શેર
 
Comments

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાત કેન્‍સર સોસાયટી સંચાલિત આધુનિકત્તમ જી.સી.એસ. મેડીકલ કોલેજ, હોસ્‍પિટલ અને રીસર્ચ સેન્‍ટર આજે નરોડામાં જનતાને સમર્પિત કરતાં અમદાવાદની સિવીલ હોસ્‍પિટલના આધુનિકરણનો વિશાળ મહત્‍વાકાંક્ષી પ્રોજેકટ રૂ. 1000 કરોડના ખર્ચે ઝડપથી સંપન્ન કરીને ગરીબોની આરોગ્‍ય સેવા માટે સમર્પિત કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

જાહેર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને જનસહયોગથી જાહેર આરોગ્‍ય સેવાઓનું ઉત્તમ સંકુલ ગુજરાત કેન્‍સર સોસાયટી દ્વારા રપ એકરમાં નિર્માણ પામ્‍યું છે અને પ્રથમ તબક્કે આ હોસ્‍પિટલમાં 300 પથારીઓની ક્ષમતા સાથે 1000 પથારીઓની આધુનિક હોસ્‍પિટલ સહિતની મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્‍ટર ગુજરાતની આરોગ્‍ય સેવાઓનું એક પ્રેરક સીમાચિન્‍હ છે.

આ પ્રસંગે મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે 14 દાતાઓનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું. ગુજરાતની પબ્‍લિક હોસ્‍પિટલોમાં પ્રથમ એવું પી.ઇ.ટી. સીટી સ્‍કેનનું પણ મુખ્‍ય મંત્રીશ્રીએ ઉદ્દઘાટન કર્યું હતું.

જીસીએસના સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં આટલું વિશાળતમ આરોગ્‍ય સેવા સંકુલ કાર્યરત કરવા માટે સૌ સહયોગીઓને અભિનંદન આપતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વિશ્વના સૌથી યુવા દેશ તરીકે ભારતની 6પ ટકા વસ્‍તી યુવાશક્‍તિ છે અને આજથી ત્રીસેક વર્ષ પહેલાં યુવા ભારતના આ સામર્થ્‍યની ચિંતા થઇ હોત તો આજે આ દેશની યુવાશક્‍તિ વિશ્વમાં સર્વોપરી હોત, પરંતુ કમનસીબે એમ નથી થયું અને હવે ર1મી સદી હિન્‍દુસ્‍તાનની સદી બને તે માટે યુવાશક્‍તિના સામર્થ્‍યને પ્રોત્‍સાહન આપવું પડશે. ગુજરાતે આ દિશામાં યુવાશક્‍તિને પ્રેરિત કરી માનવસંસાધન વિકાસમાં મેડીકલ કોલેજોની બેઠકોની સંખ્‍યા છેલ્લા એક જ દશકામાં અગાઉના 40 વર્ષમાં હતી તેના કરતાં પણ વધારે બેઠકોનો ઉમેરો કર્યો છે. આના પરિણામે ગુજરાતના યુવાનો અને તેના પરિવારોના દર વર્ષે અબજો રૂપિયા ગુજરાત બહાર અભ્‍યાસ માટે વહી જતા હતા તેવી સ્‍થિતિનો રાજ્‍ય સરકારના હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્‍ટના વ્‍યૂહથી અંત આવ્‍યો છે.

ગુજરાતના દરેક જિલ્લામાં એક મેડીકલ કોલેજ શરૂ કરવાનો નિર્ધાર વ્‍યકત કરતાં મુખ્‍ય મંત્રીશ્રીએ નર્સિંગ અને પેરામેડિકલ સહિત સમગ્રતયા આરોગ્‍ય સેવા સ્‍વાસ્‍થ્‍યનું સશક્‍તિકરણ અને આધુનિકરણની રૂપરેખા આપી હતી.

જીનેટીક સાયન્‍સથી લાઇફ સાયન્‍સ સુધીની આરોગ્‍ય સેવાઓમાં ગુજરાત વૈશ્વિક કક્ષાની સવલતો સાથે હેલ્‍થ ટુરિઝમની દિશામાં પણ આગળ વધે તે ક્ષેત્રે પણ ગુજરાત સરકાર પ્રયાસ કરી રહી છે, તેમ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું હતું.

