તમે જાગો છો એ મને ખાતરી થઈ ગઈ, દોસ્તો. હવે મહેનત નહીં કરો તો પણ હું માનીશ કે તમે બધા જુવાનિયાઓ જાગો છે. મંચ પર બિરાજમાન સર્વે માન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના આગેવાનો, કૉર્પોરેશનના આગેવાનો અને જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં પધારેલ સૌ નૌજવાન મિત્રો, માતાઓ અને બહેનો...

આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની ૧૫૦ મી જયંતીનું વર્ષ છે. આજે પણ આ દેશના નવજવાનને સ્વામી વિવેકાનંદનું ચિત્ર જોતાં જ માથું નમાવવાનું મન થતું હોય છે. આ દેશમાં બે વીરપુરુષો, મહાપુરુષો એવા રહ્યા છે કે જેના પ્રત્યે આજની યુવાન પેઢીને પણ, એ જિન્સનું પેન્ટ પહેરતો હોય કે લાંબા લટિયાં રાખતા હોય તો પણ અગર જો સ્વામી વિવેકાનંદનું ચિત્ર જુએ, અગર વીર ભગતસિંહનું ચિત્ર જુએ તો એના મનમાં સહજ રીતે આદરનો ભાવ પ્રગટતો હોય છે, આ કાશ્મીરથી કન્યાકુમારી સમગ્ર દેશની ભાવના છે. મિત્રો, અહિંયા બહુ ઓછા લોકો એવા હશે કે જેમને ખબર હશે કે ૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદ આ જૂનાગઢની ધરતી પર આવ્યા હતા, જૂનાગઢમાં રોકાયા હતા અને અહિંથી પોરબંદર ગયા હતા. લાંબો સમય એ પોરબંદરમાં રોકાયા હતા. આવા મનીષીના ચરણરજથી આ જૂનાગઢ પવિત્ર થયેલું છે, એવી આ નગરીમાં આપણે ૧૫ મી ઓગસ્ટ ઊજવી રહ્યા છીએ.

ભાઈઓ-બહેનો, આપણા માટે ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી કે ૧ લી મે એ કોઈ સરકારી કાર્યક્રમ નથી. માત્ર ધ્વજવંદનનો એક ચીલાચાલુ કાર્યક્રમ કરવો એ પરંપરા તો કેટલાંય વર્ષોથી ચાલતી હતી. ગાંધીનગરમાં સરકારી સમારંભ થાય, સરકારી અધિકારીઓ હાજર હોય, એકાદ બે નિશાળનાં બાળકો હાજર હોય અને રાષ્ટ્રિય પર્વની ઉજવણી થતી હતી. ભાઈઓ-બહેનો, આપણે રાષ્ટ્રિય પર્વોને ગાંધીનગરથી બહાર કાઢીને જિલ્લામાં લઈ ગયા અને રાષ્ટ્રિય પર્વને વિકાસના પર્વમાં પરિવર્તિત કરી દીધું અને આજે એનો લાભ, આખી ગાંધીનગરની ગુજરાત સરકાર જૂનાગઢના ચરણોમાં આવીને બેસી, મિત્રો. આ ઘટના નાનીસૂની નથી. મને ઘણા લોકોએ ટ્વિટર પર લખ્યું છે, કોઇએ ફેસબુક પર લખ્યું છે, કોઈએ ઈ-મેઇલ મોકલ્યો છે કે સાહેબ, જો અમારા સી.એમ. જૂનાગઢમાં રહેતા હોત તો..? એવું લખ્યું છે અને એણે આગળ લખ્યું છે કે સાહેબ જે રીતે સફાઈ થઈ છે જૂનાગઢની, એટલી બધી સફાઈ થઈ છે કે હવે આપ અહિંયા જ રહી જાઓ. મારે આ જૂનાગઢ જિલ્લાના ભાઈઓ-બહેનોને કહેવું છે કે અમે તો સફાઈ કરી, ચોખ્ખું ચણાક કરી દીધું, હવે જાળવવાનું કામ તો તમે કરો..! જૂનાગઢવાસીઓ નક્કી કરે કે હવે અમે જૂનાગઢને ગંદું નહીં થવા દઈએ. અને પછી આવનારા દિવસોમાં જે સાફ કરવાનું આવે એ કર્યા કરજો, હજુ ઘણા મોકા છે..! આપનું કામ આપ કરજો, અમારું કામ અમે કરીશું, આપણે ગુજરાતને ગૌરવવંતું બનાવતા રહીશું એ સપના લઈને આપણે ચાલી રહ્યા છીએ, એ કામ લઈને આપણે ચાલી રહ્યા છીએ.

ભાઈઓ-બહેનો, આજે મેં છાપામાં એક બહુ રમૂજી સમાચાર વાંચ્યા, સવારે ગાંધીનગરથી નીકળતો હતો ત્યારે. અહિં આવ્યા પછી મેં જરાક પૂછપરછ કરી તો મને થયું કે આ રમૂજી સમાચારની માહિતી તમને પણ આપવી જોઇએ, આપું ને..? પણ તમે પછી આગળ પહોંચાડશોને..? પાકે પાયે પહોંચાડશો? પછી માહિતી આમ અટકી ન જવી જોઇએ હોં, જવાનિયાઓ, મંજૂર..? મિત્રો, આજે મેં છાપામાં એવું વાંચ્યું કે મુખ્યમંત્રીના જૂનાગઢના મહોત્સવની અંદર આઠસો રૂપિયાની ભોજનની ડિશ પીરસવાની છે. બોલો, વાંચ્યું ને બધાંએ? મેં પૂછ્યું ભાઈ, એકેય ભોજન સમારંભ તો છે જ નહીં આખા કાર્યક્રમમાં, તો આ ડિશ ક્યાંથી આવી ને ખાવાનું ક્યાંથી લાવ્યા? તમારા કલેક્ટરે મને માહિતી આપી, જે બહુ મજેદાર છે. અહિંયા જે અન્ય રાજ્યના અધિકારીઓ અને બધા આવ્યા છે તેમને જમાડવા તો પડે. કોઈ ભોજન સમારંભ નથી. પરંતુ એમણે જે ટેન્ડર મંજૂર કર્યું છે એ ટેન્ડર એવું છે કે બે ટાઈમ ભોજન અને બે ટાઈમ ચા નાસ્તો, એના કુલ ખર્ચનું ટેન્ડર છે એક વ્યક્તિનું એકસો બત્રીસ રૂપિયા, કેટલું..? છાપામાં શું લખ્યું છે..? આઠસો રૂપિયા..! સાહેબ કેવી ચાલાકીઓ ચાલે છે એ જુઓ. પછી મેં કહ્યું કે ના, એવું ના હોય યાર, કંઈક તો હશે, એમનેમ ના છપાય. આઠસો... છાપાંવાળા આવું ધરાર ખોટું લખે એવું બને નહીં, તપાસ કરો. તો પછી તપાસ કરી કે આજે સાંજે માનનીય ગવર્નર સાહેબનો એક કાર્યક્રમ છે, ‘ઍટ હોમ’. એ કાર્યક્રમનું નિમંત્રણ ગવર્નર આપે છે, એ કાર્યક્રમનું આયોજન ગવર્નરની ઓફિસ કરે છે. ન એમાં નરેન્દ્ર મોદીને કંઈ લેવાદેવા હોય છે, ન રાજ્ય સરકારને લેવાદેવા હોય છે, અમારે તો ખાલી બિલ ચૂકવવાનું હોય છે. એમણે ટેન્ડર મંગાવ્યા હતાં, શેના માટે? ભોજન માટે નહીં...! બે ટાઈમનું ભોજન, બે ટાઈમનો નાસ્તો એકસો બત્રીસવાળાં નહીં..! એમણે ટેન્ડર મંગાવ્યું હતું સાંજે સાડા ચાર વાગે જે ‘ઍટ હોમ’ થાય છે, એ ઍટ હોમમાં જે લોકોને બોલાવ્યા હોય એમને નાસ્તો અને ચા આપવા માટેનું. અને એમાં જૂનાગઢના એક મહાશયે ટેન્ડર ભર્યું હતું, સાતસો રૂપિયા. એક ડિશના સાતસો રૂપિયા..! એ મહાશયનું નામ જાહેરમાં મારે બોલવું નથી એટલે બોલતો નથી. અને ગવર્નરે નક્કી કર્યું કે ઊભા રહો, એને થયું કે આ સાતસોવાળું કરવા જઈશું તો ક્યાંક આબરૂનું લિલામ થઈ જશે. જો મોદીના ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ભાજપની સરકાર એકસો બત્રીસ રૂપિયામાં બે ભોજન અને બે ચા-નાસ્તા કરાવી શકતી હોય, તો આ એક ડિશના સાતસો દેવા કઈ રીતે? પછી એમણે કંઈ બીજા ટેન્ડરવાળાને બોલાવ્યા, વાટાઘાટો કરી, પણ આઠસોનું બિલ નથી. એક ભાઈએ સાતસો ભર્યા હતા એ વાત સાચી અને ભર્યા હતા એના કારણે કદાચ છાપાંવાળાએ છાપ્યું હોય, પણ ગવર્નર સાહેબે જે નાસ્તો નક્કી કર્યો છે એનું બિલ ચૂકવવાના છે એક ડિશનું અઢીસો રૂપિયા. ભાઈઓ-બહેનો, ગુજરાતનું રાજભવન એ કૉંગ્રેસ ભવન બની ગયું છે એનું આ પરિણામ છે અને છાપાના મિત્રોને પણ મારે કહેવું છે કે આંખ મીંચીને મોદીને બદનામ કરવાની જે પેરવી આદરી છે એમાં આવી રીતે ક્યારેકને ક્યારેક તમે સપડાઈ જશો. તમને હતું કે મોદી મરશે આનાથી, કે દુષ્કાળમાં આઠસો રૂપિયાની ડિશ ખાય છે, મોદી બદનામ થશે એવા ઇરાદાથી જેમણે મોદી સરકારને ખતમ કરવાની સોપારીઓ લીધી છે, એવા જૂઠાણાઓ ચલાવનારાઓને... સારું થયું કે આ વાત બહાર પડી એટલે મને કહેવાનો મોકો મળ્યો. આ નિર્ણય ગવર્નર સાહેબનો હોય છે. કમનસીબી છે મિત્રો, કમનસીબી છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. આ એવી સરકાર છે કે જેણે ભૂતકાળની સરકારો કરતાં ખર્ચા ઘટાડ્યા છે, આ એવી સરકાર છે કે જેણે વિકાસના કામોની અંદર બજેટ ખર્ચ્યાં છે અને એનું પરિણામ છે કે આજે ગુજરાતમાં વિકાસ દેખાય છે.

આપ વિચાર કરો, એક જમાનો હતો, આઈ.ટી.આઈ.ના કેવા હાલ હતા? આઈ.ટી.આઈ.માં ભણે એ વિદ્યાર્થીની સામે ય કોઈ ન જુએ એવી દશા હતી. અમે આઈ.ટી.આઈ. જેવી સંસ્થાઓની આબરૂ એટલી વધારી કે અહિંયા છ જુવાનિયા એવા મળ્યા કે જે આઈ.ટી.આઈ. ભણ્યા હતા, જર્મનીની કંપનીએ એમને પસંદ કર્યા અને જર્મનીમાં ઉત્તમ દેખાવ કરીને આવ્યા એના પ્રમાણપત્ર આપવાનો મને અવસર મળ્યો. પરિવર્તન કેવી રીતે લવાય છે, મિત્રો? અહિંયા મેં એમ્પાવર, ઇલેક્ટ્રૉનિક મેન પાવર, એના માટેનાં સર્ટિફિકેટ આપ્યાં. દીકરા-દીકરીઓ, જવાનિયાઓ આજના યુગમાં કોમ્પ્યુટર જાણે એ જરૂરી છે. સાતમું ભણેલા માણસને પણ કોમ્પ્યુટર આવડવું જોઇએ. ગુજરાતનો ગરીબ માનવી પાછળ રહી જાય એ આપણને પાલવે નહીં અને એના માટે એમ્પાવરની સ્કીમ બનાવી અને આ એમ્પાવરની અંદર આજની તારીખે મારી માહિતી છે, સમગ્ર ગુજરાતમાં બે લાખ દીકરા-દીકરીઓ આ એમ-કોમ્પ્યુટર ટ્રેનિંગ લઈ રહ્યા છે, બે લાખ દીકરા-દીકરીઓ કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ રહ્યા છે. ભાઈઓ-બહેનો, વિકાસ કેવી રીતે કરાય, આ ગુજરાતના નવજુવાનોને રોજગાર કેવી રીતે મળે, એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. હમણાં ઑલિમ્પિકના ખેલ પૂરા થયા, આપણા દેશમાંથી ઑલિમ્પિકની અંદર આપણે ઝાઝું કરી શકતા નથી. આપણે ખેલ મહાકુંભ દ્વારા એક વાતાવરણ બનાવ્યું છે અને આ વખતે વિવેકાનંદજીની ૧૫૦ મી જયંતી નિમિત્તે ગુજરાતભરમાં યુવકો, યુવતીઓને રમતગમત તરફ વાળવા માટેનો એક પ્રયત્ન આદર્યો છે. અને વિવેકાનંદજીની આ ૧૫૦ મી જયંતીને ‘યુવા વર્ષ’ તરીકે મનાવીને આ જુવાનિયાઓને રમત-ગમતનાં સાધનો આપીને ગામેગામ લોકો રમે, પરસેવો પાડે, ધૂળમાં આળોટે, ભારતમાતાની ધૂળમાં આળોટે એનું વાતાવરણ, સ્વામી વિવેકાનંદજીએ જે સંદેશો આપ્યો હતો એને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે અને આજે એની પહેલી કિટ જૂનાગઢમાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે આજે આપવાનો અવસર મળ્યો છે.

ભાઈઓ-બહેનો, જૂઠાણાની એક સીમા હોય છે. ચૂંટણીઓ આવે ને જાય, સત્તા મેળવવાની લાલચ દરેકને હોય, ભાજપ જાય અને બીજાને સત્તા પર બેસવાની ઇચ્છા હોય, હોય લોકશાહીમાં... પરંતુ એનો અર્થ એ નથી કે ગુજરાતના જાહેરજીવનને ખેદાન-મેદાન કરવાની પ્રવૃત્તિ થાય. હું કલ્પના નથી કરી શકતો, મિત્રો. જે પ્રકારની પ્રવૃત્તિ આદરવામાં આવી છે, જૂઠાણાની કોઈ સીમા નહીં..! અને ગુજરાતની માતાઓ-બહેનો, જે લોકો આ જૂઠાણા ફેલાવે છે, તમને હું ચેતવણી આપવા માગું છું. પેલા એક કા તીનવાળા આવે છે ને એક કા તીન, ઘણીવાર ઘરોમાં, ગામડામાં, મહોલ્લામાં બહેનો હોય ત્યાં પહોંચી જાય કે તમે આટલા આપશો તો ત્રણ ગણા થઈ જશે, તમે લોઢું આપશો તો સોનું થઈ જશે અને બોલે એવું સરસ કે લાલચમાં આવીને માણસ એકવાર આપી પણ દે અને એમાં તો ઘરેણાં ય ઊતારી લે છે અને એમાં એમાં લૂંટાઈ જતા હોય છે. આજકાલ રાજકારણમાં એવા ખેલ ચાલ્યા છે. એક કા તીન... કાગળ આપીને તમને એમ કહે કે મકાન આપી દઈશું, આ કાગળ આપવાવાળાઓને એમ કહો કે તમે આટલા બધા સાચા છો ને કરવા માગો છો ને, તો આ પાડોશમાં દીવ છે દીવ, દૂર નથી... આ દીવમાં કૉંગ્રેસની સરકાર છે, દિલ્હીમાં કૉંગ્રેસની સરકાર છે, કમ સે કમ દીવમાં તો પાંચ હજાર મકાન બનાવી દો. આટલું તો કરી બતાવો, ભાઈ. ત્યાં ગરીબોને પાંચ હજાર મકાન આપો અને ગુજરાત આખામાં હું કહીશ કે ભાઈ, આ લોકોનો સારો કાર્યક્રમ છે, એમને સત્તા પર લાવવા જોઇએ, જેથી કરીને મકાન મળે. એક તો કરી બતાવો..! અને બીજું આ કાગળિયા વહેંચવાવાળાને તમે કહો કે તમે કાગળ વહેંચોને તો ઉપર ભારત સરકારનો સિક્કો હોય, પ્રધાનમંત્રીની સહી હોય એવો કાગળ તમે આપો તો માનીએ કે તમે કંઈક મકાન આપવાના છો. ભાઈઓ-બહેનો, આ છેતરપિંડી ચાલી રહી છે. જાહેરજીવનમાં આવી છેતરપિંડી ન હોઈ શકે, ચૂંટણી ઢંઢેરા હોઈ શકે, પરંતુ પ્રજાની આ પ્રકારે છેતરપિંડી ચાલી રહી છે. અને આ એક પ્રકારનાં ગુનાહિત કૃત્ય છે અને આવનારા દિવસોમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવાવાળાઓને આ ગુજરાતમાં સહન કરવાનું આવવાનું છે. ભાઈઓ-બહેનો, આ લોકો વચન આપીને ગયા હતા. માતાઓ-બહેનો, ૨૦૦૯ માં વોટ લઈ ગયા ત્યારે કહ્યું હતું ને તમને કે અમે સો દિવસમાં મોંઘવારી હટાવીશું, મોંઘવારી હટાવવાનું કહ્યું હતું? ખોંખારીને બોલો, મોંઘવારી હટાવવાનું કહ્યું હતું? મોંઘવારી હટી..? આવાં જુઠ્ઠાં વચનો આપનારાઓથી ચેતતા રહેજો. માતાઓ-બહેનો, જાગૃતિની જરૂરિયાત છે અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નાગરિકોને સાચી વાત કહેવી, જાગૃતિ લાવવી એ મારી જવાબદારીનો ભાગ છે અને એટલા માટે હું કહું છું.

કેટલાક લોકો એમ કહે છે કે સોરઠના વિકાસનું તમે પેકેજ આપ્યું હતું, શું થયું? તમે સદભાવનામાં આવ્યા ત્યારે પેકેજ આપ્યું હતું, શું થયું? ભાઈઓ-બહેનો, અમે હિસાબ આપવાની તાકાત ધરાવીએ છીએ અને આજે જનતા જનાર્દનની વચ્ચે, નવજુવાનિયાઓની વચ્ચે, માતાઓ-બહેનોની વચ્ચે મારે હિસાબ આપવો છે. હમણાં જ, આ સાત દિવસમાં મારા મંત્રીઓ જે અહિં આવ્યા, ગામોગામ ખાતમુહૂર્તો કર્યાં, ઉદઘાટન કર્યાં. કુલ લગભગ દસ હજાર પ્રોજેક્ટોનાં ઉદઘાટન કર્યાં છે અને એની રકમ થાય છે ૨૧૦૦ કરોડ રૂપિયા, ૨૧૦૦ કરોડ રૂપિયા. ભાઈઓ-બહેનો, કામ કેવી રીતે કરાય એ અમે કરી બતાવ્યું છે અને વિકાસ સિવાય કોઈ આરો નથી, મિત્રો. દુનિયાની સ્પર્ધા કરવી હશે તો વિકાસ કરવો પડશે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા. ભારત સરકારના આંકડા છે, એ એમ કહે છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે રોજગાર આપવાનો યશ કોઈને જતો હોય તો ગુજરાતને જાય છે. ૭૨% લોકોને રોજગારી મળતી હોય તો ગુજરાતમાં મળે છે અને ૨૮% માં આખું હિંદુસ્તાન આવે છે. કેટલો બધો ફર્ક છે..? અને હમણાં મેં એમને પ્રશ્ન પૂછ્યો. તમે ગુજરાતને બદનામ કરનાર કૉંગ્રેસના મિત્રો, હું તમને સવાલ પૂછું છું. દહેજની અંદર ઓ.એન.જી.સી. નું એક એકમ છે, ભારત સરકારનું એક એકમ છે અને એ એકમમાં બે હજાર જેટલા લોકો કામ કરે છે. મેં એમને પૂછ્યું કે આમાં ગુજરાતના છોકરાઓ કેટલા છે? અરે દિલ્હીના લોકો, મારો હિસાબ માગતા પહેલાં અમને જવાબ આપો. બે હજાર લોકો ઓ.એન.જી.સી. ના એકમમાં કામ કરે છે અને નવજુવાન મિત્રો, માત્ર ને માત્ર પાંચ ગુજરાતના છોકરાઓને એ લોકોએ રોજગારી આપી છે. અને અહિંયાં તમે ઉશ્કેરણીઓ કરો છો, ગુજરાતના નવજુવાનોના ભવિષ્ય પર તાળાં મારવાના ખેલ કરો છો..? એક પછી એક એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ભાઈઓ. અને આટલી મોટી સંખ્યામાં માતાઓ-બહેનો, નવજુવાનો આવ્યા છે, આઝાદીનું પર્વ મનાવી રહ્યા છીએ ત્યારે આ દેશ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ કેટકેટલા લોકોએ આ ભારતમાતાના કલ્યાણને માટે જીવન ખપાવી દીધાં, બલિદાન આપી દીધાં, અને તમે શું આપ્યું? એક લાખ છોત્તેર હજાર કરોડનો ભ્રષ્ટાચાર, એક મંત્રી કરી ગયો. ભ્રષ્ટાચાર સિવાય દિલ્હીથી કોઈ સમાચાર નથી આવતા, કોઈ સારાં કામના વાવડ નથી આવતા. અરે, ગરીબના પેટનું લૂંટાઈ રહ્યું છે ભાઈઓ, આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલી રહી છે. હમણાં એક છાપામાં એમણે જાહેરાત આપી, ભારત સરકારની ઑફિશિયલ જાહેરાત અને નર્યા જૂઠાણા, એક પછી એક જૂઠાણાની તલવાર. ભાઈઓ-બહેનો, આવનારા દિવસોમાં આ જૂઠાણું વધતું જવાનું છે. આવનારા દિવસોમાં ગુજરાતની આબરૂને બટ્ટો લગાડવા માટે જાતજાતના પ્રયત્નો પણ થવાના છે. આ મેં તમને આઠસોની ડિશની વાત વિસ્તારથી એટલા માટે કરી કે હવે તમે દરેક ચીજ વાંચો ત્યારે સમજી લેજો કે આવું કોઈ ને કોઈ જૂઠાણું હશે..!

ભાઈઓ-બહેનો, આઝાદીના પર્વ નિમિત્તે આપણે જ્યારે એકત્ર થયા છીએ ત્યારે ગુજરાતમાં સખીમંડળોનું કામ પૂરવેગથી ચાલી રહ્યું છે. આજે સવા બે લાખ જેટલાં સખીમંડળો બન્યાં છે અને સવા બે લાખ સખીમંડળો લગભગ ૧૬૦૦ કરોડ રૂપિયાનો કારોબાર કરે છે અને આવનારા દિવસોમાં આ સખીમંડળોને મારે ૫૦૦૦ કરોડ રૂપિયાના કારોબાર સુધી લઈ જવા છે. જૂનાગઢ જિલ્લામાં દરિયાકિનારે એક નવું કામ શરૂ કરવું છે, સી-વીડની ખેતી. ગઈકાલે મેં સાગરખેડુ કાર્યક્રમમાં વિસ્તારથી સમજાવ્યું છે. દરિયાના ખારાપાટ પાણીમાં ઉત્તમ પ્રકારની એક વનસ્પતિ પેદા થાય છે, જે વનસ્પતિની માંગ આખી દુનિયામાં છે. દવાઓ બનાવવા માટે ઉત્તમમાં ઉત્તમ વનસ્પતિ છે. આ અમારી દરિયાકિનારે વસતી ગરીબ બહેનો આસાનીથી એની ખેતી કરી શકે એમ છે. અને એ માલ ઉપાડવા માટે દુનિયાની કંપનીઓ તમારા ત્યાં ઘરઆંગણે આવે એ પ્રકારની પરિસ્થિતિ છે. રાજ્ય સરકારે એક મોટું અભિયાન ઉપાડ્યું છે કે દરિયાકિનારે વસતી મારી આ ગરીબ બહેનોને રોજીરોટી મળે, એના માટેનો વિચાર આ સરકારે ઉપાડ્યો છે. અને એનો લાભ મારી આ ગરીબ બહેનોને મળવાનો છે, સખીમંડળો દ્વારા મળવાનો છે અને એમના જીવનમાં ક્યારેય કોઈ દિવસ નિરાશા ન આવે એ કામ આ સરકારે ઉપાડ્યું છે.

ભાઈઓ-બહેનો, બહેનો સામર્થ્યવાન બને, શક્તિશાળી બને એના માટે મેં વિધાનસભામાં નિર્ણય કર્યો. નકારાત્મકતા કેટલી છે..! અમે વિધાનસભામાં નિર્ણય કર્યો કે સમાજમાં પચાસ ટકા ભાઈઓ છે અને પચાસ ટકા બહેનો છે, અડધો અડધ બહેનો છે તો પંચાયતમાં અડધો અડધ બહેનો કેમ ન હોય? નગરપાલિકામાં અડધો અડધ બહેનો કેમ ન હોય? મહાનગરપાલિકામાં અડધો અડધ બહેનો કેમ ન હોય..? હોવી જોઈએ ને..? જોરથી બોલો બહેનો, તમારા માટે લડું છું. અમે વિધાનસભામાં કાયદો કર્યો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એમાં બહેનો માટે પચાસ ટકાનું રિઝર્વેશન કરવામાં આવશે. કમનસીબે ગુજરાતના ગવર્નરે એ અમારા ઠરાવ પર સહી ન કરી અને લટકાવી દીધું, એક વર્ષથી પડી રાખ્યું છે. એક બહેન ગવર્નર હોવા છતાંય આ પ્રકારની ગુજરાત વિરોધી પ્રવૃત્તિ ચાલે, માતાઓ-બહેનો વિરોધી પ્રવૃત્તિ ચાલે એ કોઈ કાળે લોકશાહીમાં શોભતું નથી. રાજ્યપાલના પદનું સન્માન કરનારા અમે વ્યક્તિઓ છીએ, એની ગરિમાનું સન્માન કરનારા વ્યક્તિઓ છીએ પરંતુ જો રાજભવન રાજકીય કાવાદાવાનો અડ્ડો બની જાય તો ગુજરાતની જનતા સહન નહીં કરે અને ગુજરાત સરકાર એની સામે લડવા માટે મક્કમ નિર્ધાર કરીને નીકળી છે. ભાઈઓ-બહેનો, જે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ પ્રવૃત્તિની સામે લાલ આંખ કરવાનો સમય આવી ગયો છે.

નવજુવાન મિત્રો, આ સરકાર આપના ભવિષ્ય માટે કામ કરી રહી છે, આપને રોજીરોટી મળે એના માટે કામ કરી રહી છે, આપની જિંદગી ઓશિયાળી ન રહે એના માટે કામ કરી રહી છે. હિંદુસ્તાનભરની બીજી સરકારો આજે ડૂબી રહી છે, રાજ્ય ડૂબી રહ્યાં છે. એકમાત્ર ગુજરાત..! હમણાં તમે જોયું હશે અંધારપટ, ઓગણીસ જિલ્લા અને સાંઇઠ કરોડ દેશવાસીઓ અડતાલીસ કલાક અંધારાંમાં લપેટાઈ ગયા. હોસ્પિટલો બંધ, ગાડીઓ બંધ, દવાખાનાં બંધ, ઘરની અંદર લાઈટ નહીં, ટીવી નહીં, કંઈ જ નહીં... આ એકવીસમી સદીમાં એકમાત્ર ગુજરાત એવું હતું કે જ્યાં લાઈટ ન ગઈ. ભાઈઓ, આ ગુજરાતે કરી બતાવ્યું છે. અને આ વિષય પર જ્યારે આપણે આગળ વધ્યા છીએ ત્યારે આજના સંમેલનમાં સ્વામી વિવેકાનંદનું સ્મરણ કરીને વિવેકાનંદ યુવા વર્ષની અંદર સ્કિલ ડેવલપમેન્ટના જે કામો ચાલ્યાં છે, મારી જુવાનિયાઓને વિનંતી છે કે આપ બી.એ. ભણતા હોવ, બી.કોમ. ભણતા હોવ, બી.એસ.સી. ભણતા હોવ, કોઈપણ વિષયમાં ભણતા હોવ પણ થોડો સમય કાઢીને અઠવાડિયાંમાં કલાક, બે કલાક કોઈ ને કોઈ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ કરવા જોઇએ, આપના જીવનમાં બહુ ઉપયોગી થશે. અને આ રાજ્ય સરકારે સ્કિલ ડેવલપમેન્ટનું મોટું અભિયાન ચલાવ્યું છે. મારા ગુજરાતના નવજુવાનિયાઓ, દીકરા-દીકરીઓએ સ્કિલ ડેવલપમેન્ટમાં પણ માહેર થવું જોઇએ અને તો જ ચીન સામેની લડાઈ આપણે જીતી શકીએ. ચીન સામે હિંદુસ્તાનને આગળ લઈ જવું હોય તો આપણી યુવાશક્તિમાં સ્કિલ ડેવલપમેન્ટ કરવું પડે, એમનામાં હુન્નર આવવું જોઇએ. માત્ર પરીક્ષા પાસ કરીને સર્ટિફિકેટ લઈને ફરવું પડે એવી સ્થિતિ મારે ગુજરાતના જુવાનિયાઓની જોવી નથી. હું એ જુવાનિયાઓને અવસર આપવા માગું છું અને અવસરનો લાભ જવાનિયાઓ લે એવી મારી વિનંતી છે.

ભાઈઓ-બહેનો, આજે સાંજે દેશની આઝાદી અને જૂનાગઢના ગૌરવને જાહેર કાર્યક્રમમાં આપણે જોવાના છીએ. આવતીકાલે ધ્વજવંદનમાં ગુજરાતની અસ્મિતાનાં, ગુજરાતની શક્તિનાં દર્શન કરવાના છીએ અને હું આપની સાથે છું. અહિં આટલી મોટી સંખ્યામાં આપે મને માન-મરતબો આપીને સન્માન કર્યું એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું.

જય જય ગરવી ગુજરાત...!! વંદે માતરમ...!!

પૂરી તાકાતથી નવજવાનો, વંદે માતરમ...!! વંદે માતરમ...!! વંદે માતરમ...!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI

Media Coverage

India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોના વિતરણ અવસર પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 23, 2026
India’s youth are playing a vital role in accelerating the journey towards a Viksit Bharat: PM
Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti with new opportunities: PM
The world is excited by India’s youth and technological progress and today the global community wants to partner in India’s development journey: PM
Sectors like clean energy, critical minerals, green hydrogen, and sustainable manufacturing are advancing rapidly and partnerships in these areas are creating new opportunities: PM Modi
Every Indian is moving forward with the resolve of building a Viksit Bharat by 2047: PM Modi at Rozgar Mela
Today, Rapid transformation is clearly visible even in rural areas; Enhanced connectivity has opened new avenues for farmers, small traders, and students: PM
Viksit Bharat will be built by the efforts of such youth who view their work as a means of national service: PM Modi

મિત્રો,

આજનો દિવસ દેશભરના હજારો યુવાનો માટે ખૂબ  મહત્વપૂર્ણ છે. 51,000 થી વધુ લોકોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો મળ્યા છેઆજેતમે બધા દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર બની રહ્યા છોજવાબદાર ભાગીદાર બની રહ્યા છોતમે બધા આગામી વર્ષોમાં વિકસિત ભારત માટેના સંકલ્પને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.

મિત્રો,

અહીં સુધી પહોંચવા માટે તમે બધાએ ઘણી તૈયારી અને સખત મહેનત કરી હશે સિદ્ધિ માટે હું તમને અને તમારા પરિવારોને અભિનંદન આપું છુંતમને અહીં પહોંચાડવામાં તમારા માતાપિતા અને પરિવારનું યોગદાન અમૂલ્ય છેપરંતુ ફક્ત એટલું  નહીંજેમ પરિવાર ફાળો આપે છેતેમ સમાજ પણ આપણને અહીં લાવવામાં મોટી ભૂમિકા ભજવે છેઆપણે ફક્ત પોતાના કારણે કે ફક્ત પોતાના પરિવારોના કારણે  પદ પર પહોંચી શકતા નથી વિશાળ દેશના 140 કરોડ નાગરિકોનું યોગદાન પણ ખૂબ મહત્વનું છેઅને તેથીઆપણી જાત પ્રત્યેઆપણા પરિવારો પ્રત્યે અને સમગ્ર સમાજ પ્રત્યે આપણી જવાબદારી છેઅને મને વિશ્વાસ છે કે તમે  બધા કાર્યો માટે પોતાને વધુ સક્ષમ બનાવશોહું તમને શુભકામનાઓ પાઠવું છું.

 

મિત્રો,

તમે બધા જાણો છો કે બે દિવસ પહેલા  હું પાંચ દેશોની યાત્રા કરીને પાછો ફર્યો છુંભલે તે ફક્ત પાંચ દેશોની યાત્રા હતીમેં ડઝનબંધ દેશોની મોટી કંપનીઓના નેતાઓ સાથે વાત કરીચર્ચા કરી અને તેમને મળ્યોઅને મને એક વાત સતત અનુભવાઈવિશ્વ ભારતના યુવાનો અને તેની ટેકનોલોજીકલ પ્રગતિ પ્રત્યે ખૂબ  ઉત્સાહિત છેઆજેવિશ્વ ભારતની વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છેભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છેઉદ્દેશ્ય ભારતના યુવાનોને તકો અને રોજગાર પૂરો પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છેહું ખરેખર ઇચ્છું છું કે મારા દેશના યુવાનો વૈશ્વિક સ્તરે એક્સપોઝર મેળવે મુલાકાત દરમિયાનજો હું નેધરલેન્ડનો ઉલ્લેખ કરી શકું તોતેમની સાથે સેમિકન્ડક્ટરપાણીકૃષિ અને અદ્યતન ઉત્પાદન પર ચર્ચાઓ થઈસ્વીડન સાથેકૃત્રિમ બુદ્ધિ (AI) અને ડિજિટલ નવીનતામાં સહયોગ પર અસંખ્ય ચર્ચાઓ થઈનોર્વે સાથેગ્રીન ટેકનોલોજી અને દરિયાઈ સહયોગ પર ચર્ચાઓ આગળ વધી છેયુએઈ સાથે વ્યૂહાત્મક ઉર્જા અને ટેકનોલોજી ભાગીદારી પર મહત્વપૂર્ણ કરારો થયાઇટાલી સાથેસંરક્ષણમહત્વપૂર્ણ ખનિજો અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી પર કરારો થયા.

મિત્રો,

 બધા કરારો ભારતના યુવાનોને સીધા લાભ આપશેઅને જેમ તમે જોયું હશે બધા મુદ્દાઓ ભારત માટે ઉજ્જવળ અને સક્ષમ ભવિષ્યની ખાતરી આપે છેકારણ કે દરેક નવું રોકાણદરેક ટેકનોલોજી ભાગીદારીદરેક ઔદ્યોગિક સહયોગ ભારતના યુવાનો માટે નવી તકો  લાવતું નથી પણ અસંખ્ય નવી તકો પણ બનાવે છે.

મારા યુવા મિત્રો,

આપણે યાદ રાખવું જોઈએ કે  એવા ક્ષેત્રો છે જ્યાં રોકાણ અને ભાગીદારી એવા ઉદ્યોગોનું નિર્માણ કરશે જે આગામી ત્રણથી ચાર દાયકા માટે વૈશ્વિક વિકાસને આકાર આપશેઅને ભારતના યુવાનો નિઃશંકપણે આમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

મિત્રો,

હું તમને એક ઉદાહરણ આપું છું કે ભારત કેવી રીતે વિશ્વ માટે વિશ્વસનીય સપ્લાય ચેઇન ભાગીદાર બની રહ્યું છેઉદાહરણ તરીકેડચ સેમિકન્ડક્ટર કંપની ASML, એક નામ જેનાથી તમે ઘણા પરિચિત હશોતેનો ભારતીય કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે કરાર છેભારત વિશ્વના એવા થોડા દેશોમાંનો એક છે જેની સાથે  કંપનીએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ASML અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચેનો  કરાર ભારતમાં અસંખ્ય નવી રોજગારીની તકો ઉભી કરશે અને ભારતને આગામી પેઢીની ટેકનોલોજીનો પ્રવેશદ્વાર ખોલશેતેવી  રીતેસ્વીડન સાથે ટેકનોલોજી અને AI ભાગીદારી અને UAE સાથે સુપરકોમ્પ્યુટિંગ સહયોગ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે કરારો નિઃશંકપણે યુવાનો માટે નવી તકો ઉભી કરશે.

 

મિત્રો,

આજે સ્વચ્છ ઉર્જામહત્વપૂર્ણ ખનિજોગ્રીન હાઇડ્રોજન અને ટકાઉ ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો પણ ઝડપથી આગળ વધી રહ્યા છે ભાગીદારી નવી અર્થવ્યવસ્થા માટે નવી તકોના દરવાજા ખોલી રહી છેસ્વીડનનોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે સહયોગ ગ્રીન ટ્રાન્ઝિશન અને ટકાઉ ટેકનોલોજીમાં પણ વધી રહ્યો છે સ્વચ્છ ઉત્પાદન સંબંધિત ભવિષ્યના ઉદ્યોગોમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવશેવધુમાંભારતે બંદરોશિપિંગ અને દરિયાઇ માળખાગત સુવિધાઓ સંબંધિત કરારો પર ઝડપથી કામ કર્યું છેયુએઈ અને નોર્વે સાથેની ભાગીદારી ભારતના જહાજ નિર્માણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશેઅને જેમ તમે જાણો છોજહાજ નિર્માણ માટે નોંધપાત્ર પ્રમાણમાં કુશળ માનવશક્તિની જરૂર પડે છેઆનો અર્થ  છે કે ભારતીય ઇજનેરોટેકનિશિયન અને કુશળ કામદારોની માંગ કલ્પના કરતાં પણ વધુ વધશેઅને અસંખ્ય તકો ઉભરી આવશે.

મિત્રો,

દરેક નવી ભાગીદારી સાથેઅમે ભારતીય સ્ટાર્ટઅપ્સસંશોધકો અને યુવા વ્યાવસાયિકો માટે વિશ્વ સાથે જોડાવા માટે નવા માર્ગો બનાવી રહ્યા છીએ ભારતીય યુવાનોને અદ્યતન કુશળતાવૈશ્વિક બજારો અને નવી વૃદ્ધિની તકો પણ પ્રદાન કરશેઆજેવિશ્વ એવા દેશોનું સન્માન કરે છે જે નવીનતા લાવે છેનિર્માણ કરે છે અને જે મોટા પાયે ડિલિવરી કરી શકે છેભારત ત્રણેય દિશામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છેઅને  પરિવર્તન પાછળની સૌથી મોટી શક્તિ તમે બધા છોમારા યુવાન મિત્રોભારતના યુવાનોહું વિશ્વમાં જ્યાં પણ જાઉં છુંહું ભારતની યુવા શક્તિની ચર્ચા કરવામાં ઘણો સમય વિતાવું છું.

મિત્રો,

આજેદરેક ભારતીય મજબૂત સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે સંકલ્પ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો છે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેદેશ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છેઅને  રોકાણ દેશના યુવાનો માટે લાખો નવી રોજગારીની તકો ઉભી કરી રહ્યું છેઉદાહરણ તરીકેઆજેભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે એક સંપૂર્ણ સપ્લાય ચેઇન બનાવવામાં આવી રહી છેનજીકના ભવિષ્યમાંભારતના 10 સૌથી મોટા સેમિકન્ડક્ટર એકમોને વૈશ્વિક સ્તરે માન્યતા આપવામાં આવશેઆનાથી ભારતના યુવાનોની ક્ષમતાબુદ્ધિ અને પ્રતિબદ્ધતાને  સુવિધાઓમાં મોટી સંખ્યામાં લાવવામાં આવશેસ્વાભાવિક રીતેરોજગારની તકો ઉભી થશેભારત જહાજ નિર્માણથી લઈને જહાજ સમારકામ અને ઓવરહોલિંગ સુધીની એક ઇકોસિસ્ટમ પણ વિકસાવી રહ્યું છે માટે આશરે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છેતેવી  રીતેઅમે ભારતમાં એક સંપૂર્ણ MRO ઇકોસિસ્ટમએટલે કે જાળવણીઓવરહોલ અને રિપેર સુવિધાઓ વિકસાવી રહ્યા છીએઆનાથી દેશના ઉડ્ડયન ક્ષેત્રને ઘણો ફાયદો થશેઅને નિઃશંકપણે ભારતના યુવાનો માટે રોજગારની નવી તકો ખુલશે.

 

મિત્રો,

ભારત આજે એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક છેઅને અમે ભારતમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ મૂલ્ય શૃંખલા બનાવી રહ્યા છીએચાલુ PLI યોજના દેશમાં રેકોર્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને આગળ ધપાવી રહી છે અને યુવાનો માટે લાખો નોકરીઓનું સર્જન કરી રહી છે.

મિત્રો,

ભારતના જાહેર અને ખાનગી ક્ષેત્રો સંયુક્ત રીતે આવી અનેક પહેલોમાં ભારે રોકાણ કરી રહ્યા છે રોકાણ દેશના યુવાનોને દેશમાં નોકરીઓ પૂરી પાડી રહ્યું છેતેમના સપનાઓને પૂર્ણ કરી રહ્યું છેએક સરકારી કર્મચારી તરીકેઅને આજે તમારો નિમણૂક પત્ર ભર્યા પછી  તમારી ઓળખ બનશેતમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે દેશ માટે વ્યવસાય કરવાની સરળતા કેટલી મહત્વપૂર્ણ છે.

મિત્રો,

 એક જાણીતી હકીકત છેજેમ તમે જાણો છોભારતની વિકાસ વાર્તા અને રોજગાર સર્જનમાંમાળખાગત સુવિધાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છેજ્યારે ગામડાંનાના શહેરો અને દૂરના વિસ્તારો વિકાસ સાથે જોડાયેલા હોય છેત્યારે દેશની પ્રગતિના લાભો વધુ લોકો સુધી પહોંચે છેછેલ્લા 12 વર્ષોમાં રેલવેહાઇવેએરપોર્ટલોજિસ્ટિક્સબંદરો અને ડિજિટલ માળખાગત સુવિધાઓ અકલ્પનીય ગતિએ વિસ્તરી છેદરેક સ્તરે વિકાસ ચાલી રહ્યો છેઆજેજો તમે તમારા વિસ્તારમાં કોઈપણ દિશામાં 100 કિલોમીટર મુસાફરી કરો છોતો તમને ભારત સરકાર દ્વારા ચાલી રહેલા કેટલાક કામ જોવા મળશેગામડાઓમાં પણ પરિવર્તન ઝડપથી દેખાય છેવધેલી કનેક્ટિવિટીએ ખેડૂતોનાના વ્યવસાયો અને વિદ્યાર્થીઓ માટે નવા રસ્તા ખોલ્યા છેલાખો પરિવારો પાસે કાયમી ઘરો છેઆનો અર્થ  છે કે આપણે વિશ્વના ઘણા દેશો કરતાં અનેક ગણા નવા ઘરો બનાવીએ છીએવધુમાંહું લોકોને મારા સ્વચ્છતા અભિયાનને ક્યારેય ભૂલવા દેતો નથીઅને હું પણ નથીશૌચાલય આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છેઅને અમે તેના પર પણ ભાર મૂકી રહ્યા છીએઆજે લાખો ઘરોમાં વીજળી પહોંચી છેછત પર સૌર ઉર્જાઅને ઘણા નવા વિક્રેતાઓ ક્ષેત્રમાં પ્રવેશ્યા છેહવેજલ જીવન મિશન જુઓજે નળનું પાણી પૂરું પાડે છેહું ફક્ત નોંધ કરી રહ્યો હતો કે હું શહેરોમાં PNG કનેક્શનની સંખ્યા વધારવા માંગતો હતોપરંતુ મને પ્લમ્બર મળી શક્યા નહીંમને અછત પડી રહી હતીકારણ કે મોટી સંખ્યામાં પ્લમ્બર પહેલાથી  જલ જીવન મિશનમાં રોકાયેલા હતાહવેમારે ઉર્જા માટે મોટા શહેરોમાં PNG કનેક્શન ઝડપથી વધારવા પડ્યાતેથી તમે કલ્પના કરી શકો છો કે ક્યારેક જ્યારે લોકોને જરૂર હોય છેત્યારે તે પૂરતા  હતા.

મિત્રો,

 ફેરફારોની અસર સામાન્ય નાગરિકોની સુવિધા સુધી મર્યાદિત નથીગામડાઓ સુધી રસ્તાઓ પહોંચ્યાજેના કારણે બજારોમાં અવર-જવર સરળ બનીવીજળીની સુલભતામાં સુધારો થવાથી નાના ઉદ્યોગોનો વિકાસ થયોગામડાઓમાં કૃષિમાં મૂલ્યવર્ધન શરૂ થયુંપહેલા લોકો લાલ મરચાં વેચતા હતાપરંતુ હવે વીજળીની મદદથી તેઓ મરચાંનો પાવડર બનાવે છેતેને પેક કરે છે અને પછી વેચે છેપરિણામેગામડાઓમાં નાના ઉદ્યોગો ખીલી રહ્યા છેડિજિટલ કનેક્ટિવિટીમાં વધારો થવાથીગામડાના લોકો વિશ્વ સાથે જોડાઈ રહ્યા છેઆધુનિકતા સાથે એકીકૃત થઈ રહ્યા છેશહેર અને ગામ વચ્ચેનો ભેદ ઝાંખો પડી રહ્યો છેઅને આનાથી અર્થતંત્રની ગતિ ઝડપી બની છે બધાની સકારાત્મક અસર દેશના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છેમાત્ર નોકરીઓનું સર્જન  નથી થતુંપરંતુ રાષ્ટ્ર પણ આત્મસન્માનની નવી ભાવના સાથે આગળ વધે છેઅને લાખો લોકોને નવી તકો મળે છે.

 

મિત્રો,

આજેભારતના યુવાનો પાસે પહેલા ક્યારેય  હોય તેવી રીતે આગળ વધવા અને તેમના સપના પૂરા કરવાની તકો છેહું કોઈને દોષ નથી આપી રહ્યોપરંતુ વાસ્તવિકતા  છે કે બધું ખૂબ  ઝડપી ગતિએવિશાળ પાયે અને વિવિધતાથી ભરેલું થઈ રહ્યું છેઉત્પાદનટેકનોલોજીસ્ટાર્ટઅપ્સડિજિટલ સેવાઓરેલવેસંરક્ષણ અને અવકાશ સહિત અનેક ક્ષેત્રોમાં આપણી સામે અસંખ્ય તકો રાહ જોઈ રહી છેઅમારો પ્રયાસ  સુનિશ્ચિત કરવાનો છે કે શક્ય તેટલા વધુ યુવાનો  નવી તકોનો લાભ લઈ શકે અને દેશના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની પૂરતી તક મળેતેથીકૌશલ્ય વિકાસઉદ્યોગ-સંકળાયેલ શિક્ષણ અને ભવિષ્યની ટેકનોલોજી પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. ITI નું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છેરાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓને મજબૂત બનાવવામાં આવી રહી છે. PM SETU જેવા અભિયાનો  દિશામાં કામ કરી રહ્યા છે.

મિત્રો,

છેલ્લા કેટલાક વર્ષોમાંદેશમાં સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની એક નવી સંસ્કૃતિ વિકસિત થઈ છેભારત વિશ્વનું ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે આંકડાને યાદ રાખોદેશમાં 230,000 થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ છેઅને તેમાં પણ યુવાનો સામેલ છેમહત્વની વાત  છે કે  પરિવર્તન ફક્ત મોટા શહેરો પૂરતું મર્યાદિત નથીઅને મને આનો સૌથી વધુ આનંદ છેઆજકાલટાયર 2 અને ટાયર 3 શહેરોમાંથી મોટી સંખ્યામાં યુવાનો સ્ટાર્ટઅપ્સ અને નવીનતાની દુનિયામાં પણ પોતાની શક્તિ દર્શાવી રહ્યા છેતેમની ક્ષમતા નોંધનીય છે પરિવર્તન હવે દેશના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરિવર્તનમાં આપણી મહિલાઓની ભૂમિકા પણ સતત વધી રહી છેઆજેજ્યારે હું મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સ વિશે સાંભળું છુંત્યારે મારું હૃદય ગર્વથી ભરાઈ જાય છેહું દુનિયાને કહું છું કે આપણા દેશમાં સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓની ભૂમિકા નોંધપાત્ર રીતે વધી રહી છેઅને મોટી સંખ્યામાં મહિલાઓ આગળ આવી રહી છેમુદ્રા યોજના હેઠળકરોડો મહિલાઓને નાણાકીય સહાય મળી છેપીએમ સ્વનિધિ જેવી યોજનાઓએ પણ લાખો મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક આપી છેઆજેગામડાઓ અને નાના શહેરોમાંપહેલા કરતાં વધુ મહિલાઓ પોતાના દમ પર નવા સાહસો શરૂ કરી રહી છે.

મિત્રો,

નીતિઓ અને નિર્ણયોના  અભિયાન વચ્ચેતમારે એક બીજી વાત યાદ રાખવી જોઈએકોઈપણ વ્યવસ્થાની સાચી તાકાત તેના લોકોમાં રહેલી છે. જનતા જર્નાદનની શક્તિ હોય છે, જનશક્તિ હોય છે અને જનશક્તિ જ તો રાષ્ટ્રશક્તિનું નિર્માણ કરે છે. તમે જે વ્યવસ્થાનો ભાગ બનવાના છો તે લાખો દેશવાસીઓના જીવનલાખો દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓ સાથે સીધી રીતે જોડાયેલી છેસરકારી નોકરીઓ લોકોના જીવનને સરળ બનાવવાનું એક માધ્યમ છેતમે ગમે તે વિભાગમાં કામ કરો છોતમારું વર્તનસંવેદનશીલતા અને અભિગમ ખૂબ  મહત્વપૂર્ણ રહેશેદેશે તમારામાં વિશ્વાસ મૂક્યો છેહવે તમારા કાર્યતમારા આચરણતમારા શબ્દો અને તમારા વર્તન દ્વારા તે વિશ્વાસને મજબૂત બનાવવાની જવાબદારી તમારી છેદેશવાસીઓના હૃદયમાં એક નવો વિશ્વાસ ભરાશેઅને તમને મળતાં  તેઓ નવી આશા સાથે આગળ વધશેતેથીદરેક યુવાન કર્મયોગીએ પોતાના કાર્યને જવાબદારી તરીકે જોવું જોઈએઅને મારા માટેતમારો અર્થ ઘણો છેભૂતકાળમાંઆપણે સાંભળતા હતા, "સહસ્ત્રબાહુ વાલે ફલાનેસહસ્ત્રબાહુ વાલે ઢીકને." આજેતમે સરકારના હાથ છોતમે સરકારની તાકાત છોજેઓ પહેલાથી  સરકારમાં છેઅને જેઓ સરકારમાં નવા છે તેઓ પણ ત્યાં છેઆજેભારતના લોકોની આકાંક્ષાઓ ઝડપથી વધી રહી છેઅને હું આને વિકાસનો સકારાત્મક સંકેત માનું છુંઆપણે આપણા લોકોની આકાંક્ષાઓને સમજવી જોઈએ અને તે મુજબ એટલી  ઝડપી ગતિએ કામ કરવું જોઈએઆવી સ્થિતિમાંજાહેર સેવામાં પ્રવેશતા યુવાનોની ભૂમિકા ખૂબ  મહત્વપૂર્ણ બની ગઈ છેતમારે સતત શીખવું જોઈએ અને નવી ટેકનોલોજીનવી સિસ્ટમો અને નવી જરૂરિયાતો માટે પોતાને તૈયાર કરવું જોઈએ. iGOT કર્મયોગી પ્લેટફોર્મ આમાં ખૂબ મદદરૂપ થશેકર્મયોગી પ્રારંભ જેવા મોડ્યુલ તમારી જવાબદારીઓને સમજવામાં ખૂબ  સરળતા લાવશેહું તમને તેનો મહત્તમ લાભ લેવાનો આગ્રહ કરું છું.

 

મિત્રો,

નીતિઓ અને નિર્ણયોના  અભિયાન વચ્ચેતમારે એક બીજી વાત યાદ રાખવી જોઈએકોઈપણ વ્યવસ્થાની સાચી તાકાત તેના લોકોમાં રહેલી છે. જનતા જર્નાદનની શક્તિ હોય છે, જનશક્તિ હોય છે અને જનશક્તિ જ તો રાષ્ટ્રશક્તિનું નિર્માણ કરે છે. તમે જે વ્યવસ્થાનો ભાગ બનવાના છો તે લાખો દેશવાસીઓના જીવનલાખો દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓ સાથે સીધી રીતે જોડાયેલી છેસરકારી નોકરીઓ લોકોના જીવનને સરળ બનાવવાનું એક માધ્યમ છેતમે ગમે તે વિભાગમાં કામ કરો છોતમારું વર્તનસંવેદનશીલતા અને અભિગમ ખૂબ  મહત્વપૂર્ણ રહેશેદેશે તમારામાં વિશ્વાસ મૂક્યો છેહવે તમારા કાર્યતમારા આચરણતમારા શબ્દો અને તમારા વર્તન દ્વારા તે વિશ્વાસને મજબૂત બનાવવાની જવાબદારી તમારી છેદેશવાસીઓના હૃદયમાં એક નવો વિશ્વાસ ભરાશેઅને તમને મળતાં  તેઓ નવી આશા સાથે આગળ વધશેતેથીદરેક યુવાન કર્મયોગીએ પોતાના કાર્યને જવાબદારી તરીકે જોવું જોઈએઅને મારા માટેતમારો અર્થ ઘણો છેભૂતકાળમાંઆપણે સાંભળતા હતા, "સહસ્ત્રબાહુ વાલે ફલાનેસહસ્ત્રબાહુ વાલે ઢીકને." આજેતમે સરકારના હાથ છોતમે સરકારની તાકાત છોજેઓ પહેલાથી  સરકારમાં છેઅને જેઓ સરકારમાં નવા છે તેઓ પણ ત્યાં છેઆજેભારતના લોકોની આકાંક્ષાઓ ઝડપથી વધી રહી છેઅને હું આને વિકાસનો સકારાત્મક સંકેત માનું છુંઆપણે આપણા લોકોની આકાંક્ષાઓને સમજવી જોઈએ અને તે મુજબ એટલી  ઝડપી ગતિએ કામ કરવું જોઈએઆવી સ્થિતિમાંજાહેર સેવામાં પ્રવેશતા યુવાનોની ભૂમિકા ખૂબ  મહત્વપૂર્ણ બની ગઈ છેતમારે સતત શીખવું જોઈએ અને નવી ટેકનોલોજીનવી સિસ્ટમો અને નવી જરૂરિયાતો માટે પોતાને તૈયાર કરવું જોઈએ. iGOT કર્મયોગી પ્લેટફોર્મ આમાં ખૂબ મદદરૂપ થશેકર્મયોગી પ્રારંભ જેવા મોડ્યુલ તમારી જવાબદારીઓને સમજવામાં ખૂબ  સરળતા લાવશેહું તમને તેનો મહત્તમ લાભ લેવાનો આગ્રહ કરું છું.

મિત્રો,

આજેભારતના યુવાનો વિશ્વના દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહ્યા છે  ભાવના  ઉર્જા જાહેર સેવામાં પ્રતિબિંબિત થવી જોઈએએક વિકસિત ભારતનું નિર્માણ એવા યુવાનોના પ્રયાસોથી થશેજેઓ પોતાના કાર્યને રાષ્ટ્રની સેવાલોકોની સેવાનું સાધન માને છેઅને આપણા દેશમાં એવું કહેવામાં આવે છે કે લોકોની સેવા કરવી   ભગવાનની સેવા છેમને પૂર્ણ વિશ્વાસ છે કે આજે નિમણૂક પત્રો મેળવનારા આપણા યુવા સાથીઓ ભારતની વિકાસ યાત્રાને નવી ગતિ આપશેતમારું કાર્યતમારા નિર્ણયો વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશેઅને તમારે તે મંત્ર ક્યારેય ભૂલવો  જોઈએઅમારો મંત્ર છે - નાગરિક દેવો ભવ. નાગરિક દેવો ભવ. નાગરિકનું કલ્યાણ જ આપણું કર્તવ્ય છે. નાગરિકોનું કલ્યાણ  આપણું કર્તવ્ય છેફરી એકવારહું આજે નિમણૂક પત્રો મેળવનારા તમામ યુવાનોને તેમના ભાવિ જીવન માટે અને રાષ્ટ્રની સેવા કરવાની  તક પૂરી કરવા માટે મારી શુભકામનાઓ પાઠવું છુંઆપ સૌનો ખૂબ ખૂબ આભાર.