GIFT પ્રોજેકટ માટે ગુજરાતની ગીફટ અને સિંગાપોરની SCE વચ્ચે સહયોગના કરાર
સિંગાપોરની ફાઇનાન્સ-બેન્કીંગ સર્વિસ કંપનીઓને ગીફટ પ્રોજેકટમાં પ્રેરિત કરાશે
ગીફટ અને સિંગાપોર વચ્ચેના ભાગીદારી-સહયોગના સેતુને આવકારતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આજે રાજ્ય સરકારની ગીફટ કંપની (Gujarat International Finance Tec-City-GIFT) અને સિંગાપોર સરકારની એજન્સી-સિંગાપોર કો-ઓપરેશન એન્ટરપ્રાઇસીસ (SCE) વચ્ચે ગીફટ પ્રોજેકટ વિકસાવવા અંગેના મહત્ત્વના સહયોગના કરાર (News Randum of Cooperation) થયા હતા.

આ મહત્વના કરારથી GIFT અને SCE બંને સંયુકત રીતે ગીફટ પ્રોજેકટ માટે સિંગાપોરની કંપનીઓ, બેન્કીંગ એન્ડ ફાઇનાન્સીયલ સર્વિસીઝ એજન્સીઓ ગીફટમાં તેમની આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરે, GIFT SEZમાં પ્રોજેકટ રોકાણ કરે તે માટેના પ્રયાસો હાથ ધરી શકશે. SCEને સિંગાપોર સરકારે માન્યતા આપેલી છે, એમ ગીફટના ચેરમેન શ્રી સુધીરભાઈ માંકડે જણાવ્યું હતું.

આ પ્રસંગે GIFT ચેરમેન શ્રી સુધીર માંકડ ઉપરાંત અધિક મુખ્ય સચિવ (નાણાં) શ્રી એમ. શ્રીવાસ્તવ, ઉઘોગ અગ્ર સચિવ શ્રી એમ. શાહુ, મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી જી. સી. મુર્મુ પણ ઉપસ્થિત હતા. સિંગાપોરના SCEના ડેલીગેશન સભ્યો પણ ઉપસ્થિત હતા.


