"Gujarat Government to go ahead with ‘ Clean City Pilot Project’ in 50 towns in State, besides Twin-City, Satellite and ‘Rurban’ centres – Narendra Modi"

ગુજરાતમાં ૫૦ કલીન સીટીનો પાઇલોટ પ્રોજેકટ ટવીન સીટી અને સેટેલાઇટ ટાઉનશીપ વિકસશે

 શહેરી વિકાસના દ્રષ્‍ટિવંત આયોજનના અમલ માટે રાજકીય ઇચ્‍છાશકિત જ પરિણામો લાવી શકશે

સેપ્‍ટ યુનિવર્સિટીમાં ‘‘ભારતની શહેરી માળખાકીય સુવિધાઓ અને સેવાઓ'' વિષયક સેમિનાર સંપન્ન

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દેશના ૫૦૦ શહેરોને પર્યાવરણલક્ષી શહેરી વિકાસના કલીન સીટી મોડેલ તરીકે વિકસાવવા ભારત સરકારને અનુરોધ કર્યો છે.

અમદાવાદની C.E.P.T. યુનિવર્સિટીના ઉપક્રમે શહેરી માળખાકીય સુવિધાઓ અને સેવાઓ વિષયક યોજાયેલા સંવાદ સેમિનારનું સમાપન કરતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, કેન્‍દ્ર સરકાર સમક્ષ તેમણે ૫૦૦ શહેરોમાં સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અને વેસ્‍ટ વોટર ટ્રીટમેન્‍ટ મેનેજમેન્‍ટ માટેના રેવન્‍યુ મોડેલની વિગતવાર પ્રોજેકટ પ્રોફાઇલ્‍સ બે વર્ષ પહેલા રજૂ કરી છે. જેને કેન્‍દ્ર સરકારના આયોજન નિષ્‍ણાંતોએ આર્થિક રીતે સક્ષમ ગણાવી પણ છે પરંતુ આ દિશામાં કોઇ નિર્ણાયક પ્રગતિ થઇ નથી. ભારત સરકાર આ પ્રોજેકટ હાથ ઘરે કે ઘરે પણ ગુજરાત સરકાર રાજયના ૫૦ શહેરોને કલીન સીટીમાં રૂપાંતરીત કરવાનો પાઇલોટ પ્રોજેકટ કાર્યાન્‍વિત કરશે.

ભારત સરકારે ‘‘ભારતની શહેરી માળખાકીય સુવિધાઓ અને સેવાઓ'' વિષયક અભ્‍યાસ અહેવાલ તૈયાર કરવા માટે ર્ડા. ઇશર જે આહલુવાલિયાના અધ્‍યક્ષસ્‍થાને નિમેલી ઉચ્‍ચસતાની સમિતિએ આજે ગુજરાત સરકાર અને રાજયના શહેરી વિકાસ સંલગ્ન નિષ્‍ણાંતો સમક્ષ અહેવાલ પ્રસ્‍તુત કર્યો હતો. ભારતમાં ગુજરાતનો શહેરી વિકાસ, તંદુરસ્‍ત અને સુધારાલક્ષી નીતિઓથી અગ્રેસર રહ્યો છે તેવા ર્ડા. અહલુવાલીયાએ કરેલા નિરીક્ષણને આવકારતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, ભારતમાં શહેરી વિકાસનું ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યું તેના કારણે શહેરીકરણ સમસ્‍યાગ્રસ્‍ત બન્‍યુ છે.

હવે JNNURMના કારણે શહેરી વિકાસ ઉપર ધ્‍યાન કેન્‍દ્રીત થયું છે પરંતુ વર્તમાન શહેરી વિકાસની સમસ્‍યાઓનો ઉકેલ લાવવા તથા ભવિષ્‍યના શહેરી વિકાસના આયોજનનો દૃષ્‍ટિવંત વ્‍યૂહ અપનાવવા માટેની રાજકીય ઇચ્‍છાશકિતનો અભાવ ધાર્યા પરિણામો લાવી શકશે નહીં. આ સંદર્ભમાં મુખ્‍ય મંત્રીશ્રીએ રાજયની વર્તમાન સરકારે શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ-બંને માટેનો સંતુલિત વ્‍યૂહ અપનાવીને સમસ્‍યાઓ ઉકેલી છે.

