શેર
 
Comments

વડાપ્રધાનશ્રી જવાબ આપે

પાકિસ્તાનના એક મંત્રી હિન્દુસ્તાન આવીને મુંબઇના ર૬/૧૧ના આતંકવાદી  હુમલાને અયોધ્યા રામમંદિર સાથે સરખાવવાની હિંમત જ કેમ કરી શકે? કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં કોઇ દમ નથી કે આતંકવાદી હુમલાના ગૂનેગાર પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરતાં રોકે!

રાહુલ બાબા  ગુજરાતની જનતાનો ગુસ્સો કોંગ્રેસ સામે છે અને આ ગુસ્સો કોંગ્રેસને એવો તમાચો મારશે કે

ર૦મી ડિસેમ્બર કોંગ્રેસ ગુજરાતમાંથી ખોવાઇ જશે.

ડો. મનમોહનસિંહ ઃ સીધો જવાબ આપો કે સિરક્રીકની એક ઈંચ જમીનનો સોદો પાકિસ્તાન સાથે નહીં કરીએપાકિસ્તાનના ડેલીગેશન સાથે સિરક્રીકની ચર્ચા નહીં કરીએ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ઉત્તર ગુજરાતની ચૂંટણી સભાઓમાં પાકિસ્તાન ઉપર ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનો ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં કેમ દમ નથી કે પાકિસ્તાનના એક પ્રધાન રહેમાન મલિક હિન્દુસ્તાનની ધરતી ઉપર આવીને મુંબઇ ઉપર પાકિસ્તાને મોકલેલા આતંકવાદીઓના ર૬/૧૧ના હુમલાને અયોધ્યાના રામમંદિરની ઘટના સાથે સરખાવવાની હિંમત કરે? છતાં કેન્દ્રની મનમોહન સરકાર ચૂપ બેસી રહી છે! પાકિસ્તાનનું ડેલીગેશન આજે દિલ્હી આવ્યું છે અને સિરક્રીકનો સોદો કરવાના મૂદે ચર્ચા થવાની છે કે નહીં તે સ્પષ્ટ કરો. શા માટે દેશને અંધારામાં રાખો છો?  તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.

ભારતની આંતરિક બાબતોમાં વિપરીત ટીકા કરનારા પાકિસ્તાનના ડેલીગેશન પાસે માફી મંગાવશો એવી આક્રોશભરી માંગણી મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બીજા તબકકાના ચૂંટણી પ્રચારના આખરી દિવસે આક્રમકતાથી થરાદ, ધાનેરા, પાલનપુર, વિસનગર, પ્રાંતિજ અને મોડાસામાં જંગી જાહેરસભાઓમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારની પાકિસ્તાન અંગેના સંબંધોની નબળાઇ અને રાહુલ ગાંધીના કચ્છના પ્રવાસના મૂદઓ અંગે વેધક સવાલો ઉઠાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાહુલબાબા ગુજરાતની જનતાને તો એવો ગુસ્સો કોંગ્રેસ ઉપર છે અને આ ચૂંટણીમાં એવો તમાચો મારશે કે કોંગ્રેસને તમ્મર આવી જશે. વીસમી ડિસેમ્બરે કોંગ્રેસ ગુજરાતમાં કયાં ખોવાઇ ગઇ હશે તેનો પત્તો નહીં મળે!

Watch : Congress will be wiped out because of you (Rahul gandhi) only - CM's Election Meet at Palanpur

વડાપ્રધાન ડો. મનમોહનસિંહ સામે સિરક્રીકના મૂદે દેશની જનતાને વિશ્વાસમાં નહીં લેવાનો આક્ષેપ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ૧પ મી ડિસેમ્બરે પાકિસ્તાન સાથે સિરક્રીકના મૂદ્ે ચર્ચા થવાની છે તેની મેં પત્ર લખીને આગોતરી જાણ કરી હતી ત્યારે તમે મારી આ ચૂંટણીલક્ષી શરારત છે એમ કહી વાત ઉડાવી દીધી હતી, પરંતુ આજે ૧પમી ડિસેમ્બરે પાકિસ્તાનનાં મંત્રી સાથે ડેલીગેશન દિલ્હી આવી ગયું છે, એ વાસ્તવિકતા દેશની જનતા નજરે નિહાળે છે. તમે ગુજરાતની ચૂંટણીની આડમાં સિરક્રીકનો સોદો કરી લેવા માંગતા હતા, પરંતુ મેં આખા કારસાનો પરદો ખોલી નાંખ્યો છે તમારે ચૂંટણી રોકવી હોય તો રોકો પણ દેશની સુરક્ષા અને દેશના હિતમાં મને ચૂપ નહીં કરી શકો. તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

Watch : Can we give Gujarat's land to Pakistan? CM's Election Meet at Banaskantha

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસ વિકાસના મૂદ્ે ચૂંટણી લડી શકે એમ જ નથીગુજરાત વિશેનો કોઇ વિકાસપ્લાન તેના રાષ્ટ્રીય નેતાઓ પણ જનતા સમક્ષ મૂકી શકયા નથી. ગુજરાતની જનતાને વિકાસ જોઇએ છે. વિકાસના જૂઠ્ઠા વચનો નથી જોઇતા. તેમણે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રોથી ગુજરાતના ભવ્ય નિર્માણની રૂપરેખા આપી હતી.

Watch : Shri Modi addresses a gathering in Prantij, Sabarkantha

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Whom did PM Modi call on his birthday? Know why the person on the call said,

Media Coverage

Whom did PM Modi call on his birthday? Know why the person on the call said, "You still haven't changed"
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 સપ્ટેમ્બર 2021
September 19, 2021
શેર
 
Comments

Citizens along with PM Narendra Modi expressed their gratitude towards selfless contribution made by medical fraternity in fighting COVID 19

India’s recovery looks brighter during these unprecedented times under PM Modi's leadership –