પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણનાં લઘુત્તમ ટેકાનાં ભાવ (MSP)ને મંજૂરી આપી છે.

કાચા શણ (TD-3 ગ્રેડ)ની MSP 2025-26 સીઝન માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,650/- નક્કી કરવામાં આવી છે. આનાથી અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં 66.8 ટકા વળતર મળશે. માર્કેટિંગ સીઝન 2025-26 માટે કાચા શણનો મંજૂર MSP 2018-19નાં બજેટમાં સરકારે જાહેર કરેલા અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા MSP નક્કી કરવાનાં સિદ્ધાંત સાથે સુસંગત છે.

2025-26નાં માર્કેટિંગ સીઝન માટે કાચા શણનો MSP અગાઉનાં માર્કેટિંગ સીઝન 2024-25 કરતા રૂ. 315/-નો વધારો થયો છે. ભારત સરકારે કાચા શણનો MSP 2014-15માં રૂ. 2400/- પ્રતિ ક્વિન્ટલથી વધારીને રૂ. 5650/- પ્રતિ ક્વિન્ટલ કર્યો છે.  જે રૂ. 3250/- પ્રતિ ક્વિન્ટલ (2.35 ગણો)નો વધારો દર્શાવે છે.

2014-15થી 2024-25નાં સમયગાળા દરમિયાન શણ ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવેલ MSP રકમ રૂ. 1300 કરોડ હતી. જ્યારે 2004-05થી 2013-14નાં સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવેલ રકમ રૂ. 441 કરોડ હતી.

40 લાખ ખેડૂત પરિવારોની આજીવિકા સીધી કે આડકતરી રીતે શણ ઉદ્યોગ પર નિર્ભર છે. શણ મિલોમાં લગભગ 4 લાખ કામદારોને સીધી રોજગારી મળે છે અને શણનો વેપાર થાય છે. ગયા વર્ષે 1 લાખ 70 હજાર ખેડૂતો પાસેથી શણ ખરીદવામાં આવ્યું હતું. શણનાં 82% ખેડૂતો પશ્ચિમ બંગાળનાં છે. જ્યારે બાકીનાં આસામ અને બિહારનો શણનાં  ઉત્પાદનમાં 9% હિસ્સો છે.

શણ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (JCI) ભાવ સહાય કામગીરી હાથ ધરવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે ચાલુ રહેશે અને આવી કામગીરીમાં થયેલા નુકસાન, જો કોઈ હોય, તો કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India start-ups raise $9.1 billion funding as focus shifts to execution

Media Coverage

India start-ups raise $9.1 billion funding as focus shifts to execution
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets people on the occasion of Ram Navami
March 26, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings to the people on the auspicious occasion of Ram Navami. Shri Modi said that the life of Maryada Purushottam Lord Ram, marked by sacrifice, penance and self-restraint, continues to inspire people to face every situation with strength and determination.

Emphasising the enduring relevance of Lord Ram’s ideals, the Prime Minister noted that these values will remain a guiding force not only for the people of India but for the entire humanity for all times to come.

The Prime Minister wrote on X;

“देशभर के मेरे परिवारजनों को रामनवमी की असीम शुभकामनाएं। त्याग, तप और संयम से भरे मर्यादा पुरुषोत्तम के जीवन से हमें हर परिस्थिति का पूरे सामर्थ्य से सामना करने की प्रेरणा मिलती है। उनके आदर्श अनंतकाल तक भारतवासियों के साथ-साथ संपूर्ण मानवता के पथ-प्रदर्शक बने रहेंगे। मेरी कामना है कि भगवान राम की कृपा से सबका कल्याण हो, जिससे विकसित और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि का मार्ग प्रशस्त हो।”