મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હી વડી અદાલતની સામે આજે થયેલા આતંકવાદી બોમ્બવિસ્ફોટની ધટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યું છે કે હિન્દુસ્તાનની ધરતીને માનવતા વિરોધી આતંકવાદીઓ રકતરંજિત કરવા સતત પ્રયત્નો કરે છે, ત્યારે આ દેશના નેતૃત્વ પાસે સમગ્ર ભારતવાસીઓ કઠોરતમ કદમની જ અપેક્ષા કરે છે. આ દેશ આતંકવાદી ધટનાઓ અંગે વચનોથી તંગ આવી ગયો છે, દાવાઓથી ઉબાઇ ગયો છે, ત્યારે દેશનું નેતૃત્વ કઠોર પગલાં લઇને આતંકવાદને ખતમ કરવા માટેનો દેશવાસીઓને વિશ્વાસ પૂરો પાડે તે સમયની આવશ્યકતા છે, એમ તેમણે જણાવ્યું હતું.

દિલ્હીની બોમ્બ વિસ્ફોટની ધટનાનો ભોગ બનેલા ઇજાગ્રસ્તો અને મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આતંકવાદી કૃત્યોથી વારંવાર કયાં સુધી નિર્દોષોનું લોહી આ દેશમાં વહેતું રહેશે? આતંકવાદ સામેની આ લડાઇ રાજનીતિ નહીં, પણ રાષ્ટ્રનીતિ સાથે જોડાયેલી છે અને તે માટે દેશનાં નેતૃત્વએ નીતિ સાફ અને ઇરાદા સ્પષ્ટ રાખીને હિન્દુસ્તાનની ધરતી ઉપરથી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા કૃતસંકલ્પ બનવું પડશે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દિલ્હી હાઇકોર્ટ સામે આતંકવાદીઓનો આ બીજો હુમલો છે. પહેલા આતંકવાદી હુમલામાં સદ્‍નસિબે બચી ગયા હતા, પરંતુ તેની પાછળ આતંકવાદી હિંસાનો કેટલો ભયાનક કારસો હતો તેનો અંદાજ આજના બોમ્બ વિસ્ફોટની ધટનાએ આપી દીધો છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે જ્યારે જ્યારે દેશમાં આતંકવાદી ધટના બને છે ત્યારે થોડો સમય આક્રોશ વ્યકત થાય છે, પરંતુ વારંવાર આતંકવાદનો ભોગ બનતા આ દેશમાં આતંકવાદ સામે કેમ લડવું અને આતંકવાદને કઇ રીતે નેસ્તનાબૂદ કરવો, દેશમાં નિર્દોષ નાગરિકોની આતંકવાદ સામે કઇ રીતે રક્ષા કરવી તે બાબતમાં આપણે દુનિયાના બીજા દેશો પાસેથી એ શીખવાની જરૂર છે કે જેમણે પોતાના દેશમાં આતંકવાદની એક ધટના પછી બીજી આતંકવાદી ધટના થવા દીધી નથી!

આપણા દેશમાં પણ આતંકવાદથી નિર્દોષોનું લોહી વહે નહીં તે માટેના કૃતસંકલ્પ એવા કઠોર પગલાની અપેક્ષા જનતા દેશના નેતૃત્વ પાસે રાખે છે. મુખ્યમંત્રીશ્રીએ ભારતની ધરતી ઉપરથી આતંકવાદની જડોને નેસ્તનાબૂદ કરવા માટે રાજનીતિથી ઉપર ઉઠીને રાષ્ટ્રનીતિ તરીકે સંપૂર્ણ એકતાની તાકાતથી કૃતસંકલ્પ બનવા ઉપર ભાર મૂકયો હતો.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From school to PG, girls now outnumber boys

Media Coverage

From school to PG, girls now outnumber boys
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 મે 2026
May 01, 2026

From Stolen Treasures to Smart Trains: PM Modi’s Blueprint for a Proud, Connected, Self-Reliant India