શેર
 
Comments

ગુજરાત ગાર્ડિઅન નવા ગુજરાતી દૈનિકનું સુરતમાં લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

મીડિયામાં ન્યુઝ ટ્રેડર્સ સમાજ હિત અને લોકશાહી માટે સંકટ સમાન છે- નરેન્દ્રભાઇ મોદી

સમાજના શુદ્ધિકરણમાં અખબારો વિધેયાત્મક યોગદાન આપે

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતથી પ્રકાશિત થતા ગુજરાત ગાર્ડિઅન ગુજરાતી દૈનિકના પ્રકાશનનું લોકાર્પણ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, સકારાત્મક સમાચારો માટે જનમાનસ તત્પર હોય છે. પણ સતત કોલાહલ અને નકારાત્મક વાતાવરણમાં આ પડકાર ઝીલવા માટેની તાકાત બતાવવી પડે. લોકશાહીમાં આલોચના શાસન માટે આવશ્યક છે જ, પણ કમનસિબે આલોચનાનું નામોનિશાન જોવા નથી મળતું. આક્ષેપોની ભરમાર જ જોવા મળે છે. ત્યારે સમયની માંગ છે વ્યવસ્થિત અભ્યાસશીલ આલોચનાથી ભલભલા શાસકોની શરણાગતિ થાય છે.

લોકશાહીની આ જ તંદુરસ્ત તાકાત છે કે અખબારી પ્રકાશનો વિકસી રહ્યા છે એનો સૌથી વધુ ભોગ રાજકારણના લોકો બને છે અને આજ રાજકારણ લોકો અખબારો માટે સંરક્ષક બને છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે માર્મિકપણે જણાવ્યું કે, અખબારોનું ઉત્પાદન નહીં, સર્જન થવું જોઇએ. સમાચારો મેળવવા માટે આજના યુગમાં વલખા મારવા નથી પડતા. આજે માહિતયુગ વિશાળ છે ત્યારે વિશ્વસનિયતા જ અખબારી મીડિયાની પ્રભાવક જગ્યા ઊભી કરી શકશે. પ્રસાર માધ્યમો માટે પડકાર અને સ્પર્ધાનો તીવ્ર ઝડપનો આ જમાનો છે ત્યારે સુયોગ્ય બાબતો જનતાના મન સુધી પહોંચાડવી એ પડકાર છે.

પૂર્વ રાષ્ટ્રપ્રમુખ શ્રી એ.પી.જે.અબ્દુલ કલામે પ્રસાર માધ્યમો અખબારોને વિકાસમાં ભાગીદાર બનવાની આગ્રહભરી અપીલ કરી હતી, તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે હકારાત્મક સમાચારનો પ્રભાવ ઊભો થવો જોઇએ. નકારાત્મક સમાચારો શોધવા પત્રકારોએ જહેમત ઉઠાવવી પડે છે, અને તેનાથી એક વિષચક્ર સર્જાય છે તેનો ભોગ વ્યક્તિ અને સમાજ બને છે.

સમાચાર અને તંત્રીના વિચારો અભિપ્રાયોની ભેળસેળ જરૂરી નથી. સમાચારો તો તથ્યથી જ વિશ્વાસ પ્રગટાવી શકે અને તંત્રીને પોતાના વિચારો તેના તંત્રીલેખમાં પ્રગટ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે જ એમ તેમણે જણાવ્યું હતું.

ચોથી જાગીરની પાસે પણ લોકશાહીની ખૂલ્લાપણાની આવશ્યકતા ઉપર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, લોકશાહીની આંતરિક સ્વતંત્રતા અખબારોનો વિશ્વાસ વધારશે.

૧૯૭૫ની કટોકટીનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અખબારોના ગળે ટૂંપો દેવામાં આવેલો. સેન્સરશીપના કારણે ૧૯ મહિના સુધી કોઇ અખબારોની અપવાદો બાદ કરતા ચૂં ચા કરવાની તાકાત નહોતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મહાત્મા ગાંધી પણ અખબાર પ્રસિદ્ધ કરતા અને તેના વિચારોના આધારે બિ્રટીશ સલ્તનતને તેની વ્યૂહરચના ધડવી પડતી. સુરતના વીર નર્મદનો ""ડાંડિયો'' ક્રાંતિકારી સમાજ સુધારકનો પ્રહરી બની રહ્યો હતો. આવી ઉજ્જવળ અને ઉત્તમ પરંપરામાં અમૃતલાલ શેઠ જવા પત્રકારિતાના પ્રભાવકારી હતા, એમણે સાચા અર્થમાં સમાજ જીવનને દ્રષ્ટિકોણ આપેલો છે. આ જ સમાજ જીવનની મૂડી છે.

સમાજ શુદ્ધિકરણ માટે અખબારોનો તંદુરસ્ત વિકાસ આવશ્યક છે એમ જણાવી તેમણે ""ગુજરાત ગાર્ડિઅન'' અખબારને શુભેચ્છા આપી હતી. પત્રકારત્વ ""માખી'' જેવુ હોય કે ""મધમાખી'' જેવુ હોય તેની સરખામણી કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, "માખી' ગંદકી ઉપર બેસીને ગંદકી ફેલાવે પણ તેની સુવાસ પ્રસરાવવાની તાકાત નથી. જ્યારે મધમાખી ફૂલ ઉપર બેસે તેજ સુવાસ પ્રસરાવે અને નાકના ટેરવા ઉપર બેસીને ડંખ મારે તો તેની અસર ધણી હોય છે તેનાથી સમાજ શુદ્ધિનું વાતાવરણ પ્રગટવું જોઇએ.

ન્યુઝ ટ્રેડર્સ પોતાના સ્થાપિત હિતો માટે જ હોય છે અને સમાજ જીવન અને ચોથી જાગીર માટે સંકટ સમાન છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

અખબારના મેનેજિંગ ડીરેકટર શ્રી મનોજભાઇ મિસ્ત્રીએ મહાનુભાવોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ૧૧ વર્ષ પહેલાં અખબાર શરૂ કરવા માટે રોપાયેલું બીજ આજે સાકાર થયું છે. જ્ઞાન, સત્ય અને ન્યાય એ અમારો મુખ્ય ઉદ્દેશ છે.

આ અવસરે સી.ઇ.ઓ. શ્રી સાજન બરવડીયાએ પ્રાસંગિક ઉદ્‍બોધન કર્યું હતું.

આ વેળાએ મંત્રીશ્રીઓ સર્વે શ્રી નરોત્તમભાઇ પટેલ, મંગુભાઇ પટેલ, દિલિપભાઇ સંધાણી, રણજીતભાઇ ગીલીટવાલા, સાંસદો સર્વશ્રી સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોશ, ભરતસિંહ પરમાર, મેયરશ્રી રાજેન્દ્રભાઇ દેસાઇ, કોટક ગૃપના મોભી શ્રી સુરેશભાઇ કોટક સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આભારવિધિ ચેરમેનશ્રી જીવણભાઇ બરવાડીયાએ આટોપી હતી.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Need to bolster India as mother of democracy: PM Modi

Media Coverage

Need to bolster India as mother of democracy: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27નવેમ્બર 2022
November 27, 2022
શેર
 
Comments

The Nation tunes in to PM Modi’s ‘Mann Ki Baat’ and Appreciates Positive Stories From New India