ગુજરાતમાં પબ્‍લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી હેલ્‍થકેરનું મેનેજમેન્‍ટ એ સમાજશક્‍તિનું પરિચાયક છે એમ તેમણે દાતાઓને અભિનંદન આપતાં જણાવ્‍યું હતું અને આરોગ્‍ય ક્ષેત્રે એકમાત્ર ગુજરાતે જ પી.પી.પી. (પબ્‍લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડેલ પુરું પાડયું છે એની ભૂમિકા સાથે ચિરંજીવી યોજના, 108 ઇએમઆરઆઇ વિરલ સફળતા સાથે આપી હતી.

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્‍યાસે જનસહયોગથી જનઆરોગ્‍ય સેવાના નવતર પ્રકલ્‍પને બિરદાવતાં પ્રાસંગિક સંબોધનમાં જણાવ્‍યું કે, મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના દૃષ્‍ટિવંત નેતૃત્‍વમાં ગુજરાતે માનવવિકાસ સૂચકાંકને શ્રેષ્‍ઠતાએ લઇ જવા આરોગ્‍ય સેવાઓના ફલકને વ્‍યાપક બનાવવાનો સેવાયજ્ઞ આદર્યો છે, એટલું જ નહિં રાજ્‍યમાં તબીબી શિક્ષણની સવલતો વિશેષ પ્રમાણમાં ઉપલબ્‍ધ કરાવીને રાજ્‍યના તેજસ્‍વી અને પ્રતિભાવંત વિદ્યાર્થીઓને ઊંચા ડોનેશન આપી અન્‍ય રાજ્‍યોમાં તબીબી શિક્ષણ મેળવવા જવું ન પડે તેવી સુદૃઢ વ્‍યવસ્‍થા પણ ઊભી કરી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્‍યમાં 1000 કરતાં પણ વધુ બેઠકો તબીબી શિક્ષણ કોલેજોમાં ઊભી કરવા સહિત સુપરસ્‍પેશિયાલીટીની સુવિધાઓ, નર્સિંગ એજ્‍યુકેશન અને પેરામેડિકલ શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતે હાંસલ કરેલી સિદ્ધિઓની ભૂમિકા પણ તેમણે આપી હતી.

પ્રારંભમાં ગુજરાત કેન્‍સર સોસાયટીના ચેરમેન શ્રી પંકજ પટેલે સ્‍વાગત પ્રવચનમાં રાજ્‍યના સામાન્‍ય માનવીને ઉત્તમ અને અદ્યતન સારવાર પરવડે તેવા ઉદ્દેશથી આ સંકુલનું નિર્માણ થયું છે અને તબીબી શિક્ષણ સંશોધન ક્ષેત્રને રાજ્‍ય સરકારના પ્રોત્‍સાહનના ફળ રૂપે નવી તબીબી કોલેજ શરૂ થઇ રહી છે તેનો હર્ષ વ્‍યક્‍ત કર્યો હતો.

ગુજરાત કેન્‍સર સોસાયટીને રૂ. 1 કરોડથી વધુ દાન આપનાર જુદા જુદા 14 દાતાઓનું મુખ્‍યમંત્રીશ્રીના વરદહસ્‍તે સન્‍માનપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્‍યું હતું. કેન્‍સર સોસાયટી દ્વારા તેની સ્‍વર્ણિમ જયંતિની ઉજ્‍વણી પ્રસંગે પ્રકાશિત કરવામાં આવેલ કોફીટેબલ બૂક ફીફટી યર ઓફ કેન્‍સર કેરનું વિમોચન મુખ્‍યમંત્રીશ્રીએ કર્યું હતું.

આરોગ્‍ય પરિવાર કલ્‍યાણ વિભાગના અગ્રસચિવ શ્રી રાજેશ કિશોર, ગુજરાત કેન્‍સર સોસાયટીના નિયામક શિરિન શુક્‍લ સહિત નિયામક મંડળના હોદ્દેદારો, દાતાઓ તથા મેડીકલ કોલેજના ફેકલ્‍ટી તબીબો, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Cumulative vaccinations in India cross 18.21 crore

Media Coverage

Cumulative vaccinations in India cross 18.21 crore
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 મે 2021
May 16, 2021
શેર
 
Comments

Prime Minister Narendra Modi reviewed preparations to deal with the impending Cyclone Tauktae

PM Modi’s governance – Sabka Saath Sabka Vikas