શેર
 
Comments

સુરેન્દ્રનગર જિલ્લાની વિકાસયાત્રાને વધુ તેજ ગતિ આપવા રૂા. ર૬૬૦ કરોડના નવા વિકાસકામોના આયોજનની જાહેરાત

 સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રીશ્રીનું સદ્દભાવના મિશન

 અનશન સમાપન ઙ્ગઙ્ગ ઝાલાવાડમાંથી ઉમટેલી જનમેદનીનું વિરાટ દર્શન

૭પ૦૦ નાગરિકોએ પણ સ્વૈચ્છિક ઉપવાસ તપ કર્યું .. .. ..

 ‘‘તમે જૂઠ્ઠાણાથી જનતના દીલમાં કયારેય જગ્યા નહીં મેળવી શકો ’’

 ગુજરાત અને વિકાસ એટલે એક સિક્કાની બે બાજુ

 હજુ ગુજરાતને નવી ઉંચાઇ ઉપર લઇ જવું છે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસની પ્રસંશાની હવા તો દેશ અને દુનિયામાં પહોંચી ગઇ છે પણ કેન્દ્રની કોંગ્રેસ સરકારે કરેલી દેશની તબાહીની હવા ગુજરાતમાં કયારેય પ્રવેશે નહીં તે માટે આપણે સદ્દભાવના મિશન ઉપાડયું છે. કેન્દ્ર સરકારને વિકાસની ઊંચાઇ ઉપર પહોંચી રહેલંુ ગુજરાત આંખમાં કણાની જેમ ખટકે છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૪૦ વર્ષમાં જે કામ થયાં તેના કરતાં છેલ્લા દશ વર્ષમાં ગુજરાતમાં કામો વધારે થયાં છે પણ કેન્દ્ર પોતે કરી શકી નથી. અને ગુજરાત જેવા રાજ્યના વિકાસમાં રોડા નાંખે છે.

 

ગુજરાતમાં જિલ્લે જિલ્લે સદ્દભાવના મિશન અંતર્ગત એક દિવસના ઉપવાસનો તપયજ્ઞ કરી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરેન્દ્રનગરમાં સદ્દભાવનાના અનશન કર્યા હતા. સમગ્ર ઝાલાવાડમાંથી આખો દિવસ વિરાટ જનમેદનીનો અવિરત માનવ મહેરામણ ઉમટયો હતો. ૭પ૦૦ જેટલા નાગરિકોએ તો મુખ્યમંત્રીશ્રી સાથે એક દિવસના ઉપવાસ સ્વેચ્છાએ કર્યા હતા. સદ્દભાવના મિશનના ઉપવાસમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના દશ તાલુકાઓમાંથી આશિર્વાદ આપવા સમાજના બધા જ વર્ગો ઉમટયા હતા. જનતા જનાર્દનના આ ભાવભર્યા ઉમળકા અને સ્નેહજ ભાવને વંદન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે જનતાના આટલા આશીર્વાદ મળે એનાથી રૂડું સદ્દભાગ્ય બીજું હોઇ શકે જ નહીં, અને આ જનશકિત જ અમને જનતાનું ભલું કરવાની પ્રેરણા આપે છે.

 

મુખ્યમંત્રીશ્રીએ ભારતની લોકશાહીમાં રાજ્યો મજબૂત બને તો જ દેશ વિકાસ કરે તેવી ફેડરલ સીસ્ટમ છે તેથી રાજ્યોને પ્રોત્સાહિત વિકાસ માટે સહાયક થવા કેન્દ્ર સરકારે તેનું કર્તવ્ય નિભાવવું પડે. કુટુંબમાં પણ બાપ અને દીકરા વચ્ચેનું સૌહાર્દસદ્દભાવનાનું વાતાવરણ કુટુંબની પ્રગતિ કરે છે, પરંતુ બાપદીકરા વચ્ચે વેરઝેર હોય તો? કેન્દ્રની કોંગ્રેસ સરકાર કમનસિબે પોતે વિકાસ કરી શકતી નથી અને જે રાજ્યો વિકાસની યાત્રા કરે છે તેમાં રોડા નાંખીને ગુજરાત સરકાર વિરૂધ્ધ કટુતાપૂર્ણભર્યો વ્યવહાર કરાય છે.

 

દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની સરકાર હોય અને તેના અહીંના લોકોની ભાષામાં કેવા હલકી કક્ષાના ગાળગલોપ થાય છે તેનો નિર્દેશ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ ભાષા લોકતંત્રમાં શોભારૂપ નથી પણ દિલ્હીની કેન્દ્ર સરકાર તો સત્તા ભોગવટાના રાજકારણમાં ગળાડૂબ છે. મોંઘવારી ડામી શકવાની પરવા નથી. હિન્દુસ્તાનને તબાહીના રસ્તે લઇ ગયા છે પણ ગુજરાતે દશ વર્ષથી એમાંથી મૂકત રહીને વિકાસ કર્યો છે અને દુનિયાને બતાવી દીધું કે વિકાસ કઇ રીતે થાય? કેન્દ્રની સરકારે તો ગુજરાતની ગરીબ જનતાના કવોટામાંથી ૩૦ ટકા કેરોસીન છીનવી લીધું જેથી જનતામાં હોબાળો થાય, અશાંતિ જાગે પણ આ ગુજરાતની જનતા છે. ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તેમાં રૂકાવટ લાવવા કેટકેટલા ષડયંત્રો કેન્દ્રની સરકાર કરી રહી છે પણ ગુજરાતની વિકાસયાત્રા જ દિલ્હીની કેન્દ્ર સરકાર આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. આજે ગુજરાત એટલે વિકાસ. વિકાસ એટલે ગુજરાત એક સિક્કાની બે બાજુ બની ગયા છે. પણ એનાથી કેન્દ્રના પેટમાં તેલ રેડાય છે.

 

ગુજરાત જાણે દેશનો હિસ્સો ના હોય, દુશ્મન દેશ હોય એવો વ્યવહાર થાય છે. પણ આ જ સદ્દભાવના ગુજરાતની રગેરગમાં પડી છે જ્યારે ખેડૂતોએ દેશની ઘઉની ખાદ્યની સમસ્યા પીડતી હતી ત્યારે આ ગુજરાતના ખેડૂતોએ દેશના અણ ભંડાર ભરી દીધા હતા ત્યારે કેન્દ્રની સરકાર અને ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવામાં કોઇ રસ નથી. ‘‘કોંગ્રેસવાળા સમજી લે, છાપામાં ધમકી આપીને જૂઠ્ઠાણાની જગ્યા લઇ લેશો પણ આ જનતાના દીલમાં જગ્યા નહી મેળવી શકો’’ એમ હર્ષનાદ વચ્ચે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આખા દેશમાં વિદેશી મૂડીરોકાણમાં ૪પ ટકાનો ઘટાડો થયો છે ત્યારે એકલા ગુજરાતમાં વીસ ટકાનો વધારો થયો છે.

 

દુનિયામાંથી કોઇને મૂડીરોકાણ કરવું હોય તો ગુજરાતને પસંદ કરે છે, કારણ ગુજરાતમાં એકતા છે, શાંતિનું ઉત્તમ વાતાવરણ છે, ભાઇચારો છે એના કારણે ગુજરાતની જાહોજલાલી છે. મોદી મોડેલ ઉપર વિકાસ કરાવની વાત હવે અન્ય સૌ કરી રહ્યા છે પરંતુ મારે કહેવું છે કે માત્ર ગુજરાતની વિકાસની કોપી કરવાથી વિકાસ ગુજરાત જેવો નહીં બને, પણ પ્રગતિ કરવી હશે તો છ કરોડ ગુજરાતીઓએ જે રસ્તે શાંતિ, એકતા, ભાઇચારો રાખ્યો અને વોટબેન્કની રાજનીતિ, જાતિના વેરઝેર, કોમવાદનું કલંક આ બધામાંથી બચવું હોય તો ગુજરાતે કરી બતાવ્યું છે તે સદ્દભાવનાના મિશનના અભિયાનથી ગુજરાત અન્ય રાજ્યોને પ્રેરિત કરવા માંગે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

 

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌથી વધુ નર્મદાના પાણીનો લાભ મેળવતા સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસની યાત્રા વધુ તેજ ગતિથી આગળ ધપાવવા રૂા. ર૬૬૦ કરોડના નવા વિકાસ કામોના આયોજનની જાહેરાત કરી હતી.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
PM Modi's Surprise Visit to New Parliament Building, Interaction With Construction Workers

Media Coverage

PM Modi's Surprise Visit to New Parliament Building, Interaction With Construction Workers
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 માર્ચ 2023
March 31, 2023
શેર
 
Comments

People Thank PM Modi for the State-Of-The-Art Additions to India’s Infrastructure

Citizens Express Their Appreciation for Prime Minister Modi's Vision of a New India