મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહ સમક્ષ સરદાર સરોવર નર્મદા પ્રોજેકટ માટે કેન્દ્રીય આયોજન પંચ દ્વારા સંવર્ધિત મૂડીરોકાણ (Revised Investment Clearance)ની મંજૂરી વહેલીતકે મળે તેવી રજૂઆત કરી છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડો. મનમોહનસિંહને દિલ્હીમાં સોમવારે મોડી સાંજે રૂબરૂમાં આ અંગેનો પત્ર આપ્યો હતો જેમાં ભારતના આયોજન પંચે ઓકટોબર ૧૯૮૮માં જ્યારે પ્રોજેકટનો ખર્ચ રૂા. ૬૪૦૬ કરોડ અંદાજવામાં આવ્યો હતો ત્યારે તે સંદર્ભમાં (Investment Clearance) મૂડીરોકાણ મંજૂરી આપી હતી. ત્યારબાદ સરદાર સરોવર પ્રોજેકટ અનેકવિધ કાનૂની ગૂંચો અને વિવાદોમાં અટવાઇ ગયો હતો અને વાસ્તવિક રીતે તેના બાંધકામનું કાર્ય તો ર૦૦૦ના વર્ષથી શરૂ થયેલું, ત્યારબાદ અવિરત પુરૂષાર્થ દ્વારા ૪પ૯ કી.મી.ની મુખ્ય કેનાલ સંપૂર્ણ કાર્યરત કરીને રાજસ્થાન સુધી પાણી પહોંચાડયું છે, એટલું જ નહીં પ્રોજેકટ અત્યંત ઝડપથી ગતિશીલ રીતે આગળ વધે અને બાકીનું બધું જ કાર્ય સમયબધ્ધ રીતે પુરૂં થાય તેવા વિશ્વાસ સાથે પ્રોજકેટ આગળ વધતો જ રહ્યો છે.

આ સંદર્ભમાં, જ્યારે સરદાર સરોવર પ્રોજેકટ માટેની કેન્દ્રીય જળસંસાધન મંત્રાલયની ટેકનીકલ સલાહકાર સમિતિએ તા. ૧૧મી માર્ચ-ર૦૧૦ના રોજ પ્રોજેકટનો સુધારેલો ખર્ચ અંદાજ (સને ર૦૦૮-૦૯ની ભાવ સપાટીના ધોરણે) હવે રૂા. ૩૯ર૪૦.૪પ કરોડ નિધાર્યો છે અને તે માટેની ભલામણ પણ કેન્દ્રીય આયોજન પંચને કરી દીધી છે એની વિગતો આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારનું આયોજન પંચ સરદાર સરોવર પ્રોજેકટની સંવર્ધિત મૂડીરોકાણની મંજૂરી (Revised Investment Clearance) વહેલીતકે આપે એ આવશ્યક છે. આના અભાવે આ પ્રોજેકટ માટે એકસેલરેટેડ ઇરીગેશન બેનીફીટ સ્કીમ (AIBP) અને કેન્દ્ર પુરસ્કૃત કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની સહાયનો લાભ મળતો નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Net GST rises 7.3% in April; gross collections hit record ₹2.43 trillion

Media Coverage

Net GST rises 7.3% in April; gross collections hit record ₹2.43 trillion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister wishes for the speedy recovery of Shri Ajay Rai
May 02, 2026

Prime Minister Shri Narendra Modi has wished for the speedy recovery of Shri Ajay Rai.

The Prime Minister stated that he received the news of Shri Ajay Rai being unwell and wished for him to get well at the earliest.

The Prime Minister posted on X:

"उत्तर प्रदेश कांग्रेस अध्यक्ष अजय राय जी के अस्वस्थ होने का समाचार प्राप्त हुआ है। मैं उनके जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं।"