શેર
 
Comments

દેશની ૬૬ ટકા સૌર ઊર્જા ઉત્‍પાદન કરનારું ગુજરાત રાજ્‍ય દેશભરમાં અગ્રેસર

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા ઉત્‍પાદન ક્ષમતા રાષ્‍ટ્રને અર્પણ કરશે

સોલાર પાવર ક્ષેત્રે લક્ષ્યાંક આધારિત અમલીકરણની કાર્યવાહી કરનારું ગુજરાત દેશમાં પ્રથમ રાજ્‍ય

સોલાર સીટી ગાંધીનગર બાદ રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગરમાં રૂફ ટોપ સોલાર સ્‍કીમનો અમલ થશે

કલાયમેટ ચેન્‍જનાં પડકારનો સામનો કરવા ગુજરાતે જે ભગીરથ પ્રયાસો કર્યા છે તેમાંનો એક પ્રયાસ એટલે પ્રદૂષણમૂક્‍ત સૌર ઊર્જાનું ઉત્‍પાદન. ગુજરાત રાજ્‍યે સૌર ઊર્જાના ઉત્‍પાદન માટે ખાસ આયોજન કર્યું છે. જેના કારણે આજે દેશમાં ઉત્‍પાદિત થતી કુલ સૌર ઊર્જા જે ૯૦૦ મે.વો. છે તેમાં ર/૩ હિસ્‍સો એકલા ગુજરાત રાજ્‍યનો છે. જે દર્શાવે છે કે, સૌર ઊર્જાના ઉત્‍પાદન થકી ઊર્જાવાન ભાવિના પંથે ગુજરાત દેશભરમાં  અગ્રેસર રહ્યું છે

સૌર ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાતે જે શ્રેષ્‍ઠ કામગીરી કરી છે તેના ફળસ્‍વરૂપે તા. ૧૯મી એપ્રિલના રોજ રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી પાટણ જિલ્લાના ચારણકા ખાતે ૬૦૦ મેગાવોટ સૌર ઊર્જા ઉત્‍પાદન ક્ષમતા રાષ્‍ટ્રને અર્પણ કરશે. પાટણ જિલ્લાના ચારણકા ગામે ગુજરાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્‍થાપિત કર્યો છે. જુદા જુદા વિકાસકારો દ્વારા નિર્મિત અને અનેક લાભાર્થીઓ માટે  સુવિધાબધ્‍ધ એશિયાના આ સૌ પ્રથમ અને સૌથી મોટા સોલાર પાર્કની કુલ ઉત્‍પાદન ક્ષમતા પ૦૦ મેગાવોટની છે. અંદાજીત ર૦૦૦ હેકટર જમીનમાં નિર્માણ પામેલા આ સોલાર પાર્કમાં હાલ ર૧૪ મેગાવોટ સૌર ઊર્જા ઉત્‍પાદિત થઇ રહી છે. સીઆઇઆઇ દ્વારા પર્યાવરણલક્ષી મોસ્‍ટ ઈનોવેટીવ પ્રોજેકટ માટે આ યોજનાને એવોર્ડ અપાયો છે.

કોન્‍ફીડરેશન ઓફ ઇન્‍ડિયન ઇન્‍ડસ્‍ટ્રીઝ-સી.આઇઆઇ દ્વારા છેલ્લા બે વર્ષમાં જે પ્રોજેકટ પર્યાવરણને સાનુકુળ હોય અને આવા પ્રોજેકટમાં કોઇ  નવો જ અભિગમ અપનાવવામાં આવ્‍યો હોય તેવા પ્રોજેકટને રાષ્‍ટ્રીય સ્‍તરે એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ર૦૦ જેટલી કંપનીઓએ આ એવોર્ડ માટે નામાંકન કરાવેલું જેમાં ગુજરાત સોલાર પાર્ક સમગ્ર દેશનાં વીજ ક્ષેત્રનો એક માત્ર પ્રોજેકટ બન્‍યો. જેને આ પર્યાવરણલક્ષી એવોર્ડ એનાયત થયો.

રાજ્‍યની ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડને રાજ્‍ય સરકારે વિશાળ સોલાર પાર્ક વિકસાવવા માટે નોડલ એજન્‍સી જાહેર કરી હતી. કંપનીએ  ચારણકા ખાતે સોલાર પાર્ક વિકસાવવાની કામગીરી હાથ ધરી હતી. મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આ સોલાર પાર્કને સ્‍વર્ણિમ સૂર્યતીર્થ તરીકે ઓળખાવ્‍યો છે. આ જ રીતે આ કંપની દ્વારા બીજા તબક્કાનો સોલાર પાર્ક બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં સ્‍થાપવામાં આવે તે માટેનું જરૂરી આયોજન શરૂ કરી દીધું છે.

સમગ્ર દેશમાં સૌર ઊર્જાના ઉત્‍પાદનમાં અગ્રેસર ગુજરાત રાજ્‍યમાં સૌર ઊર્જા ઉત્‍પાદન માટે અનેકવિધ નાવિન્‍યસભર પ્રોજેકટ કાર્યાન્‍વિત કર્યા છે. જેમાં સૌર છતનો પ્રોજેકટ મહત્‍વનો છે. ગુજરાત સરકારના ક્‍લીન કલાયમેન્‍ટ ઇનીસીયટીવ હેઠળ ગાંધીનગર ખાતે છત આધારિત રૂફ ટોપ ગ્રીડ કનેકટેડ સૌર ઊર્જા યોજના હાથ ધરવામાં આવી છે જે દેશની સર્વ પ્રથમ યોજના છે. સરકારી અને ખાનગી મકાનોની છતનો ઉપયોગ કરી પાંચ મેગાવોટ જેટલી સૌર ઊર્જાનું ઉત્‍પાદન કરવાનું આયોજન હાથ ધરાયું છે. રાજ્‍ય સરકારે ગુજરાતના પાટનગર ગાંધીનગરને મોડેલ સોલાર સીટી બનાવવાનું બીડું ઝડપ્‍યું છે તેના ભાગરૂપે આ યોજના અમલમાં આવી છે. આ યોજના અંતર્ગત પ્રારંભિક તબક્કે રાજ્‍ય સરકારના પ૦ મકાનો ઉપર તથા અંદાજે પ૦૦ ખાનગી મકાનો કે કોમર્શિયલ સેન્‍ટર્સ ઉપરની છતમાં રૂફટોપ સોલાર એનર્જી ઉત્‍પાદિત થાય તે માટે આયોજન કરાયું છે. આ પ્રોજેકટ વર્ષ ર૦૧ર-૧૩માં રાજકોટ, સુરત, ભાવનગર અને વડોદરા સુધી વિસ્‍તારવાનું આયોજન છે.

આ જ રીતે સૌર ઊર્જાના ઉત્‍પાદન માટે ગુજરાતે પોતાનો આગવો માર્ગ કંડાર્યો છે રૂફટોપની જેમ જ કેનાલ આધારિત સૌર પ્રોજેકટ સ્‍થાપવા ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. આણંદ તાલુકાના ચંદ્રાસણ પાસેની નર્મદા કેનાલ ઉપર એક મેગાવોટ સોલાર પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપવામાં આવ્‍યો છે જેના પરિણામે ૯૦ હજાર લિટર નર્મદાનું પાણી બાષ્‍પીભવન થતું અટકાવી શકાયું છે.

સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતની આ સિદ્ધિ માટે રાજ્‍ય સરકારના દૂરંદેશીભર્યા પગલાં કારણભૂત છે. જાન્‍યુઆરી-ર૦૦૯માં ગુજરાત સરકારે સૌર ઊર્જા નીતિની  જાહેરાત કરી સૌર ઊર્જા ઉત્‍પાદન કરનારાને પ્રથમ બાર વર્ષ માટે કિલોવોટ પ્રતિ કલાકના રૂા. ૧પ અને પછીના  તેર વર્ષ માટે રૂા. પાંચનો પ્રોત્‍સાહક દર નક્કી કર્યો હતો. જેના કારણે સૌરઊર્જા ઉત્‍પાદકોને રાજ્‍યમાં એકમો સ્‍થાપવા આકર્ષી શકાયા છે. સૌર ઊર્જા ઉત્‍પાદન માટેના એકમો સ્‍થાપવા સંબંધે સરળ અને પારદર્શી વહીવટી પ્રક્રિયા માટે રાજ્‍ય સરકારે દરકાર લીધી છે તેના પરિણામે રોકાણકારોને એકમો સ્‍થાપવા સરળતા રહે છે. આ તમામ સવલતો અને સહાયકારી પગલાંને કારણે ગુજરાતે સૌર ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે લક્ષ્યાંક આધારિત અમલીકરણની કાર્યવાહી હાથ ધરી સમગ્ર દેશમાં પહેલ કરી છે. સૌર ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે તજજ્ઞોની ભાવિ જરૂરિયાતોને ધ્‍યાને લઇ રાજ્‍ય સરકારે મહેસાણા જિલ્લામાં મેવડ ખાતે ગુજરાત પાવર એન્‍જિનીયરીંગ એન્‍ડ રીસર્ચ ઇન્‍સ્‍ટીટયુટની સ્‍થાપના કરી છે. જે બિન પરંપરાગત ઊર્જાને લગતા વિશેષ અભ્‍યાસક્રમો અને સંશોધનોને પ્રોત્‍સાહન આપશે. ગુજરાતે સૌર ઊર્જા ઉપરાંત સમુદ્રી મોજા આધારિત ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા જેવા વિવિધ બિન પરંપરાગત ઊર્જા ઉત્‍પાદન ક્ષેત્રે જે અભિયાન ચલાવ્‍યું છે તે જોતાં જ ખ્‍યાલ આવી શકે કે પર્યાવરણ રક્ષા માટે ગુજરાત રાજ્‍યની પ્રતિબધ્‍ધતા કયા સ્‍તરે છે અને એટલે જ પર્યાવરણની ચિંતા કરીને રાજ્‍ય સરકારે અલાયદા કલાયમેન્‍ટ ચેન્‍જ વિભાગની રચના કરી છે.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Oxygen Express: Nearly 3,400 MT of liquid medical oxygen delivered across India

Media Coverage

Oxygen Express: Nearly 3,400 MT of liquid medical oxygen delivered across India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2021
May 09, 2021
શેર
 
Comments

Modi Govt. taking forward the commitment to transform India-EU relationship for global good

Netizens highlighted the positive impact of Modi Govt’s policies on Ground Level