શહેરો અને ગામડાના વિકાસ વચ્‍ચેના અંતરને ધટાડવા માટે રર્બન પ્રોજેકટનો નવતર ખ્‍યાલ રજૂ કરતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે રાજયના ૮૫ ગામો જે ભવિષ્‍યમાં શહેરોના રૂપ લઇ શકે તેવા છે ત્‍યાં ‘‘આત્‍મા ગામ સંસ્‍કૃતિનો અકબંધ રાખીને શહેરી સુવિધાજનક વ્‍યવસ્‍થાઓ'' ઉપલબ્‍ધ કરાશે આવા પરિણામે ગ્રામ વસતિની શહેરો ભણી સ્‍થળાંતરની દોડ અટકી જશે જયોતિગ્રામ યોજના દ્વારા ખેતી અને ઘરવપરાશ માટે રૂરલ પાવર ફીડર અલગ કરીને ૧૮૦૦૦ ગામોમાં વીજળીની નિરંતર સુવિધા ઉપલબ્‍ધ થતા ગ્રામજીવનમાં ગુણાત્‍મક બદલાવ આવ્‍યો અને ૩૩ ટકા ગ્રામ વસતિના સ્‍થળાંતરનો ધટાડો થઇ શકયો છે. ગુજરાતની બધી જ ગ્રામ પંચાયતોમાં આઇટી બ્રોડબેન્‍ડ કનેકટીવિટીની સગવડોએ શિક્ષણ-આરોગ્‍ય સેવાઓમાં ગુણવતા સુધારી છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

મુખ્‍ય મંત્રીશ્રીએ ભારત સરકારને ‘‘શ્રમ'' (Labour)નો વિષય રાજયને સુપરત કરી દેવાની હિમાયત કરતા જણાવ્‍યું કે પ્રગતિશીલ શ્રમ કાનૂન રાજયો જ કારગત રીતે બનાવી શકશે. ગુજરાત ઔધોગિક વિકાસમાં અગ્રેસર છે, છતાં સુમેળભર્યા ઔદ્યોગિક સંબંધોને કારણે ઉદ્યોગોમાં માનવદિન ધટાડો શૂન્‍ય સપાટી પર રહ્યો છે. મુખ્‍ય મંત્રીશ્રીએ શહેરી સુશાસનતંત્ર માટે પ્રશિક્ષિત માનવ સંસાધન વિકાસની જરૂર ઉપર ભાર મૂકયો હતો. તેમણે અર્બન ડેવલપમેન્‍ટની સાથે અર્બન ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ માટેના સતાતંત્રની પણ હિમાયત કરી હતી.

ગુજરાતમાં દશક અગાઉ શહેરોની જનસુવિધા સુખાકારી અને સેવાઓ સ્‍થાનિક નગર પાલિકાઓના તંત્રમાં નિષ્‍પ્રાણ અને સ્‍થગિત હતી તેમાં વિકાસ માટેના નાણાંકીય સંસાધનોનો અભાવ કે દિશાશૂન્‍ય વહીવટ કારણભૂત હતા તેમાં આમૂલ પરિવર્તન લાવીને આ સરકારે સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓને વહીવટી અને નાણાકીય રીતે સક્ષમ બનાવી દીધી એટલું જ નહીં, સ્‍વર્ણિમ જયંતી મુખ્‍ય મંત્રી શહેરી વિકાસ યોજનાનો રૂ. ૭૦૦૦ કરોડનો પ્રોજેકટ અમલમાં મૂકયો અને ઇજનેરી કૌશલ્‍ય ધરાવતા વિદ્યાર્થીઓની માનવશકિત ટેકનોસેવા દ્વારા કામે લગાડી છે.

મુખ્‍ય મંત્રીશ્રી સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું કે, શહેરી વિકાસની સમસ્‍યા હલ કરવા માટે રાજકીય લાભાલાભની ચિન્‍તા કર્યા વગર શહેરોના સાર્વજનિક હિત અને સુખાકારી માટે હિમ્‍મતભર્યા પગલા લેવાવા જોઇએ. ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૦૫માં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓ હોવા છતાં આ સરકારે વ્‍યાપક જનહિતમાં શહેરોમાં બે લાખ હેકટર જમીનના દબાણો દૂર કરાવ્‍યા અને જનતાનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો.

