મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મહાત્મા મંદિર પરિસરમાં ગુજરાતમાં સ્થપાઇ રહેલા વિશ્વકક્ષાના સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીયન SIRમાં આકાર લેનારા સ્માર્ટ સિટીની અનુભૂતિ કરાવતા સ્માર્ટ સિટી એકસ્પેરિયન્સ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું.
ગુજરાત સરકાર, દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન અને સિસ્કો સીસ્ટમ દ્વારા આ સ્માર્ટસિટી એકસ્પેરિયન્સ સેન્ટરને પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
ભારતમાં આ સ્માર્ટસિટી કોન્સેપ્ટને ધરતી ઉપર ઉતારવામાં ગુજરાતે પહેલ કરી છે. મુખ્ય મંત્રીશ્રીએ જે રર્બનાઇઝેશન પ્રોજેકટની સંકલ્પના પ્રસ્તુત કરીને શહેરીકરણને શહેરી વિકાસની શક્તિરૂપે તથા ‘‘આત્મા ગ્રામીણ સંસ્કૃતિનો અને સુવિધા શહેરની’’નો પ્રકલ્પ આપેલો છે તે સંદર્ભમાં સ્માર્ટ સિટી શિક્ષણ, આરોગ્ય, આવાસની આધુનિક સ્માર્ટ સિટીનું તાદ્દશ્ય દર્શન કરાવે છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.




