ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ, તા.૬ જુલાઇ-ર૦૧૩ના રોજ શનિવારે સાંજે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાનેથી ઓડિયો બ્રીજ કોમ્યુનિકેશન ટેકનોલોજીના માધ્યમથી બિહારના ૧પ૦૦ જેટલા વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઓડિયો બ્રીજ દ્વારા બિહારના કાર્યકર્તાઓ સાથેની આ વાતચીત ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે નથી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં યોજાયેલી તાજેતરની વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણીઓમાં ઓડિયો બ્રીજના કાર્યક્રમનો સફળ વિનિયોગ કર્યો હતો અને ભાજપાના કાર્યકર્તાઓ સાથે મોબાઇલ ફોનથી વાતો કરી હતી. તેનાથી પ્રેરાઇને બિહારના વરિષ્ઠ કાર્યકર્તાઓએ ઓડિયો બ્રીજ દ્વારા મુખ્યમંત્રીશ્રીની સાથે સંવાદ કરવા વિનંતી કરી હતી જે મુખ્યમંત્રીશ્રીએ સ્વીકારી છે.


