પ્રો. જગદીશ શેઠની ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના વિકાસવિઝન સાથે નિકટતા ધરાવતી વ્યૂહરચના
વિશ્વખ્યાત પ્રો. જગદીશ શેઠનું હાર્દરૂપ પ્રવચન
ગુજરાત કઇ રીતે ગ્લોબલ બિઝનેસ ડેસ્ટીનેશન બને ?
ગુજરાત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પોતાનું નિર્ણાયક સ્થાન લે એવી બધી જ ક્ષમતા - સંભાવના છે : નરેન્દ્રભાઈ મોદી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નિર્ધારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થકારણમાં ગુજરાત પોતાનું નિર્ણાયક સ્થાન લઇ શકે એવી બધી જ ક્ષમતા આપણામાં છે. આપણે ગુજરાતની બ્રાન્ડ ઇમેજ મેઇડ ઇન ગુજરાતની ઓળખ ઉભી કરીશું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટર૦૧૩ ના ભાગરૂપે મહાત્મા મંદિરમાં નિષ્ણાંત પ્રવચનોની વ્યાખ્યાન શ્રેણીમાં આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રા પ્રો. જગદીશ શેઠના હાર્દરૂપ પ્રવચનનું સમાપન મુખ્ય મંત્રીશ્રી કરી રહ્યા હતા.
પ્રો. જગદીશ શેઠે ગુજરાત ગ્લોબલ બિઝનેસ ડેસ્ટીનેશન કઇ રીતે બને તેની વ્યૂહાત્મક ક્ષમતાના આઠ મુદ્દા પ્રસ્તુત કર્યા હતા. સ્પર્ધાત્મક વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ગુજરાત પાસે ચાર સ્પર્ધાત્મક પ્લસપોઇન્ટ છે તેની ભૂમિકા આપતાં પ્રો. જગદીશ શેઠે જણાવ્યું કે, ગુજરાત પાસે સંસાધન Resources, વ્યૂહાત્મક ભૂમિ - (Location), ગુજરાતી એન્ટરપ્રિનિયોરશીપ અને નેતૃત્વ (લીડરશીપ)ની આગવી ક્ષમતાના એડવાન્ટેજ પોઇન્ટ છે.




