મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાતે આવેલા બ્રિટનના લોર્ડ મેઘનાદ દેસાઇએ ગુજરાતમાં ક્લાઇમેન્ટ ચેંજ સામેના પડકારો અંગે રાજ્ય સરકારે અપનાવેલા અભિગમને સાકાર કરવામાં ભાગીદાર બનવાની તત્પરતા વ્યક્ત કરી હતી.

લોર્ડ મેઘનાદ દેસાઇ બ્રિટનની આઇડીયા ગ્લોબલ સંસ્થા જે ક્લાઇમેન્ટ ફાઇનાન્સના ક્ષેત્રે નિષ્ણાંત સંસ્થા છે અને એનર્જી તથા કાર્બન માર્કેટ સાથે અગ્રેસર છે તેના દ્વારા ગુજરાત સરકાર સાથે ક્લાઇમેન્ટ ચેંજના ક્ષેત્રે નવતર આયામોમાં સહભાગી થવા આ બેઠક યોજી હતી.

ગુજરાત સરકારે આખા વિશ્વમાં ચોથી સરકાર તરીકે ક્લાઇમેન્ટ ચેંજનો અલગ વિભાગ શરૂ કર્યો છે અને પ્રદુષણ ઘટાડવા, કાર્બન ક્રેડિટ મેળવવા, ઊર્જા સંચય અને સૂર્ય-પવન ઊર્જાના વિકાસ સહિત જે સફળ કાર્યક્રમો અમલમાં મૂકયા છે તેની વિસ્તૃત ભૂમિકા આપતા વિડીયો પ્રેઝન્ટેશનથી લોર્ડ મેઘનાદ દેસાઇ અને આઇડીયા ગ્લોબલના પદાધિકારીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ લોર્ડ મેઘનાદ દેસાઇએ ગુજરાતમાં ક્લાઇમેન્ટ ચેંજના ક્ષેત્રમાં પ્રોફેસનલ તજજ્ઞ સંસ્થા તરીકે ભાગીદાર બનવા માટેની કરેલી દરખાસ્તને આવકાર આપ્યો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સરકારના મહત્તમ કાર્બન ક્રેડિટ મેળવવા માટેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે શહેરી વિકાસ અને સુખાકારીમાં ગુણાત્મક પરિવર્તન લાવવા રાજ્યના ૫૦ શહેરોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ દ્વારા શહેરોને ગ્રીન એન્ડ ક્લીન સીટી બનાવવાના પાયલોટ પ્રોજેકટની રૂપરેખા આપી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોલસા આધારીત વીજ મથકોના ગેસ આધારીત વીજળી ઉત્પાદનનું રૂપાંતર કરવાના એનર્જી પ્રોજેક્ટ અને કલ્પસર પ્રોજેક્ટથી ભાવનગર-મુંબઇ વચ્ચે ૨૦૦ કિલોમીટર જેટલું અંતર ઘટવાના કારણે પરિવહન ક્ષેત્રે મહત્તમ કાર્બન ક્રેડિટ મળવાની છે તેનો અભ્યાસ હાથ ધરવામાં સહયોગ આપવા સૂચન કર્યુ હતું.

આ ઉપરાંત સોલાર એન્ડ વીન્ડ એનર્જી તથા ઓર્ગેનિક ફાર્મીંગના ક્ષેત્રે ગુજરાત કાર્બન ક્રેડિટ જ નહિં પણ માનવ-સુખાકારીમાં ગુણાત્મક પરિવર્તન લાવવા પહેલ કરી રહ્યું છે તેમાં સહભાગી થવા અને માનવ સંશાધન વિકાસ માટે પ્રોફેશનલ એજ્યુકેશનના ક્ષેત્રે રાજ્ય સરકાર આગળ વધવા ઉત્સુક છે તેનો નિર્દેશ આપ્યો હતો.

આ બેઠકમાં ક્લાઇમેન્ટ ચેંજ વિભાગના સચિવ શ્રી ડો. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી એ. કેે. શર્મા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોર્ડ મેઘનાદ દેસાઇ અને તેમની આઇડીયા ગ્લોબલ સંસ્થાના નિષ્ણાંતો રાજ્ય સરકાર સાથે ક્લાઇમેન્ટ ચેંજના ક્ષેત્રોના વિવિધ પર્યાવરણ ક્ષેત્રના પાસાઓમાં ભાગીદારી અંગે પરામર્શ કરશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Defence ministry inks Rs 2,312-crore deal with HALfor 8 Dornier aircraft for Coast Guard

Media Coverage

Defence ministry inks Rs 2,312-crore deal with HALfor 8 Dornier aircraft for Coast Guard
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ફેબ્રુઆરી 2026
February 12, 2026

Sustainable, Strong, and Global: India's 2026 Surge Under PM Modi's Transformative Leadership