કૃષિની રાષ્ટ્રીય પરિષદ

 

મુખ્યમંત્રીશ્રીની મહત્વની જાહેરાતો

 

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર મીટ દર ત્રણ વર્ષે યોજાશે

 

મહાત્મા મંદિરમાં ત્રણ વર્ષે ગ્લોબલ એગ્રીકલ્ચર ફેર યોજાશે

 

ઇઝરાયેલના સહયોગથી વિશ્વકક્ષાની ગુજરાત એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ હાઇટેક ફાર્મંગ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ સ્થાપશે

 

ઈઝરાયેલ ચીલી, નેધરલેન્ડ સહિતના સાત દેશો પણ સહભાગી

 

કૃષિ મિકેનાઇઝેશન વિષયક મહાપ્રદર્શનનું નિરીક્ષણ

 

મહાત્મા મંદિરગાંધીનગરમાં કૃષિવાણિજ્યઉદ્યોગ અને ટેકનોલોજીની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી

 

કૃષિક્રાંતિમાં દેશનું નેતૃત્વ કરતું ગુજરાત

 

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીબિઝનેસની નવી રાષ્ટ્રીય રણનીતિ સંદર્ભમાં સમૂહમંથન

 

ઉત્તમ પ્રયોગશીલ કૃષિ પ્રવૃત્તિના સફળ કિસાનોનું અભિવાદન

   

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજથી બે દિવસ માટે કૃષિવાણીજ્ય, ઉદ્યોગ અને ટેકનોલોજીની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્દઘાટન કરતાં જાહેર કર્યું હતું કે કૃષિક્ષેત્રે વૈશ્વિક પરિવર્તનો સાથે કદમ મિલાવવા દર ત્રણ વર્ષે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર ઇવેન્ટ યોજાશે. કૃષિ અને કિસાનો માટે ઇઝરાયેલ વિશ્વનો સૌથી વિશાળ કૃષિમેળો યોજે છે એ જ ઇઝરાયેલ પેટર્ન ઉપર ગુજરાતમાં ગ્લોબલ એગ્રીકલ્ચર ઇવેન્ટ દરમિયાન મહાત્મા મંદિરમાં વિશાળ કૃષિમેળો પણ યોજાશે એવી જાહેરાત તેમણે કરી હતી.

આની સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો અને ટેકનોલોજીની પીએચડીના અભ્યાસ સુધીની પ્રેકટીકલ ફાર્મંગની તાલીમની સુવિધા સાથેની એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટયુટ ઇઝરાયેલ સરકારના સહયોગથી સ્થાપવાની મહત્વની જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે વિશ્વમાં કૃષિ વેપારઉદ્યોગ અને ટેકનોલોજીના પરિવર્તનોમાં ભારત અને ગુજરાતના કિસાનોને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાનો અવસર આપવા મહાત્મા મંદિરની આ ઉર્વરા ભૂમિ ઉપર દર ત્રણ વર્ષે ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ અને ગ્લોબલ એગ્રીકલ્ચર ફેર યોજાશે.

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટર૦૧૩ના ભાગરૂપે હાઇટેક એગ્રીકલ્ચર ડેવલપમેન્ટના સંદર્ભમાં રણનીતિ ઘડવા માટેનું સામૂહિક મંથન આ મહાત્મા મંદિરની ભૂમિ ઉપર ગુજરાતમાં થઇ રહ્યું છે. નેક્ષ્ટ ફ્રંટિયર ઓફ એગ્રીબિઝનેસ એન્ડ ટેકનોલોજી વિષયવસ્તુ આધારિત આ નેશનલ કન્વેન્શનમાં ઇઝરાયેલ, ચિલી, હોલેન્ડ સહિતના વિદેશી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના ૭ દેશોના રાજદૂતો સહિત સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી કૃષિતજ્જ્ઞો, એગ્રોઇન્ડસ્ટ્રીઝ એન્ડ બિઝનેસ કંપનીઓ અને એગ્રો ટેકનોલોજી અને એગ્રો ઇકોનોમી એક્ષ્પર્ટ અને રાજ્ય સરકારોના જાહેર સાહસોએ ભાગ લીધો છે. ગુજરાત અને અન્ય રાજ્યોના પ્રગતિશીલ કિસાનો આ રાષ્ટ્રીય કૃષિવાણિજ્ય સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે.