શહેરી પરિવહન સેવા સુવિધાઓ માટેના વિકાસ વ્‍યૂહમાં દ્રષ્‍ટિવંત પરિવર્તન ઉપર ભાર મૂકતા મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે ભારત સરકારનું રેલ્‍વે મંત્રાલય અમદાવાદ-મુંબઇ વચ્‍ચે વિશ્વની સૌથી ઝડપી સુપર બૂલેટ ટ્રેઇન સેવા કેમ શરૂ ના કરી શકે ? મુંબઇ અને ગુજરાત બંને બિઝનેસ-માઇન્‍ડ ધરાવે છે અને આ બૂલેટ ટ્રેઇનની ગતિથી આર્થિક વિકાસને ગતિવાન બનાવાશે. એ જ પ્રમાણે અમદાવાદ જેવા શહેરોમાં રેલ્‍વેની લાઇનો મેટ્રોરેઇલ સર્વિસ માટે રાજય સરકારને ઉપલબ્‍ધ કરવી જોઇએ પણ રેલ્‍વે આ બાબત હજુ નિર્ણય લઇ શકતી નથી.

અમદાવાદના ૧૦૦ કીલોમીટરના પરીધમાં આવતા ગામ-નાના નગરોને પરિવહન માળખાકીય સુવિધાથી જોડવા, સેટેલાઇટ ટાઉનશીપ વિકસાવવા તેમજ ગુજરાતના સંખ્‍યાબંધ નજીકના અંતરના શહેરોને ટવીનસીટી તરીકે વિકસાવવાની રૂપરેખા પણ તેમણે આપી હતી. BRTS જનમાર્ગ અને મેટ્રોરેઇલ પ્રોજેકટ દ્વારા ગુજરાત અર્બન ટાન્‍સપોર્ટના વિકાસનો અભ્‍યાસ કરવાનું પણ તેમણે સૂચન કર્યું હતું. ગુજરાતમાં દશ વર્ષ પહેલા શહેરી વિકાસનું બજેટ રૂ. ૨૫૦ કરોડનું હતું તે આજે રૂ. ૩૦૦૦ કરોડ ઉપર પહોંચ્‍યું છે. અને ગુજરાત જે ગતિથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્‍યારે નવનિર્માણ થનારા આધુનિક શહેરો માટેનું પ્રાણવાન આયોજન એ રાજય સરકાર માટે પણ નવો દ્રષ્‍ટિકોણ અને પહેલરૂપ અભિગમ છે, એમ તેમણે જણાવ્‍યું હતું. ર્ડા. ઇશર જે અહલુવાલિયાએ તેમના પ્રસ્‍તુતકિરણમાં ભારતના શહેરીકરણ સાથે ગુજરાતના શહેરી વિકાસની તુલનાનો અભ્‍યાસ રજૂ કરીને જણાવ્‍યું કે દશવર્ષમાં ગુજરાતે શહેરી વિકાસના વ્‍યૂહાત્‍મક અનેક પહેલ કરીને દેશને નવો રાહ બતાવ્‍યો છે.

ભારતમાં શહેરી વિકાસ વિજનનાં સર્વાગીણ પાસાઓની સમીક્ષા કરતા તેમણે જણાવ્‍યું કે ગુજરાતનું નેતૃત્‍વ અપેક્ષિત છે. દેશમાં શહેરી વિકાસ માટે રૂ.૩૯.૦૨ લાખ કરોડના મુડીરોકાણની આવશ્‍યકતા સાથે તેમણે આઠ જેટલા પાયાની માળખાકીય સુવિધાના ક્ષેત્રો ઉપર ધ્‍યાન કેન્‍દ્રીત કરવાના સૂચનો પણ કર્યા હતા. સમિતિના સભ્‍ય પૂર્વ મુખ્‍ય સચિવશ્રી સુધીર માંકડે સેમિનારની ભૂમિકા આપી હતી. આ સેમિનારમાં શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સેપ્‍ટ યુનિવર્સિટી ડિરેકટ શ્રી ર્ડા. આર.વકીલ, રાજય સરકારના શહેરી વિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા વરિષ્‍ઠ સનદી અધિકારીઓ, નિષ્‍ણાંતોએ ભાગ લીધો હતો. ર્ડા. ઇશર આહલુવાલીયાએ ઇન્‍ડિયન અર્બન ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર એન સર્વિસીઝ અંગે વિગતવાર પ્રેઝન્‍ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ઝડપથી વધતા જતા શહેરીકરણના કારણે હવે શહેરોમાં અનેક પ્રકારની આંતર માળખાકીય સુવિધાની અનિવાર્યતા વધતી જાય છે.

પ્રેઝન્‍ટેશન ઉપરાંત તેમણે અર્બન ઇન્‍ફ્રાસ્‍ટકચર સંદર્ભે તૈયાર કરાયેલ અહેવાલ અને કરાયેલ ભલામણોની વિગતો આપી હતી. ખાસ કરીને પાણી પુરવઠો, ગટર વ્‍યવસ્‍થા, સોલિડવેસ્‍ટ મેનેજમેન્‍ટ, વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા, શહેરી માર્ગો, શહેરી વાહનવ્‍યવહાર, સ્‍ટ્રીટ લાઇટ વગેરે ક્ષેત્રે સુવધિાની જરૂરિયાત અને સંભાવના અંગે આ અહેવાલમાં ભલામણ કરાઇ છે.

શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાતની કામગીરીનો ઉલ્લેખ કરી રાજયની સેવાઓને બીરદાવતા ર્ડા. આહલુવાલીયાએ તેમના પ્રેજન્‍ટેશનમાં જણાવ્‍યું હતું કે, અમદાવાદની બીઆરટીએસ સેવા, અમદાવાદ અને સુરતમાં ઇ-ગવર્નન્‍સ પબ્‍લિક પ્રાઇવેટ પાર્ટિસીપેશન અંતર્ગત રાજકોટમાં સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટની વ્‍યવસ્‍થા, રાજકોટ-સુરતમાં બસ વ્‍યવસ્‍થા, બીઓટીના ધોરણે સુરતનો સેન્‍ટ્રલાઇઝડ બાયો મેડીકલ વેસ્‍ટ ટ્રીટમેન્‍ટ ફરોલીટી આ તમામ સિધ્‍ધિ અન્‍ય રાજયના શહેરો માટે પ્રેરણારૂપ છે.

સેપ્‍ટ યુનિવર્સિટીના નિયામક ર્ડા. આર.એન.વકીલે જણાવ્‍યું હતું કે, સેપ્‍ટની ટેકનોલોનજી અને તેની જ્ઞાન-વિજ્ઞાનનો લાભ રાજયના અનેક નગરો-મહાનગરોને મળતો રહ્યો છે, તે અમારા માટે ગૌરવનો વિષય છે સેપ્‍ટ યુનિવર્સિટી દ્વારા સમાજના ઉત્‍કર્ષને ધ્‍યાનમાં રાખી અનેક પ્રકારના અભ્‍યાસક્રમોનો લાભ અસંખ્‍ય વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. શ્રી સુધીર માંકડે જણાવ્‍યું હતું કે, આ શહેરી વિકાસ અને આંતરમાળખાકીય સુવિધા સંદર્ભે રાષ્‍ટ્રિય કક્ષાએ નીત નવા સંશોધનો થઇ રહ્યા છે. તેમ ર્ડા. આહલુવાલીયા દ્વારા રજૂ થયેલ પ્રેઝન્‍ટેશન અને તેમના નેતૃત્‍વ હેઠળની હાઇપાવર કમિટીની આ સંર્દભની ભલામણો સાથેનો અહેવાલ શહેરી વિકાસ ક્ષેત્રે સીમાચિહન બની રહેશે. જેએનએન પ્રસાદ, શહેરી સુવિધા, લોકલ બોડીમાં ઇન્‍ફર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ આ સિવાય અનેક ઉપયોગી ભલામણો શહેરી વિકાસ ક્ષેત્રે મહત્‍વની સાબિત થશે. આ પ્રસંગે હાઇપાવર કમિટીના સભ્‍ય, રાજયના પૂર્વ મુખ્‍ય સચિવ શ્રી સુધીર માંકડ, શ્રી આઇ.પી.ગૌતમ, અગ્ર સચિવશ્રી, શહેરી વિકાસ, અમદાવાદ, વડોદરા, સુરત, મહાનગરપાલિકાના કમિશનર તથા સેપ્‍ટના પ્રાધ્‍યાપક, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles

Media Coverage

Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister thanks President Emmanuel Macron for Holi greetings
March 04, 2026

The Prime Minister, Shri Narendra Modi, today thanked the President of the French Republic, H.E. Emmanuel Macron, for his Holi greetings.

Responding to the X post of French President about Holi Greetings, Shri Modi posted on X;

“बहुत-बहुत धन्यवाद, मेरे मित्र!

होली के पावन अवसर पर आपको और फ्रांस के लोगों को ढेर सारी खुशियां और समृद्धि की हार्दिक शुभकामनाएं।”