સુરતમાં વિવેકાનંદ યુવા પરિષદ

યુવાશકિતના સાક્ષાત્કારનું ભાવવિભોર બની અભિવાદન કરતા નરેન્દ્રભાઇ મોદી

સુરત મહાનગરમાં શહેરી માળખાકીય સુવિધા વિકાસના રૂ. ૯૬૩ કરોડના કામોનું ખાતમૂહૂર્ત જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી

જાન્યુઆરીઃ ર૦૧૩થી દિવ્ય ભવ્ય ગુજરાતની નિર્માણના પાંચ વર્ષના સ્વર્ણિમ કાળનો ઉદય થશે - મુખ્યમંત્રીશ્રી

વિકાસ એષઃ પંથાઃ ગુજરાતનો મંત્ર

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરતમાં વિવેકાનંદ યુવા પરિષદમાં વિશાળ યુવાશકિતના સાક્ષાત્કારનું અંતઃકરણથી અભિવાદન કરતાં સમગ્ર દેશ આજે નિરાશા અને દુર્દશાની ગર્તામાં ધકેલાઇ ગયો છે ત્યારે ગુજરાત એકમાત્ર વિકાસના એષઃ પંથાઃના માર્ગે વિવેકાનંદના સપના સાકાર કરવા યુવાશકિતને સામર્થ્યવાન બનાવશે એવો નિર્ધાર વ્યકત કર્યો હતો.

ગુજરાતમાં તેમને સૌથી લાંબો સમય જનતાની સેવાનો અવસર મળ્યો છે અને હવે ર૦૧૩ના જાન્યુઆરીથી દિવ્ય અને ભવ્ય ગુજરાતનું પાંચ વર્ષમાં નિર્માણ કરવાનો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

વિવેકાનંદની ૧પ૦મી જન્મ-જ્યંતીની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે ગુજરાતભરમાં સાત યુવા પરિષદોનું આયોજન મુખ્યમંત્રીશ્રીની નિશ્રામાં થયું છે. આજે આ શ્રેણીની છઠ્ઠી યુવા પરિષદ સુરતના ઇન્ડોર સ્ટેડીઅમમાં યોજાઇ હતી.

આ અવસરે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરત મહાનગર સેવા સદનના ઉપક્રમે શહેરી માળખાકીય સુવિધા વિકાસના રૂ. ૯૬૩ કરોડના કામોના શિલાન્યાસની જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારે ગામો અને નગરોમાં યુવાનોના નેતૃત્વ અને ખેલ કૌશલ્યના વિકાસ માટે વિવેકાનંદ યુવા કેન્દ્રોને પ્રેરિત કર્યા છે તેમને પ્રતિકરૂપે રમતના સાધનોના કીટ્સ-સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિ વિવેકાનંદના જીવનદર્શનની વિશેષતાનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વિવેકાનંદજીએ પોતે ૪૦ વર્ષ પરલોક સિધાવી જશે એવું લેખમાં જણાવેલું તે અક્ષરશઃ સાચું પડયું. મદ્રાસમાં વિશ્વધર્મ પરિષદ સંપન્ન કરી વિવેકાનંદજીએ ૧૮૯૭માં કહેલું કે આગામી પ૦ વર્ષ માટે બધા જ દેવી દેવતાઓને સુવડાવી દો અને પ૦ વર્ષ માત્રને માત્ર ભારતમાતાની જ ભકિત કરે અને ૧૮૯૭ પછી પ૦ વર્ષ પછી ૧૯૪૭માં દેશ આઝાદ થયો-આ વિવેકાનંદજીનું આત્મદર્શન હતું. તેમણે ભારતમાતાને જગદ્ગુનરૂના સ્થાને વિશ્વનું નેતૃત્વ કરશે એવી પણ આગાહી કરેલી. આ ત્રીજી આગાહી સાચી પડે તે માટે તેમણે દેશની યુવાશકિત ઉપર ભારતનું ભાગ્ય બદલવાનો ભરોસો મૂકયો હતો.

