શેર
 
Comments

ચાર
ગરીબ
કલ્‍યાણ
મેળામાં
રૂા.૧૦
,
૦૦૦
કરોડના
લાભો
ગરીબોને
મળવાના
છે-
મુખ્‍યમંત્રીશ્રી

કુલ
૨૨૩
તાલુકાઓમાં
૧૨મી
એપ્રિલથી
શરૂ
થયેલા
ગરીબ
કલ્‍યાણ
મેળા

સૂરતથી
વીડિયો
કોન્‍ફરન્‍સ
દ્વારા
૨૪
જિલ્લાના
૧.૫૫
લાખ
લાભાર્થીઓ
સાથે
મુખ્‍યમંત્રીશ્રીનો
સીધો
સંવાદ

મુખ્‍યમંત્રીશ્રી
નરેન્‍દ્રભાઇ
મોદીએ
આજે
ગરીબ
કલ્‍યાણ
મેળા
અભિયાનના
બીજા
ચરણમાં
સૂરતથી
વીડિયો
કોન્‍ફરન્‍સ
દ્વારા
૨૪
જિલ્લાના
૧.૫૫
લાખ
લાભાર્થીઓને
સંબોધતાં
જણાવ્‍યું
હતું
કે
, ગુજરાત
સરકારે
ચાર
ગરીબ
કલ્‍યાણ
મેળા
દ્વારા
રૂા.૧૦
,૦૦૦
કરોડના
લાભો
ગરીબોને
આપ્‍યા
છે.


વર્ષે
૨૨૩
ગરીબ
કલ્‍યાણ
મેળા
યોજીને
રૂા.૧૨૦૦
કરોડના
હક્કોના
લાભો
આપી
ગરીબોને
વારસામાં
ગરીબી

મળે
તે
દિશામાં
અભિયાન
ઉપાડયું
છે
, એમ
તેમણે
જણાવ્‍યું
હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ
ગરીબ
કલ્‍યાણ
મેળા

ગરીબોના
પોતાના
હક્ક
માટે
સરકારમાં
શોધવા
નીકળે
તેના
બદલે

સરકાર
ગરીબ
લાભાર્થીઓને
શોધીને
તેના
હક્ક-લાભો
મળી
જાય
તેવું
તંત્ર

મિશનને
ઊભું
કર્યું
છે.
મહિનાઓ
સુધી
ગામડાં
ખૂંદીને
અધિકારીઓએ
ગરીબોની
સેવા
કરી
છે
,
માટે
સમગ્ર
તંત્રને
અભિનંદન
આપતા
મુખ્‍યમંત્રીશ્રીએ
જણાવ્‍યું
કે
, હિન્‍દુસ્‍તાનમાં
ગરીબોની
સેવાનું

અભિયાન
કયાંય
નથી.

ગરીબ
કલ્‍યાણ
મેળો
વચેટિયા
નાબૂદી
મેળો
છે.
ગરીબને
સ્‍વમાનભેર
જીવવા
માટે
તેના
હક્ક
પારદર્શિતાથી
આપવા
માટેનું
અભિયાન
આખા
દેશને
ગરીબી
નિવારણનું
પથદર્શક
બન્‍યું
છે.

આખા
દેશમાં
એકલા
ગુજરાતે
ગરીબી
રેખા
નીચે
જીવતા
બીપીએલના

થી
૧૬
આંક
સુધીના
સોએ
સો
ટકા
ઘરવિહોણા
ગરીબોને
આવાસ
આપી
દીધા
છે
અને
હવે
૧૭-૨૦
આંક
સુધીના
બીપીએલ
કુટુંબોને
પણ
આવાસ
આપવાનું
અભિયાન
ઉપાડયું
છે
, તેમ
મુખ્‍યમંત્રીશ્રીએ
જણાવ્‍યું
હતું.

ગરીબ
કલ્‍યાણ
મેળામાં
અઢી
લાખ
લાભાર્થીઓને
ઘર
બનાવવાના
પ્‍લોટ
મળી
જવાના
છે.

ગરીબ
કલ્‍યાણ
મેળાના
પ્રત્‍યેક
લાભાર્થી
પોતાના
સંતાનોને
ભણાવે
એવી
હૃદયસ્‍પર્શી
અપીલ
કરતા
મુખ્‍યમંત્રીશ્રીએ
જણાવ્‍યું
કે
, દરેક
ગરીબ
મા-બાપની
ઝંખના
છે
કે
તેનું
બાળક
ગરીબીમાં
ટળવળે
નહીં
, ફૂટપાથ
ઉપર
જિંદગી
વિતાવે
નહીં
, તો
સંતાનને
મુશ્‍કેલી
વેઠીને
ભણાવજો.

