મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિઘાર્થીઓને ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને ધોરણ-૧ર (એચ.એસ.સી.) પછીના કારકિર્દીના વિકલ્પોનું માર્ગદર્શન અને અવસરોની માહિતી આપતી શિક્ષણ વિભાગની બે પુસ્તિકાઓ તેમજ ગુજરાત રોજગાર સમાચાર-કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકઃર૦૧૦ (ધોરણ-૧ર પછી મળતા વિકલ્પો)નું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ, શિક્ષણના અગ્રસચિવશ્રી હસમુખ અઢિયા તથા કમિશ્નર ઓફ સ્કુલ્સ શ્રી સી. વી. સોમ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત જેવા વિકાસની હરણફાળ ભરી રહેલા પ્રગતિશીલ રાજ્યના માધ્યમિક શિક્ષણની જાહેર પરીક્ષાઓના ઉતિર્ણ વિઘાર્થીઓને વ્યવસાયી કારકિર્દીની પસંદગીની યોગ્ય તકો અને માર્ગદર્શન મળે તે માટે આ પ્રકાશનોને ઉપકારક ગણાવ્યા હતા અને શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપર મૂકવાનું પ્રેરક સૂચન કર્યું હતું.