કૃષિ ટેકનોલોજી અને એગ્રી બિઝનેસના મહાપ્રદર્શનનું નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીશ્રીએ કૃષિ ક્ષેત્રે ઉત્તમ કાર્યસિધ્ધિઓ અંગેનું શ્વેતપત્રનું વિમોચન કર્યું હતું અને આ ક્ષેત્રે દેશના પ્રગતિશીલ કિસાનોનું અભિવાદન કર્યું હતું.

ગુજરાત બહારથી દેશભરના ર૦૦૦ જેટલા કૃષિકારો અને ૧૧ રાજ્યોના ડેલીગેટસને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કૃષિવિકાસના નવા આયામોની સફળતામાં ગુજરાત અગ્રેસર બન્યું છે અને આ ઉત્તમ સફળતાની અન્યને પ્રેરણા મળે તે માટે ગુજરાતે પ્લેટફોર્મ પુરૂ પાડયું છે. અન્ય રાજ્યોની કૃષિ પ્રગતિની ઉત્તમ સાફલ્યગાથાનો મહત્તમ લાભ આ રાજ્યના કિસાનોને પણ મળશે. ગુજરાતે છેલ્લા એક જ દશકમાં આકાશીવરસાદી ખેતીમાંથી જળસંચયની ક્રાંતિ કરીને અને વૈજ્ઞાનિક કૃષિ પધ્ધતિ દ્વારા લગાતાર દશ ટકાથી અધિકનો કૃષિવિકાસ દર જાળવી રાખ્યો છે, તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતે જળજમીન અને કુદરતી સંસાધનો દ્વારા કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા નવા વૈજ્ઞાનિક સંશોધનો ખેતરો સુધી પહોંચાડયા છે.

ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે અને ૬૮ ટકા જનસંખ્યા કૃષિપશુપાલન ઉપર આધારિત હોય ત્યારે કૃષિક્ષેત્રની ઉપેક્ષા કઇ રીતે થઇ શકે એવો પ્રશ્ન ઉઠાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસની સાથોસાથ સમાન ભાગીદારીથી કૃષિ વિકાસ અને સર્વિસ સેકટરનો હિસ્સો પાયામાં રાખ્યો છે. તેના પરિણામે ગુજરાતના કૃષિ ક્ષેત્રોની પ્રગતિ ઉપેક્ષિત નથી રહી, ધબકતી બની છે.

મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે અને દુનિયાના કૃષિપ્રધાન દેશો ખાસ કરીને ઇઝરાયેલના કૃષિવિકાસની સાફલ્ય સિધ્ધિઓ તથા નવા પ્રયોગો નિહાળવા ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોના કૃષિપ્રવાસ આયોજન કરવાનું ઉદ્દીપકનું કાર્ય કરે છે. આના પરિણામે ગુજરાતમાં કિસાનોની યુવાપેઢી પણ આધુનિક કૃષિક્રાંતિમાં ભાગીદાર બની છે. દેશનો કૃષિ વિકાસ દર અનેક મથામણો છતાં માત્ર ત્રણ ટકા ઉપર સ્થાયી રહ્યો છે ત્યારે ગુજરાતના કિસાનોનો પુરૂષાર્થ દશ વર્ષથી રંગ લાવ્યો છે અને સાતત્યપૂર્ણ દશ ટકાથી અધિક કૃષિવિકાસ દર આગળ વધતો રહ્યો છે. ગુજરાતના કૃષિવિકાસથી ઇઝરાયેલ જેવો દેશ પણ પ્રભાવિત થયો છે.

પૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીના આહ્વાનથી દેશના કિસાનોએ ભારતના ધન ધાન્યના ભંડારો ભરી દીધા હતા તે પ્રેરક કૃષિક્રાંતિની યાદ અપાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કૃષિ ક્ષેત્રે રોદણા રડવાની જરૂર જ નથી. સમયની માંગ છે કે દેશના કિસાનો માત્ર ભારતવાસીના પેટ ભરવા સક્ષમ છે એટલું જ નહીં, પૂરા યુરોપને ધાન્ય, અનાજ ફળફળાદીથી હિન્દુસ્તાનના કિસાનો સંતોષ આપી શકે એવી સ્થિતિનું નિર્માણ કરવું છે.

આવો, ગુજરાતની આ કૃષિક્રાંતિની પ્રયોગભૂમિ ઉપરથી સમગ્ર ભારતના કિસાનો સંકલ્પ કરીએ કે ભારતને કૃષિક્ષેત્રે એવી ઊંચાઇ ઉપર લઇ જઇએ જે સમગ્ર યુરોપની કૃષિ પેદાશોની જરૂરિયાતો પૂરી પાડેઆ પરિવર્તન લાવવા માટે દેશમાં કૃષિવિષયક એવી નીતિઓમાં જે બદલાવ લાવવો હોય તે લાવવા દેશના શાસકો ઉપર કિસાનશકિત પ્રભાવ ઉભો કરે એવું આહ્વાન મુખ્યમંત્રીશ્રીએ વિવિધ રાજ્યોના કિસાનોને આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારે વૈજ્ઞાનિક ખેતી અને જળસંચયના ક્રાંતિકારી પ્રયોગો માટે કિસાનોના ઉદ્દીપક તરીકે જે પ્રેરણા આપી તેની સફળતાના દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે ડ્રીપઇરિગેશનમાઇક્રો ઇરિગેશનની ઝૂંબેશથી દશ હજાર હેકટરમાંથી પ લાખ હેકટર ઉપર ગુજરાતે જળસંચયની ક્રાંતિ કરી છે જેનાથી જળસંસાધનોનો દૂર્વ્યય ઘટયો છે. વિજ્ઞાનના આ યુગમાં કૃષિ ટેકનોલોજીથી કૃષિવિષયક પાણી, વીજળી અને જમીનની ગુણવત્તા બગડે નહીં તે માટે ડ્રીપઇરીગેશન તથા સોઇલ હેલ્થકાંર્ડની પહેલ ગુજરાતે કરી છે. ભારત સરકાર પણ આ સોઇલ હેલ્થ કાર્ડ માટે આગ્રહ રાખે છે પરંતુ હાલ તો દિલ્હીની કેન્દ્ર સરકાર સોઇલને બદલે કોયલામાં ગળાડૂબ છે પણ ગુજરાત તો કિસાનના હિતોની રખેવાળી કરે છે એમ તેમણે માર્મિક શબ્દોમાં જણાવ્યું હતું.

ગુજરાત સરકારે ઉદ્યોગ વિકાસની સાથે જળસંચય અને કૃષિ મહોત્સવથી એવું પરિવર્તન કિસાનોમાં લાવી દીધું છે કે ગુજરાતનો ખેડૂત એવો મિજાજ બતાવી રહ્યો છે કે જમીનની કિંમત તેને પોષાશે તો જ વેચશે અને બીજે ખરીદશે અને આર્થિક રીતે સમૃધ્ધ બનશે.

ગુજરાતના કિસાનોને ગૂમરાહ કરવા અને જૂઠ્ઠાણા ફેલાવનારાને પડકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે એકમાત્ર ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે ખેતીલાયક જમીનનો ૩૭ લાખ હેકટર વિસ્તાર વધ્યો છે. માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં, પણ અર્થતંત્રને વધુ શકિતશાળી બનાવવા કૃષિવિસ્તાર વિકાસ કર્યો છે એટલું જ નહીં, ગુજરાતના કિસાનોને તેની કૃષિ પેદાશોની નિકાસ માટે મૂલ્યવર્ધિત ખેતી તરફ વિશાળ પાયે પ્રેરિત કર્યા છે.

