છે તેમાનો એક પણ આક્ષેપ ટકી શકે એમ નથી કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસે પણ આજ પ્રકારના જૂઠ્ઠા આક્ષેપો કરેલા છે પરંતુ છ કરોડ ગુજરાતીઓ સહિત જનતા તેને માનવા તૈયાર નથી કારણ કે છેલ્લા ૧૧૧૧ વર્ષથી ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની સરકારની સાફ નિયત, પારદર્શી નીતિઓ અને વિકાસ માટેના સુશાસનની ચારેકોર અનુભૂતિ થઇ છે.

ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અદાણી ગૃપની કંપનીને આર્થિક લાભો આપવા માટેના આક્ષેપો તદ્ન પાયાવગરના છે. અદાણી ગૃપને ૧૭૦૦ હેકટર જમીન બંદરો અને સંલગન્ વિકાસ માટે ૩૦ વર્ષના ભાડા પટ્ટે બી.ઓ.ઓ.ટી.ના ધોરણે આપેલી છે. દર વર્ષે ભાડું લેવાય છે અને ૩૦ વર્ષ પછી તો આ જમીન વિકસીત બનીને કરોડોની કિંમતની થવાની છે જે ગુજરાત સરકારને પરત મળવાની છે.

બીજી પ૦૦ હેકટર જમીન રેલ્વે લાઇન મારફતે બંદરને ઉત્તર ભારત સાથે જોડવા માટે આપવા આવી હતી અને તેના કારણે જ આ બંદર ઉપરથી રપ૦ મિલીયન ટન કાર્ગોની હેરાફેરી થઇ છે અને ૩૩ હજાર કરોડ રૂપિયા કસ્ટમ ડયુટીની આવક પેટે ભારત સરકારને મળેલા છે.

અદાણી SEZ માટે ભારત સરકારે ૧૦ હજાર હેકટર મંજૂર કરેલા છે જેમાંથી માત્ર પપ૯૦ હેકટર જમીન ફાળવેલી છે. બાકીની જમીન જરૂર પડે તેમ ભવિષ્યમાં ફાળવવામાં આવશે પરંતુ તેની વધતી જતી કિંમતો આખરે તો ગુજરાત સરકારને મળવાની છે. આમ ભવિષ્યના આર્થિક લાભોને સરકારે સુરક્ષિત કરેલા છે. ગુજરાતમાં જમીન ફાળવણીની પારદર્શી પ્રક્રિયા અને જમીનની કિંમતો નક્કી કરવાની નીતિ અમલમાં છે. સર્વોચ્ચ અદાલતે પણ રાજ્ય સરકારની જમીન અંગેની પારદર્શી પ્રક્રિયાને મંજૂરી આપી પ્રસંશા કરેલી છે. ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોએ નજીવા ભાવે ઊદ્યોગોને જમીનો આપી દીધી હતી. તેની યાદ અપાવતાં ઊર્જા રાજ્યમંત્રીએ જણાવ્યું કે, શ્રી શંકરસિંહ વાઘેલાએ ૧ રૂપિયાના ભાવે ૩૩ લાખ ચો.મીટર જમીન એકહથ્થુ પધ્ધતિથી ઉદ્યોગોને આપી હતી. અન્ય એક કિસ્સામાં તત્કાલિન મુખ્યમંત્રીએ ૧.પ૦ લાખ ચો.મીટર જમીન આપવાની દરખાસ્તને ત્રણ લાખ ચો.મીટર વધારીને આપી હતી જ્યારે વર્તમાન મુખ્યમંત્રીએ રૂ. ૧ ના ભાવે કોઇ જમીન આપી જ નથી.

અદાણી ગૃપને આપવામાં આવેલી જમીન બિન ઉત્પાદકીય, બિન ખેતીલાયક પડતર જમીન છે અને તેમાંની ઘણી જમીન દરિયાઇ ભરતીના પાણીમાં ડૂબાણની છે. આમ છતાં, ભારત સરકારે જ તેના અંગેની બધી મંજૂરી આપેલી છે. અદાણી જૂથે તો આ જમીનોની સુધારણા કરી તેને ઉપયોગમાં લીધી છે. વર્તમાન સરકારે ખેડૂતોની કોઇ જમીન સંપાદિત કરીને આ કંપનીને આપી નથી. એટલું જ નહીં, ભૂતકાળની સરકારો કરતાં રપ ગણાં વધારે ભાવ લઇને જમીન આપી છે. આમ અદાણીને કચ્છની જમીન રૂા. ૩૦૦ પ્રતિ ચો.મીટરના ભાવે આપી દેવાનો આક્ષેપ તદ્દન મનઘડંત છે.

