મુખ્ય મંત્રીશ્રીએ ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આજે વિશ્વ ટેનીસ સંગઠન વર્લ્ડ ટેનિસ એસોસિયેશન દ્વારા શ્રેષ્ઠત્તમ ખેલાડીઓમાં સ્થાન પામેલી ગુજરાતની ટેનિસ પ્લેયર અંકિતા રૈનાએ ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. વુમેન્સ ફેડરેશન કપ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાતની આ પ્રતિભાવંન ટેનીસ ખેલાડી અંકિતા રૈનાને મુખ્ય મંત્રીશ્રીએ ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્ય સરકાર દ્વારા જુનિયર એકલવ્ય એવોર્ડ તથા ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવી ચુકેલી અંકિતાએ રમતગમત મંત્રી શ્રી રમણલાલ વોરાની મુલાકાત લઇને તેમની શુભકામનાઓ પણ મેળવી હતી.