ગુજરાત સરદાર પટેલની ભૂમિ છે અને કિસાનોના સરદાર પટેલે દેશના ખેડૂતોને તાકાતવાળા બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેને સાકાર કરવા રાજ્યની આ સરકાર પ્રતિબધ્ધ છે એમ તેમણે જણાવ્યું હતું.

કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ પ્રારંભમાં સૌને આ કન્વેન્શનમાં સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા.

કૃષિમંત્રીશ્રીએ પાછલા એક દશકમાં ગુજરાતની ઓળખ વેપારી રાજ્યમાંથી કૃષિ અને સર્વાંગીણ વિકસીત રાજ્ય તરીકે વિશ્વમાં ઊભી કરવાનું શ્રેય મુખ્યમંત્રીશ્રીની કૃષિ વિકાસ અને ખેડૂતોના હિતો માટેની પ્રતિબધ્ધતાને આપ્યું હતું.

તેમણે કપાસ ઉત્પાદનમાં ગુજરાત રાષ્ટ્રમાં અગ્રેસર છે હવે બાગાયતી પાકો અને અન્ય ફળફળાદીફૂલની ખેતીમાં પણ આધુનિક ટેકનોલોજીનો કૃષિમહોત્સવના માધ્યમથી સફળ વિનિયોગ કરીને ગુજરાત હરિતક્રાંતિનું પથદર્શક બન્યું છે તેની ભૂમિકા આપી હતી.

ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ સુશ્રી ઓર્ના સાગીએ ઇઝરાયેલ ભારત અને ગુજરાત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના બે દાયકાના સફળ વિસ્તરણની ભૂમિકા સમજાવી હતી. આ સંબંધોને ગર્વનમેન્ટટુગર્વનમેન્ટ ઉપરાંત લોકોથી લોકો સાથે જોડવાના ઇઝરાયલના પ્રયાસોની રૂપરેખા આપતાં તેમણે ઇઝરાયલ જેવા નાના રાષ્ટ્રએ ગુજરાતની કૃષિક્રાંતિથી પ્રભાવિત થઇ ગુજરાતમાં ત્રણ સેન્ટર ઓફ એકસલન્સ એગ્રો ટેકનીકના પરસ્પર આદાનપ્રદાન માટે શરૂ કરવા તત્પરતા દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે બે આંકડાનોડબલ ડિઝીટકૃષિ વિકાસ દર પાર કર્યો છે તેની તેમણે પ્રસંશા કરી હતી અને ગુજરાતના કૃષિ વિકાસને પથદર્શક ગણાવ્યો હતો.

આ રાષ્ટ્રિય પરિષદમાં એમ્બેસી ઓફ ચિલીના એગ્રીકલ્ચર અફેર્સના કોન્સ્યુલરશ્રી ગેલાર્ડો, ઘ્.ત્.ત્ ના પદાધિકારીઓ, મુખ્ય સચિવશ્રી જોતિ તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ૧૧ જેટલાં રાજ્યોના ધરતીપૂત્રોકૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય સચિવશ્રી જોતિએ આભારદર્શન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે મહાત્મા મંદિરમાં આયોજિત કૃષિપ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Year-ender 2025: From interstellar comets to ISRO’s Bahubali launch — space milestones that stood out

Media Coverage

Year-ender 2025: From interstellar comets to ISRO’s Bahubali launch — space milestones that stood out
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Emphasizes Power of Benevolent Thoughts for Social Welfare through a Subhashitam
December 31, 2025

The Prime Minister, Shri Narendra Modi, has underlined the importance of benevolent thinking in advancing the welfare of society.

Shri Modi highlighted that the cultivation of noble intentions and positive resolve leads to the fulfillment of all endeavors, reinforcing the timeless message that individual virtue contributes to collective progress.

Quoting from ancient wisdom, the Prime Minister in a post on X stated:

“कल्याणकारी विचारों से ही हम समाज का हित कर सकते हैं।

यथा यथा हि पुरुषः कल्याणे कुरुते मनः।

तथा तथाऽस्य सर्वार्थाः सिद्ध्यन्ते नात्र संशयः।।”