શેર
 
Comments

મુખ્યમંત્રીશ્રીનાપ્રયાસોનીસફળ ફલશ્રુતિ

સમગ્ર દેશમાં સ્પેસ ટેકનોલોજીના માધ્યમથી લોંગ ડિસ્ટન્સલર્નિંગ માટે એકમાત્ર ગુજરાતસરકારનું ઉત્તમ કેપેસીટી બિલ્ડીંગ

લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન લર્નિંગના ક્ષેત્રે ગુજરાતની સિમાચિન્હરૂપ સફળતા

ઇન્ડિયન સેટેલાઇટ કોમ્યુનિકેશન ટેકનોલોજીનું ૩૬ મેગા હર્ટઝનું સંપૂર્ણ ટ્રાન્સપોન્ડર ગુજરાતે મેળવ્યું

સમગ્ર દેશમાં શૈક્ષણિક વિકાસ સ્પેસ કોમ્યુનિકેશનથી એકીસાથે ૧ર સેકટરોમાં લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન બ્રોડકાસ્ટના પ્રોગ્રામો આપી શકાશે

રાજ્ય સરકારના પ્રવકતા, આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અવિરત પ્રયાસોની ફલશ્રુતિ રૂપે, ગુજરાતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા એકીસાથે ૧ર સેકટરોમાં લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમ કાર્યરત થઇ શકે તેવું ઇન્ડિઅન સ્પેસ કોમ્યુનિકેશન સેટેલાઇટ ઉપર ૩૬ મેગાહર્ટ્ઝ કેયુ બેન્ડનું આખું ટ્રાન્સપોન્ડર કેન્દ્ર સરકારના સ્પેસ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે ફાળવ્યું છે.

આ સ્પેસ ટેકનોલોજીની એક આખા ટ્રાન્સપોન્ડરની ૩૬ MHz બેન્ડવીથ ગુજરાત સરકારને આપવા માટે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહ સમક્ષ પત્ર પાઠવીને રજૂઆત કરી હતી જેમાં એ હકિકત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં ઇન્ફરમેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનું નેટવર્ક રાજ્યવ્યાપી તમામ ૧૮૦૦૦ ગામો, રરપ તાલુકા અને ર૬ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે અને દૂરવર્તી શિક્ષણ (લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન થ્રુ સેટેલાઇટ સ્પેસ ટેકનોલોજી)નું પૂરેપૂરૂં ક્ષમતા વર્ધન (કેપેસીટી બિલ્ડીંગ) થયેલું છે. રાજ્યના તમામ ૧૮૦૦૦ ગામોમાં 24x7 થ્રી ફેઇઝ વીજળીની સુવિધા પણ એકમાત્ર ગુજરાતમાં છે.

આથી ગુજરાતમાં શૈક્ષણિક વિકાસ માટે સ્પેસ સેટેલાઇટ બેઇઝ લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનનું કેયુ બેન્ડ ટીવી બ્રોડકાસ્ટ નેટવર્ક વ્યાપક ફલક ઉપર વિસ્તારવા એકીસાથે ૧ર શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારણો થઇ શકે તેનું એક ફૂલફલેજ્ડ  ટ્રાન્સપોન્ડર ગુજરાતને ફાળવવું જોઇએ. આ રજૂઆતને ગ્રાહય રાખીને કેન્દ્ર સરકારે ૩૬ મેગાહર્ટઝ કેયુ બેન્ડનું ઇન્ડિયન કોમ્યુનિકેશન સેટેલાઇટનું આખું ટ્રાન્સપોન્ડર ગુજરાતને ફાળવી આપ્યું છે. એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.

શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે સમગ્ર દેશમાં ICT ક્ષમતા સંવર્ધનમાં અગ્રેસર ગુજરાત એકમાત્ર રાજ્ય છે, જે સ્પેસ કોમ્યુનિકેશન ટેકનોલોજીના આખા ટ્રાન્સપોન્ડરનો સુચારૂ ઉપયોગ શૈક્ષણિક વિકાસમાં ગૂણાત્મક પરિવર્તન માટે કરશે અને શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ, મેડીકલ એજ્યુકેશન, ટેકનીકલ એજ્યુકેશન તથા સ્કીલ ડેવલપમેન્ટ ઉપરાંત ખેડૂતો માટેના શૈક્ષણિક કાર્યક્રમો, આઇટીઆઇ સ્કીલ ડેવલપમેન્ટ, ગ્રામવિકાસના શૈક્ષણિક હેતુઓના કાર્યક્રમો, લોંગ ડિસ્ટન્સ લર્નિંગની સુવિધા ગુજરાતના દૂર-સૂદૂરના અંતરિયાળ ગ્રામવિસ્તારોમાં પહોંચાડી શકશે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની (ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિીટયૂટ ફોર સ્પેસ એપ્લકેશન્સ એન્ડ જીયો-ઇન્ફોર્મેટિકસ) BISAG સંસ્થાની ગુણવત્તાને સ્પેસ ટેકનોલોજીના એજ્યુસેટ પ્રોજેકટ દ્વારા લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન લર્નિંગના અનેક સફળ આયામો અપનાવેલા છે. ૩૪૦૦૦ ઓફિસ નોડ સાથે ગુજરાત સરકારનું વિશ્વનું સૌથી મોટું GSWAN ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક છે.

દરેક ગ્રામ પંચાયતમાં બ્રોડબેન્ડ કનેકટીવિટી છે. વિડીયો કોન્ફરન્સીંગ અને સેટેલાઇટ એજ્યુસેટ કોન્ફરન્સીગનો ઉત્તમ વિનિયોગ શૈક્ષણિક હેતુસર ગુજરાત સૌથી વધુ કરી રહયું છે અને લોંગ ડિસ્ટન્સ લર્નિંગ, સ્કુલોમાં કોમ્પ્યુટર એજ્યુકેશન અને લેબોરેટરીનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર છે ત્યારે હવે, મુખ્યમંત્રીશ્રીના સફળ પ્રયાસોથી ગુજરાતને ૩૬ મેગાહર્ટ્ઝનું ઇન્ડિઅન સ્પેસ સેટેલાઇટ કોમ્યુનિકેશનનું સંપૂર્ણ ટ્રાન્સપોન્ડર લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનના ૧ર ક્ષેત્રોમાં એકીસાથે પ્રસારણ માટે મેળવી લીધું છે જે ગુજરાતના શૈક્ષણિક વિકાસને ગુણવત્તાસભર બનાવવામાં સીમાચિન્હ બની રહેશે એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.

શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે ગુજરાતના ભારતીય અવકાશ ઉપયોગ સંસ્થાન (ઇસરો)ના ડિરેકટર શ્રી.આર. આર. નવલગુંડ તથા તેમના એન્જીનીયર વૈજ્ઞાનિકોના નિરીક્ષણ હેઠળ ઈન્ડિઅન સ્પેસ કોમ્યુનિકેશન બ્રોડકાસ્ટ ટેકનોલોજીના આ ટ્રાન્સપોન્ડર તૈયાર થાય છે. ગુજરાત સરકારના વિજ્ઞાન-ટેકનોલોજીના અધિક મુખ્યસચિવશ્રી, શ્રી રવિ સકસેના, બાઇસેગના ડિરેકટર શ્રી ટી. પી. સીંગ સાથે શ્રી નવલગૂંડ અને તેમના વૈજ્ઞાનિકો શ્રી કિરણકુમાર અને શ્રી દવેએ મુખ્યમંત્રીશ્રીને મળીને ગુજરાતને ઇન્ડિઅન કોમ્યુનિકેશન સેટેલાઇટનું ૩૬ મેગાહર્ટસનું ટ્રાન્સપોન્ડર મંજૂર થયાનો પત્ર મુખ્યમંત્રીશ્રીને સુપરત કર્યો હતો.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
The Largest Vaccination Drive: Victory of People, Process and Technology

Media Coverage

The Largest Vaccination Drive: Victory of People, Process and Technology
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશ્યલ મીડિયા કોર્નર 1 ઓક્ટોબર 2022
October 01, 2022
શેર
 
Comments

PM Modi launches 5G for the progress of the country and 130 crore Indians

Changes aimed at India’s growth are being appreciated in all sectors