કમનસિબે દોઢસો વર્ષ પણ આપણે આ વિવેકાનંદની ભવિષ્ય વાણી સાકાર નથી કરી શકયા. એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં આઝાદી પછીના નેતૃત્વ એ દેશના મહાપુરૂષોના સપનાં રોળી નાંખ્યા છે. ર૧મી સદી હિન્દુસ્તાનની સદીની દુનિયામાં આશા જાગેલી, પરંતુ પ્રથમ દશકના અંતે દેશની ૬૦ ટકા વસતિનો વિસ્તાર વીજળીના અંધકારમાં ગરકાવ થઇ ગયેલો. પીવાના પાણી અને વીજળી માટે ભારતની જનતા વલખાં મારે એવી ભારતની નાલેશીની દુનિયાના બધા મિડીયામાં ચર્ચા થયેલી, પરંતુ આ સ્થિતિમાં પણ એકમાત્ર ગુજરાત રાજ્ય એવું હતું જ્યાં વીજળીની ઝાકજમાળ ચાલુ હતી. આ જ ગુજરાતની તાકાત અને સામર્થ્ય છે એમ તેમણે જણાવ્યું હતું. દેશની દુર્દશા ઉપર માર્મિક પ્રતિભાવો આપતાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી કાંઇ બોલતા નથી, કે બોલી શકતા નથી. દેશ નાવિક વિનાના નાવડાની જેમ હાલક-ડોલક થઇ રહયો છે. ધાસની ગંજીમાં આગ લાગે ત્યારે તેને હોલવવા પાણી છાંટે તો પણ ધાસની ગંજી વપરાશલાયક રહે નહીં, પરંતુ સમજુ માણસ બચાવી શકાય એટલું ધાસ બચાવી લે છે એમ દેશની દુર્દશા છે ત્યારે, ગુજરાતને અમે બચાવી લીધું છે. વિકાસ એ જ એષઃ પંથા-આ જ એકમાત્ર માર્ગ છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની કોઇપણ દિશામાં રપ કી.મી.ના પરિધમાં વિકાસ થતો જોઇ શકાય છે અને પૈસા કયાંથી આવે છે? વડાપ્રધાનશ્રી કહે છે કે પૈસા ઝાડ ઉપર ઉગતા નથી પરંતુ કોંગ્રેસ માટે તો ટુ-જી અને કોલસાના ઝાડ ઉપર પૈસા ઉગે છે એમ તેમણે માર્મિક કટાક્ષ કરતાં જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસના જૂઠ્ઠાણા અને પ્રજા સાથે છેતરપીંડી સામે વિરોધ ઉઠાવતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં જેટલી રોજગારી મળી તેમાં પાંચ વર્ષમાં એકલા ગુજરાતે ૭ર ટકા રોજગારી આપી છે. પ્રધાનમંત્રીને પડકાર કરતાં તેમણે જણાવ્યું કે આવો, ગુજરાત સાથે મૂકાબલો કરો-ગુજરાત ૭ર ટકા રોજગારી આપી શકે તો કેન્દ્ર સરકાર કેમ નહીં?!

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કોઇપણ યુવક કે યુવતિને ધંધા-રોજગાર વ્યવસાય કરવા માટે બેન્ક-લોનનું ધિરાણ લેવાનું સપનું સાકાર કરવા બેન્ક ગેરન્ટી માંગશે તો આ સરકાર ગેરન્ટર બનશે. આ નિર્ણય નાનોસૂનો નથી. ગાંધીનગરની તિજોરી ખપાવી દેવા માટેનો નથી પરંતુ ગુજરાતના યુવાન ઉપર તેની નીતિમતા ઉપર ભરોસો છે.

રાજ્ય સરકારે ૧૧ વર્ષમાં સરકારી નોકરીમાં સાડા ત્રણ લાખ ભરતી કરી છે અને હવે સરકારી નોકરીમાં ઉપલી વયમર્યાદામાં રપ વર્ષની મર્યાદા ર૮ વર્ષ અને ર૮ વર્ષની ભરતીની મર્યાદા ૩૦ વર્ષની કરી છે.

શહેરોમાં ઉચ્ચ શિક્ષણ માટે રહેવા આવનારા વિઘાર્થીઓ માટે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ૬ર શહેરોમાં ૩૬,૦૦૦ વિઘાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલો બનશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ૧૪૦૦૦ વિવેકાનંદ યુવા કેન્દ્રોને દરેકને રમતના સાધનો અને સ્પોર્ટસ યુનિવર્સિટી ઉપરાંત દરેક જિલ્લામાં એક સ્પોર્ટસ સ્કુલ બનાવવાની જાહેરાત તેમણે કરી હતી.

રાષ્ટ્રીય રમતોના વિજેતા ખેલાડીઓને હવે રૂ. રપ૦૦ની શિષ્યવૃત્તિ અને શાળા રમતોત્સવ માટે રૂ. ર૦૦૦ પ્રત્યેક ખેલાડીને મળશે. વ્યાયામ શિક્ષકોને ફરજ ઉપરનું દૈનિક ભથ્થું રૂ. ૧પ૦ મળશે.

આઇ.ટી.આઇ.ના ડિપ્લોમા હોલ્ડર માટે ધો-૧૦ અને ધો-૧ર સમકક્ષ આઇ.ટી.આઇ. માટે ગણીને ઉચ્ચ અભ્યાસ માટે દ્વારો ખોલી નાખ્યા છે હવે આઇ.ટી.આઇ માટે ગૌરવરૂપ દરજજો મળી ગયો છે એમ તેમણે જણાવ્યું હતું.

કોલેજોમાં યુનિવર્સિટીમાં વિઘાર્થીઓની ચોઇસ બેઇઝ એજ્યુકેશન સિસ્ટમના ક્રાંતિકારી નિર્ણયોની જાહેરાત તેમણે કરી હતી અને વિવેકાનંદના સપના સાકાર કરવા યુવાશકિતને અવસરો આપવાની નેમ વ્યકત કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net

Media Coverage

The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent