મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની વિકાસયાત્રામાં વિશેષ સીમાચિન્હ અંકિત કરતા રાજ્ય સરકારના ઇન્વેસ્ટર્સ ફેસીલીટેશન વેબસાઇટ પોર્ટલ અને જીઆઇએસ બેઇઝડ ઇન્વેસ્ટર્સ સપોર્ટ સીસ્ટમ મેન્યુઅલ લોન્ચ કર્યા હતા.
પાંચમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૧૧ની પૂર્વતૈયારીના ભાગરૂપે ગુજરાતમાં વિશ્વભરના રોકાણકારોને ઓનલાઇન સિંગલ વિન્ડો ફેસીલીટી-સુવિધા માટે આ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે જ્યારે ઇન્વેસ્ટર્સ સપોર્ટ સીસ્ટમ રાજ્ય સરકાર સંચાલિત ઇન્ડેક્ષ્ટ-બી અને બિસાગના સંયુકત સહયોગ ઞ્ત્લ્ આધારિત મેન્યુઅલ શરૂ થતાં, ગુજરાતમાં કોઇપણ ઔઘોગિક કે માળખાકીય પ્રોજેકટમાં મૂડીરોકાણ કરવા ઇચ્છતા રોકાણકારોને વૈજ્ઞાનિક પધ્ધતિએ જમીનની યોગ્ય પસંદગી, આંતરમાળખાકીય સુવિધાઓની વિગતો ઉપલબ્ધ કરશે. વિશ્વનો કોઇપણ રોકાણકાર તેની દરખાસ્તની પ્રક્રિયા અને પ્રગતિના વિવિધ તબકકાઓની જાણકારી આ સિંગલ વિન્ડો વેબસાઇટ પોર્ટલ ઉપરથી ઓનલાઇન મેળવી શકશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના ઔઘોગિક વિકાસ અને આર્થિક પ્રગતિમાં આ બંને સુવિધાઓ શરૂ કરીને ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટેની ઉત્કૃષ્ઠ સુવિધા આધુનિક ટેકનોલોજીના વિનિયોગથી પૂરી પાડવાની પહેલ ગુજરાત સરકારે કરી છે.
ઇન્વેસ્ટર્સ ફેસીલીટેશન વેબસાઇટ-પોર્ટલ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા તૈયાર થઇ છે અને ઇન્ડેક્ષ્ટ-બી સાથે તેને સંલગ્ન કરીને ગુજરાતમાં મૂડીરોકાણની તકો, ઔઘોગિક નીતિઓ અને માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધી તથા પ્રોજેકટ પ્રોફાઇલ્સ પસંદગીની સવલતો પૂરી પાડશે, જ્યારે જીઆઇએસ બેઇઝ ઇન્વેસ્ટર્સ સપોર્ટ સીસ્ટમ જમીનની પસંદગી તથા માળખાકીય સવલતોની વૈજ્ઞાનિક વિગતો ઉપલબ્ધ કરશે.
આ પ્રસંગે ઉઘોગ રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, ઉઘોગના અગ્રસચિવશ્રી મહેશ્વર શાહુ, ઇન્ડેક્ષ્ટ-બી ના ચેરમેન અને ઉઘોગ કમિશ્નરશ્રી બી. બી. સ્વેન, જી.આઇ.ડી.બી.ના મેનેજિંગ ડિરેકટરશ્રી શ્રી એ. કે. શર્મા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.


