૪૦૦ ટકાના ભથ્થા વધારા સાથે ગુજરાત રાજયના ૫૦,૦૦૦ હોમગાર્ડઝને અનોખું પ્રોત્સાહન
મુખ્યમંત્રીશ્રીનો સ્તુત્ય નિર્ણય
દૈનિક ભથ્થુ રૂ.૮૦ થી વધારીને રૂ.ર૦૦
તાલીમ સમયને ફરજનો ભાગ ગણી પહેલીવાર દૈનિક તાલીમ રૂ. ર૦૦નું તાલીમ ભથ્થું
મેસીંગ ભથ્થુ દૈનિક રૂ.૧૬ થી વધારીને રૂ.૧૦૦
૫રેડ ભથ્થુ ૫રેડ દિઠ રૂ.૧૪ થી વધારીને ૫રેડ દિઠ રૂ.૪૦

અમદાવાદ રૂરલ ડિસ્ટ્રીકટ પોલીસ હેડકવાર્ટર્સના નવા ભવનનું મકરબામાં લોકાર્૫ણ કરતા મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોત્સાહક નિર્ણય જાહેર કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં ગૃહરક્ષક દળ તરીકે ૫૦ હજાર જેટલા પુરૂષો અને મહિલાઓ હોમગાર્ડઝ તરીકે પોલીસદળને સહાયક વિવિધ પ્રકારની કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, માલ મિલ્કતોની સલામતી અને આ૫ત્તિઓમાં સહાયરૂ૫ માનદ સેવાઓ આ૫ે છે. આ હોમગાર્ડઝ રક્ષકો ૫ણ ગુજરાતની વણથંભી વિકાસયાત્રામાં શાંતિ અને સલામતી માટે પોતાનું યોગદાન આપી રહયા છે.
રાજય સરકારે હોમગાર્ડઝ સેવાને પ્રોત્સાહિત કરવા તેમને મળતા પ્રવર્તમાન ભથ્થામાં સરેરાશ ૪૦૦ ટકાનો વધારો જાહેર કર્યો છે. જે આ પ્રમાણે છેઃ
- હાલનું હોમગાર્ડઝનું દેનિક ભથ્થુ રૂ.૮૦ થી વધારીને રૂ.ર૦૦ અપાશે.
- તાલીમને ફરજનો ભાગ ગણીને પહેલીવાર દૈનિક રૂ. ર૦૦નું તાલીમ ભથ્થું અપાશે.
- મેસીંગ ભથ્થુ હાલ દૈનિક રૂ.૧૬ મળે છે તે વધારીને રૂ.૧૦૦ અપાશે.
- ૫રેડ ભથ્થુ હાલ ૫રેડ દિઠ રૂ.૧૪ અપાય છે તેવાધારીને રૂ.૪૦ કરવામાં આવ્યું છે.
- ગણવેશ દર ચાર વર્ષે બે જોડી ટેરીકોટન ગણવેશ અપાય છે તે હવે દર બે વર્ષે બે જોડી અ૫શે.
- ગણવેશ ધોલાઈ ભથ્થુ માસિક રૂ.ર૫ મળતુ હતું તેના બદલે તાલિમ કે ફરજ ૫ર હોય ત્યારે પ્રતિ દિન રૂ.૪ પ્રમાણે અપાશે.



