મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે સંસ્કારધામ સંચાલિત લક્ષ્મણ જ્ઞાનપીઠ શાળાના વિદ્યાર્થીઓએ શુભેચ્છા મૂલાકાત લઇને રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી. લક્ષ્મણ જ્ઞાનપીઠમાં અભ્યાસ કરતા બાળકોએ ગુજરાતના વિકાસ અને શાળાના શિક્ષણ-સંસ્કાર વિષયક ખૂબ જ આત્મવિશ્વાસથી પ્રશ્નો પૂછયા હતા અને મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શુભકામના આપી હતી.