મુખ્‍યમંત્રીશ્રીએ
જણાવ્‍યું
કે
,
વર્ષના
બજેટમાં
ગરીબના
સંતાનને
શિક્ષણ
માટે
પ્રેરિત
કરવા
અબજો
રૂપિયાની
ફાળવણી
કરી
, ગણવેશ
, શિષ્‍યવૃત્તિ
, પાઠયપુસ્‍તકો
, છાત્રાલય
સહાય
માટે
ભારે
બોજ
સરકારે
ઉઠાવ્‍યો
છે.

બધી

યોજનાની
સહાયમાં
વધારો
કરી
દીધો
છે.

વિધવા
બહેન
પગભર
બને
તે
માટે
રૂા.૫૦૦ની
માસિક
સહાય
રૂા.૭૫૦
કરી
દીધી.
ગરીબની
દીકરીને
સુખેથી
પરણાવવા
કુંવરબાઇના
મામેરાની
રૂા.૫૦૦૦ની
સહાય
બમણી
કરીને
રૂા.૧૦૦૦૦
કરી
દીધી
છે.
કુપોષણના
કારણે
ગરીબ
માતાની
કુખે
, મંદબુદ્ધિ
કે
અપંગ
બાળક
પેદા
થાય
નહીં

માટે
તરુણ
કિશોરીના
પોષણક્ષમ
આહારથી
શરીરની
તંદુરસ્‍તી
વધે
તે
માટેના
કાર્યક્રમો
ઉપાડયા
છે.
ગરીબનું
સંતાન
નબળું
માયકાંગલું
ના
હોય
તેના
માટે
અભિયાન
ઉપાડયું
છે.


સરકારે
પ્રત્‍યેક
ગામમાં
સૌથી
કંગાલ
સ્‍થિતિમાં
જીવતા
અતિ
ગરીબ
એવા
પાંચ
પરિવારોને
પસંદ
કરીને
ગરીબીમાંથી
બહાર
આવી
સામાન્‍ય
જીવન
જીવે
તેવી
મમતા
સંવેદનાથી
શ્રમયોગી
યોજના
શરૂ
કરી
છે
, તેમ
તેમણે
જણાવ્‍યું
હતું.

ગરીબ
કલ્‍યાણ
મેળામાં
સ્‍વમાનભેર
જીવવા
માટે
ગરીબ
બહેનને
સિવવાનો
સંચો
, કન્‍યાને
ભણવા
સાઇકલ
અને
કારીગરને
સાધન
આપવામાં
આવશે
, એમ
પણ
તેમણે
જણાવ્‍યું
હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ
વનબંધુ
કલ્‍યાણ
યોજના
રૂા.
૧૫૦૦૦
કરોડની
હતી
તેનું
ફલક
વિસ્‍તારી
રૂા.૪૦૦૦૦
કરોડનું
પેકેજ
આપ્‍યું
છે
તેની
ભૂમિકા
આપી
સમુદ્રકાંઠે
વસતા
સાગરખેડુ
સમાજોના
વિકાસ
માટે
પણ
રૂા.૨૧૦૦૦
કરોડનું
નવું
પેકેજ
મંજૂર
કર્યું
હોવાની
વિગતો
આપી
હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ
જણાવ્‍યું
કે
રાજ્‍યના
સખીમંડળોને

ગરીબ
કલ્‍યાણ
મેળામાં

રૂા.૭૦૦
કરોડની
સહાય
આર્થિક
પ્રવૃત્તિ
માટે
અપાશે.
ગરીબીમાંથી
બહાર
નીકળવા

સરકાર
ગરીબોનો
હાથ
પકડી
, ખભા
ઉપર
બેસાડી
ગરીબીની
ધૂંસરી
ફગાવી
દેવાનો
સંકલ્‍પ
કરવા
શ્રી
નરેન્‍દ્રભાઇ
મોદીએ
જણાવ્‍યું
હતું.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Rs 49,965 Crore Transferred Directly Into Farmers’ Account Across India

Media Coverage

Rs 49,965 Crore Transferred Directly Into Farmers’ Account Across India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 મે 2021
May 11, 2021
શેર
 
Comments

PM Modi salutes hardwork of scientists and innovators on National Technology Day

Citizens praised Modi govt for handling economic situation well during pandemic