અદાણી પાવર પ્લાન્ટની વીજળી અદાણી એનર્જી પાવર પાસેથી ખરીદવાનો PPA કરાર ફેબ્રુઆરી ર૦૦૭માં થયેલો જેમાં રૂા. ર.૩પ પૈસા યુનિટ દિઠ વીજળી ખરીદવાની હતી. આ ભાવ આખા દેશમાં સૌથી ઓછો હતો અને ગુજરાત વીજળી બોર્ડે સ્પર્ધાત્મક ટેન્ડર બિડથી ૧૦૦૦ મેગાવોટ વીજળી ખરીદવાનંુ નક્કી કરેલું જેમાં અદાણી પાવરે સૌથી ઓછા ભાવે વિજળી આપવા કરાર કરેલો હતો. અદાણી પાવર પ્લાન્ટ આયાતી કોલસા ખરીદીને ગુજરાત સરકારને રૂ. ર.૩પ પૈસે યુનિટ વીજળી પૂરવઠો આપે છે તેણે આ ભાવ પોસાતો ન હોઇ તેમાં વધારો કરવા ગુજરાત વિજ નિયમન પંચ GERC પાસે રજુઆત કરી હતી જે દરખાસ્ત રદ થયેલી અને તે અંગેની અપીલ ટ્રિબ્યૂનલમાં પણ તેમનો કેસ પણ રદ થયેલો. આ ઉપરાંત બીજા એક PPA કરાર પ્રમાણે રૂ. ર.૮૯ પ્રતિ યુનિટના દરે સ્પર્ધાત્મક સૌથી ઓછા ભાવે અદાણી પાસેથી વીજળી ખરીદવામાં આવે છે. આમ, અદાણી એનર્જી પાસેથી વીજળી ખરીદવાની બાબતમાં નરેન્દ્રભાઇ મોદી ઉપર થયેલા આક્ષેપો કોઇ હિસાબે ટકી શકે એમ નથી.

સંસદ સભ્યોધારાસભ્યોને ગાંધીનગરમાં જમીન ફાળવવાના આક્ષેપોને રદીયો આપતાં શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, આ નીતિ તો વર્ષોથી કોંગ્રેસના રાજમાં અમલમાં હતી. છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્રભાઇ મોદીએ તો સાંસદો અને ધારાસભ્યોને જમીનના પ્લોટ આપવાનું બંધ કરી દીધું છે. અને આવી જમીન રાહત ભાવે આપી હોય ત્યારે તેના વેચાણની બાબત પણ અટકાવી દીધી છે. આ અંગે સર્વોચ્ચ અદાલતમાં જાહેરહિતની અરજી થયેલી છે.

શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે જીઓગ્લોબલ અને જ્યુબિલન્ટ એન્પ્રો કંપનીની સાથે ગેસ અંગેના જે કરારો GSPC એ કરેલા તેને ભારત સરકારના ડાયરેકટર જનરલ ઓફ હાયડ્રો કાર્બન અને પેટ્રોલિયમ મંત્રાલયે મંજૂર કરેલા હતા.

આમ છતાં, જીઓગ્લોબલ કંપની સાથેનો કરાર GSPC એ સંપૂર્ણપણે રદ કરેલો છે અને તે અંગે વખતો વખત ભારત સરકારને યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે. આમ છતાં કેન્દ્ર સરકાર તરફથી આખરી નિર્ણયનો કોઇ પ્રતિભાવ મળ્યો નથી.

આમ, જીઓ ગ્લોબલ કંપની કે જ્યુબિલન્ટ એન્પ્રો કંપનીને ગુજરાત સરકારે લાભ આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી તેમ શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે.

શ્રી સૌરભભાઇ પટેલે આવા આક્ષેપો કરનારાને પડકારતા એમ પણ જણાવ્યું છે કે ચૂંટણીમાં નરેન્દ્રભાઇ મોદીનો જ જયજયકાર થવાનો છે અને તેથી ચૂંટણી પછી પણ આવા જૂઠ્ઠાણાના એકેએક આક્ષેપ કરનારાને જાહેરમાં પડકારીને જવાબ અપાશે જ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Apple exports record $2 billion worth of iPhones from India in November

Media Coverage

Apple exports record $2 billion worth of iPhones from India in November
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi