નરેન્દ્રભાઇ મોદી

ઇ-ગવર્નન્સની સફળતા પછી મોબાઇલ ગવર્નન્સ (M-ગવર્નન્સ) તરફ ગુજરાતના આગે કદમ

સામાન્ય માનવીનું સશક્તિકરણ ગુડગવર્નન્સમાં ટેકનોલોજીથી થયું

ભારત આઇટી રિવોલ્યુશનનું નેતૃત્વ લેવા સક્ષમ

ઇ-ઇન્ડિયા-કોન્ફરન્સ શરૂ

મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની ICT કોન્ફરન્સનું અને એકઝીબિશનનું ઉદ્દધાટન કરતા મુખ્ય મંત્રીશ્રી

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી મહાત્મા મંદિર ખાતે શરૂ થયેલી ઇ-ઇન્ડિયા ICTકોન્ફરન્સ અને એકઝીબિશનનું ઉદ્દધાટન કરતા ગુજરાત ઇ-ગવર્નન્સના ક્ષેત્રે સફળતાના સોપાન સર કર્યા પછી હવે મોબાઇલ ગવર્નન્સ તરફ ગતિમાન બન્યું છે, એમ જણાવ્યું હતું. ગુડ ગવર્નન્સમાં ટેકનોલોજી દ્વારા સામાન્ય માનવીનું સશક્તિકરણ ગુજરાતમાં થયું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

સામાન્ય નાગરિક જેટલી સરળતાથી મોબાઇલનો ઉપયોગ કરે છે એમ આઇટીનો પણ સરળતાથી ઉપયોગ કરે તેવું વાતાવરણ સર્જવા ગુજરાત પ્રતિબદ્ધ છે, એમ તેમણે જણાવ્યું હતું. ગાંધીનગરમાં ઇ-ઇન્ડિયા કોન્ફરન્સમાં ઉપસ્થિત વિવિધ રાજ્યોના અને કેન્દ્ર સરકારના ૪૦૦ જેટલા ડેલીગેટસ અને ૧પ૦ એકઝીબિટર્સ સહિત ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ક્ષેત્રના પદાધિકારીઓને આવકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ત્રણ દિવસમાં મળીને પ૦ જેટલા ચર્ચાસત્રોમાં કોમનમેન માટે કોમ્યુનિકેશન ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરવાના નવા આયામોનું મંથન ગુજરાતની ભૂમિ ઉપર થશે.

 

ભારત જેવા દેશમાં આઇ.ટી.નો પ્રભાવ કલ્પના કરતા વધારે થયો છે, તેનો ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુલામીકાળમાં વિશ્વના ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના લાભો આપણે મેળવી શકયા નહીં. પરંતુ હવે આઇટી રિવોલ્યુશનથી ભારતની યુવા બૌદ્ધિકતાની ક્ષમતાનો ડેમોગ્રાફિક ડિવીડન્ટનો લાભ મળી રહ્યો છે. માઉસ-મદારીની સાપ-સપેરાની ભારતની છબી હવે માઉસ-ચર્મર (કોમ્પ્યુટર માઉસમાં માહોલ)ની બની છે. આઇટીમાં ભારતના નૌજવાનોની પ્રભાવક બૌદ્ધિક ક્ષમતાથી દુનિયા ચક્તિ થઇ ગઇ છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આઇટી રિવોલ્યુશનનું નેતૃત્વ કરવાનો ભારતને અવસર મળ્યો છે ત્યારે શાસકીય વ્યવસ્થામાં આઇટીનો વિનિયોગ સામાન્ય માનવીના જીવન સુધારણામાં કઇ રીતે થાય તે દિશામાં આપણે ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. જેટલી સરળતાથી સામાન્ય નાગરિક મોબાઇલનો ઉપયોગ કરે છે એટલી સરળતાથી આઇટીનો પણ ઉપયોગ થવો જોઇએ.

ગુજરાતમાં એક જ દશકમાં આઇટી દ્વારા પ્રશાસનિક વ્યવસ્થામાં ગુણાત્મક બદલાવ આવ્યો છે, તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ર૦૦રમાં સાયન્સ-ટેકનોલોજીનો સ્વતંત્ર વિભાગ અને જી-સ્વાન નેટવર્ક શરૂ થયા અને ર૦૦૪માં ઇ-ગવર્નન્સ વર્ષ ઉજવ્યું હતું. આજે તો ગુજરાત ઇ-ગવર્નન્સના નવતર આયામોથી કિસાનો માટેના જમીન દસ્તાવેજો ત્રણ કરોડ જેટલા ઇ-ધરામાં આવ્યા છે. ગુજરાત આઇટી દ્વારા જનસેવા-સુખાકારીમાં ગુણાત્મક પરિવર્તન લાવી રહ્યું છે. આઇટીના ઉપયોગ માટે વીજળી પુરવઠાની સેવા અનિવાર્ય છે અને ગુજરાતના ૧૮,૦૦૦ ગામોમાં ર૪ કલાક વીજળી અને તેના થકી બ્રોડ બેન્ડ કનેકટીવીટીની સેવા ઉપલબ્ધ છે જે દેશમાં કયાંય નથી.

સીટીજન્સ ચાર્ટરથી ૩૦૦થી વધુ જનસેવા કેન્દ્રોમાં ૧૦૦ જેટલી વિવિધ સેવાઓ વનડે ગવર્નન્સ દ્વારા ઉપલબ્ધ છે. કોઇપણ ગામમાં જમીનના દસ્તાવેજ આઇટી દ્વારા દુનિયાના કોઇપણ ખૂણેથી વતની મેળવી શકે છે. આ માટે ઇ-ગ્રામ સુવિધા ઉપલબ્ધ છે. લોકશાહીમાં જનશક્તિની ફરીયાદના નિવારણ માટે રાજ્યના સચિવાલયથી ગામડા સુધી સ્વાગત ઓન લાઇન જનફરીયાદ નિવારણ કાર્યરત છે. ગુડગવર્નન્સ દ્વારા સામાન્ય માનવીનું સશક્તિકરણ ગુજરાત સરકારે આઇટી સર્વિસીઝ દ્વારા કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. માતા અને શિશુના આરોગ્ય સંભાળની ટ્રેકીંગ સીસ્ટમ ઇ-મમતા પ્રોજેકટથી શરૂ કરી છે એની ભૂમિકા આપી મુખ્ય મંત્રીશ્રીએ એજ્યુકેશન લોંગ ડિસ્ટન્સ લર્નિંગ માટે ગુજરાત આતુર છે તેના માટે ગુજરાત સરકારે સેટેલાઇટ કોમ્યુનિકેશનના સંપૂર્ણ ૩૬ મેગાહર્ટ્ઝનું આખું ટ્રાન્સપોન્ડર વડાપ્રધાનશ્રી પાસેથી મંજૂર કરાવ્યું છે.

ભારતમાં ટ્રાન્સપોન્ડર સેટેલાઇટ ટેકનોલોજી ઉપયોગ કરવા ગુજરાત સિવાય કોઇની ક્ષમતા નથી, એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. ઇ-ગવર્નન્સને ઇઝી-ઇફેકટીવ-ઇકોનોમિકલ ગવર્નન્સ ગણાવતાં પ્રશાસનમાં પારદર્શિતા માટે ગુજરાતે જે સફળ પ્રયોગો કર્યા છે તેમાં ઓનલાઇન ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ, બારકોડ રેશનકાર્ડની પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમ, આરટીઓ ચેકપોસ્ટમાં આઇટીના ઉપયોગથી આવકમાં કલ્પનાતિત વૃદ્ધિના અનેક ઉદાહરણો તેમણે આપ્યા હતા. આઇટી + આઇટી = આઇટી ઇન્ડીઅન ટેલેન્ટ + ઇન્ફર્મેશન ટેકનોલોજી = ઇન્ડીયા ટુ મોરોનું સૂત્ર આત્મસાત કરવા તેમણે આહ્‍વાન કર્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિક સચિવ શ્રી શંકર અગ્રવાલે ગુજરાતમાં વિકાસ સાથે સંસ્કૃતિનો તાલમેલ અને ICTનો જનસુખાકારીમાં શ્રેષ્ઠ વિનિયોગ માટેનું સંપૂર્ણ શ્રેય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત શાસનને આપ્યું હતું. ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિક મુખ્ય સચિવ ર્ડા. રવિ સકસેનાએ સ્વાગત કર્યું હતું અને શ્રી રવિ ગુપ્તાએ આભારદર્શન કર્યૂં હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s growing wallets are fuelling the world’s massive concert rush

Media Coverage

India’s growing wallets are fuelling the world’s massive concert rush
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Haryana Chief Minister meets Prime Minister
December 11, 2025

The Chief Minister of Haryana, Shri Nayab Singh Saini met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The PMO India handle posted on X:

“Chief Minister of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister
@narendramodi.

@cmohry”