કથાકાર રમેશ ઓઝા ભાઇજીની  જન્મભૂમિ દેવકામાં દિવ્ય દેવકા વિઘાપીઠનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના દરિયાકાંઠે જાજરમાન નવા ગુજરાતનું નિર્માણ થઇ રહ્યું છે

ઉત્તમ શિક્ષણનો વિકાસ આવતીકાલના ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય છે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રના સાગરકાંઠે રાજૂલા નજીક દેવકામાં શ્રી રમેશભાઇ ઓઝા-શ્નભાઇશ્રીઙ્ખ સ્થાપિત દેવકા વિઘાપીઠનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે આવતીકાલના નવા જાજરમાન ગુજરાતનું નિર્માણ (ન્યુ ગુજરાત વિધઇન ગુજરાત) સાગરકાંઠે જ થવાનું છે અને ગુજરાતનો ૧૬૦૦ કી.મી. દરિયા કિનારો હિન્દુસ્તાનની સમૃધ્ધિનું પ્રવેશદ્વાર બની જવાનો છે ત્યારે દેવકા વિઘાપીઠના ભારતીય સંસ્કૃતિ આધારિત શિક્ષણનું મહત્વ કેટલું વધી જશે, તે આજે ધણા સમજી શકવાના નથી.

દેવકાની આ ધરતી ઉપર શ્રી રમેશ ઓઝા ભાઇશ્રી ઉછરીને મોટા થયા અને આ જન્મભૂમિનું ઙ્ગણ ચૂકવવા ૪૦ વિધા જમીન ઉપર, દાતાઓના સહયોગથી ભારતીય ઙ્ગષિ-ગુરૂકુળ કેળવણીની પરંપરાને આત્મસાત કરવા દેવકા વિઘાપીઠનું નિર્માણ થયું છે.

આજના અવસરે, શ્રીમદ ભાગવત્‍ મહોત્સવ પણ યોજાઇ રહ્યો છે અને વ્યાસપીઠ ઉપર બિરાજમાન પ્રસિધ્ધ કથાકાર શ્રી રમેશ ઓઝા શ્નભાઇશ્રીઙ્ખ ના આશીર્વાદ મેળવીને મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે માણસ ગમે તેવો મોટો થાય, લખલૂટ માન-મોભો મરતબો, પ્રતિષ્ઠા મેળવે પણ પોતાના વતનની ધરા ઉપર આ ભાગવત સપ્તાહ અને દેવકા વિઘાપીઠની દિવ્યતાનું નિર્માણ કરીને તેમણે જીવનની વિરલ ક્ષણનો સાક્ષાત્કાર કર્યો છે. ભીતરમાં દિવ્યતા હોય તો જ આવા ભવ્ય વિઘાધામનું સર્જન સંભવે એમ પણ તેમણે જણાવ્યું હતું અને આવા દિવ્ય વિચારને મૂર્તિમંત કરવામાં તેમને દાતા-સખાવતીનો જે સહયોગ મળ્યો છે તે માટે અભિનંદન આપ્યા હતા.

શિક્ષણ જ સમાજ અને રાષ્ટ્રની સર્વાંગી પ્રગતિનો આધાર છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આપણા ઙ્ગષિ-મુનિઓએ ગુરૂકુળ-શિક્ષણની જે મહાન પરંપરા પ્રસ્થાપિત કરી છે તેની ભૂમિકા આપી હતી અને એમ પણ જણાવ્યું હતું કે આઝાદીના મરજીવા એવા દેશભકતો માટે સશસ્ત્ર ક્રાંતિસંગ્રામના પ્રણેતા સ્વ. શ્યામજી કૃષ્ણવર્માએ પણ શિક્ષણની સંસ્થા ઉભી કરવાનો વિચાર આપેલો અને મહાત્મા ગાંધીજીએ પણ અંગ્રેજોની માયા-છાયાથી મૂકત અને અંગ્રેજોના વિચાર-પ્રભાવથી મૂકત એવા દેશભકિત અને પાયાની કેળવણીના આચાર-વિચાર સાથે આઝાદીના લડવૈયા માટે શ્નગુજરાત વિઘાપીઠઙ્ખ ની રચના કરી હતી. શ્રી રમેશ ઓઝા ભાઇશ્રીએ પણ દેવકા વિઘાપીઠના નિર્માણ માટે ભારતીય સંસ્કૃતિનો શિક્ષણ સંકલ્પ કરેલો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની વિકાસયાત્રામાં શિક્ષણ અને માનવ સંસાધન વિકાસને આપેલા મહત્વની રૂપરેખા આપતા જણાવ્યું કે તેમને મન મુખ્યમંત્રીના શપથવિધિ કરતા પણ અનેરો આનંદ અને મહિમા રાજ્યના ગરીબ પરિવારનું ભૂલકું કે દિકરી શાળામાં પ્રવેશ મેળવે તે છે. કન્યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્સવના સફળ આયોજનોએ શિક્ષણ સમાજજીવનમાં કેવા બદલાવ લાવી શકે તેની પ્રેરણા આપી છે એમ તેમણે જણાવ્યું હતું.

રમેશ શ્નભાઇશ્રીઙ્ખ એ દેવકા વિઘાપીઠના વિશાળ નિર્માણ પાછળ એમનો સંકલ્પ અને દાતાશ્રીઓના સહયોગમાં આસપાસના બધા ગામોની જનતાનો પ્રેમ જોડાયેલો છે. દિકરા-દિકરી સંસ્કારી બને, ભણી-ગણીને જીવન સફળ બનાવે, દેશની સેવા કરે એ માટે આર્થિક વિકાસ સાથે શિક્ષણનો વિકાસ અનિવાર્ય છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતના વિકાસમાં મુખ્યમંત્રીશ્રીનું યશસ્વી નેતૃત્વ, દેશની સેવા માટે પણ મળતું રહે એવા આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે સાંદિપની ટ્રસ્ટના પદાધિકારીઓ, સંતો-મહંતો, દાતા પરિવારો તથા ભાગવત સપ્તાહમાં રસપાન કરવા વિશાળ ભાવિક-ભકતો અને પરિવારો ઉપસ્થિત હતા

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 ડિસેમ્બર 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions