ઓલ ઇન્ડિયા પેપર ટ્રેડર્સ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરતા મુખ્યમંત્રી

 

ગુજરાતનું અર્થતંત્ર સંગીન કઇ રીતે બન્યું તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રી

 

ભારતીય ચલણી નોટોના કાગળનું સ્વદેશમાં ઉત્પાદન થવું જોઇએ

 

ઇન્ડિયન કરન્સીના પ્રીન્ટીંગ પેપર વિદેશથી આયાત શા માટે ?

 

ગુજરાત ભારતીય ચલણી નોટોના પ્રીન્ટીંગ પેપર માટેના ઉઘોગ સ્થાપવા પ્રોત્સાહક રાહત આપવા તૈયારઃનરેન્દ્રભાઇ મોદી

 

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓલ ઇન્ડિયા પેપર ઉઘોગની કોન્ફરન્સનું આજે અમદાવાદમાં ઉદ્ધારટન કરતા ભારતીય ચલણી નોટો માટેના પ્રીન્ટીંગ પેપરનું ઉત્પાદન ભારતમાં જ કરવા માટેની હિમાયત કરી હતી. જે ચલણી નોટ ઉપર મહાત્મા ગાંધીજીની તસવીર છપાય છે તે ઇન્ડીયન કરન્સીના પિ્રન્ટીંગ માટેનો કાગળ વદિેશથી આયાત શા માટે કરવો પડે ? એવો પ્રશ્ન ઉઠાવી મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત સરકાર ભારતીય ચલણી નોટોના પિ્રન્ટીગ પેપરના સ્વદેશી ઉત્પાદન માટેનો ઉઘોગ સ્થાપવા ખૂબ જ પ્રોત્સાહન આપવા તત્પર છે. આ ભારતના સ્વાભિમાનનો સવાલ છે એમ તેમણે જણાવ્યું હતું.

અમદાવાદ પેપર મરચન્ટ એસોસિએશનના ઉપક્રમે આ ૫૧મી રાષ્ટ્રીય પેપર ટ્રેડર્સ કોન્ફરન્સ ત્રણ દિવસ માટે શરૂ થઇ છે. વરિષ્ઠ પેપર ટ્રેડર્સનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

પેપર-ટ્રેડર્સ અને ઉઘોગની આ પહેલી કોન્ફરન્સ છે. જેમાં કોઇ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને નિમંત્રણ અપાયું છે. ગુજરાતમાં દેશના પેપર ઉઘોગ ઉત્પાદનમાં ૩૫ ટકા હિસ્સો છે અને હજુ વિકાસની ધણી સંભાવના છે. ગુજરાતમાં પેપર ઉઘોગ માટે સૌથી સાનુકુળ વીજળી સહિત માળખાકીય સુવિધા અને પ્રોત્સાહક વાતાવરણ છે તેનો મહત્તમ લાભ લેવા તેમણે પેપર ઉઘોગને ઇંજન આપ્યું હતું.

કાગળના ઉત્પાદકો, વિક્રેતા અને ઉપભોગતાની આવશ્યકતાની ભૂમિકા ઉપર ભાર મુકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કાગળ ઉત્પાદન, પ્રક્રિયા, ગુણવત્તા વગેરે માટે ભારતમાં પેપર ઉઘોગે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. દેશમાં કાગળનો માથાદીઠ વપરાશ ઓછો છે પણ ૧૨૦ કરોડના વિશાળ દેશમાં કાગળનો કુલ વપરાશ ખુબ વધુ છે. કાગળ બનાવવા માટે રો-મટીરીયલ વેસ્ટ-કચરામાંથી ઉપલબ્ધ કરવા માટેનું નેટવર્ક ઉભુ કરીને કાગળની આયાત અટકાવી શકાય છે. રો-મટીરીયલ વિશે પણ નવીન સંશોધનની જરૂર ઉપર તમેણે ભાર મૂક્યો હતો.

નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેળાના થડના વેસ્ટેજમાંથી કાગળ અને કપડા બનાવવાના સંશોધનો થયા છે. કેળાના વેસ્ટ ફાઇબરમાંથી બનેલા કાગળના દસ્તાવેજો ખૂબ લાંબા સમય ટકાઉ રહે છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કાગળ ઉત્પાદનના ખર્ચમાં મોટો હિસ્સો પાણીના વપરાશનો છે તેનો નિર્દેશ કરી ઓછા પાણીએ વધુ કાગળનું ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકાસવીને ખર્ચ, ગુણવત્તા અને પર્યાવરણની રક્ષા જેવા અનેક સંશોધનો ઉપર ધ્યાન આપવું પડે છે.

મુખ્ય મંત્રીશ્રીએ પેપર ઉઘોગમાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ માટેની ભારત સરકારની નીતિની આલોચના કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર પોલીસીની અનિર્ણાયકતાથી ધેરાયેલી છે. ભારતનું મેન્યુફેકચરીંગ સેકટર એવું સક્ષમ હોવું જોઇએ જે આ સમસ્યા સામેના પડકારોને ઝીલી શકે. જે દેશની યુવા રોજગારીની તકો છીનવી લે તેવા વિદેશી રોકાણ વિશે કેન્દ્રએ સુવિચારિત નીતિ નકકી કરી લેવી જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં દશ જ વર્ષમાં અર્થતંત્રની ક્ષમતાની કાયાપલટ અને વીજળી-ઉત્પાદનની પુરાંત તેમજ કૃષિ ક્ષેત્રે લગાતાર દશ વર્ષની દશ ટકા કૃષિ વિકાસ દરના સંવર્ધનની સફળ સિધ્ધિ વિશે પણ મુખ્યમંત્રીશ્રીએ રૂપરેખા આપી હતી.

તેમણે જણાવ્યું કે ગુજરાત ઔઘોગિક વિકાસમાં પ્રથમ છે તે સૌને વિદિત છે પણ કૃષિ ક્ષેત્રે ૩૭ લાખ હેકટર ખેતીની જમીનનો વિસ્તાર જળસંચય અને કૃષિ મહોત્સવના કારણે વધ્યો છે. પશુઓના પાલન, સંવર્ધન, આરોગ્ય સંભાળના કારણે દૂધ ઉત્પાદનમાં ૬૮ ટકા ઉત્પાદન વૃધ્ધિ થઇ છે.

ઉઘોગ-કુષિ અને સેવા ક્ષેત્રના પ્રવાસનના સંતુલન જાળવીને ગુજરાતનું અર્થતંત્ર સંગીન બન્યું છે તેની વગિતો પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

ગુજરાતના બધા ૧૮૦૦૦ ગામોમાં બ્રોડબેન્ડ કનેકટીવીટી, અને ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ છે. ૨૨૦૦ કી.મી.ની ગેસગ્રીડ ગુજરાત નાંખી રહ્યું છે. ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસનો મંત્ર લઇને ગુજરાત દેશના અર્થતંત્ર અને રોજગારી માટેનું ઉત્તમ માળખાકીય સુવિધા નેટવર્ક ઉભુ કરેલું છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic

Media Coverage

Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Gujarat meets Prime Minister
December 19, 2025

The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister’s Office posted on X;

“Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.

@CMOGuj”