ગુજરાત સરકારે મેરીટાઇમ સિકયોરીટીનું સ્ટ્રેટેજિક પ્લાનીંગ કર્યું છે
બ્રિટનની MAST કંપનીએ દરિયાઇ સુરક્ષા અંગેનો પ્રોજેકટ રજૂ કર્યો
ગુજરાતના વિકાસથી પ્રભાવિત

મુખ્યમંત્રીશ્રીએ મુંબઇ ઉપર 26/11 ના દરિયાઇ માર્ગે આતંકવાદી હુમલાના સંદર્ભમાં ગુજરાતે દરિયાઇ સુરક્ષા અંગેનું આગોતરું વ્યૂહાત્મક આયોજન કરેલું છે તેની ભૂમિકા આપી જણાવ્યું કે ગુજરાતે મેરીટાઇમ સ્ટેટ સિકયોરિટી ફોર્સ અને મેરીટાઇમ પોલીસ સ્ટેશનોની પહેલ કરી છે. ગુજરાત સરકારના કોસ્ટલ સિકયોરિટી પ્લાનને ભારત સરકારે મોડેલરૂપ ગણાવેલો છે. પોર્ટ સિક્યોરિટી ઉપરાંત મેરીટાઇમ સિક્યોરીટીના ભારતીય કાનૂનો સાથે સુસંગત રહીને રાજ્ય સરકાર દરિયાઇ સુરક્ષા માટેના સુવિચારિત આયોજન માટે તત્પર છે એમ પણ તેમણે જણાવ્યું હતું.


