પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આંધ્રપ્રદેશ રાજ્યમાં NH(67) પર ડિઝાઇન-બિલ્ડ-ફાઇનાન્સ-ઓપરેટ-ટ્રાન્સફર (DBFOT) મોડ પર રૂ. 3653.10 કરોડના ખર્ચે 108.134 કિમી લંબાઈવાળા 4-લેન બડવેલ-નેલ્લોર કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે.
મંજૂર થયેલા બડવેલ-નેલ્લોર કોરિડોર આંધ્રપ્રદેશના ત્રણ ઔદ્યોગિક કોરિડોર, એટલે કે વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઔદ્યોગિક કોરિડોર (VCIC) પર કોપાર્થી નોડ, હૈદરાબાદ-બેંગલુરુ ઔદ્યોગિક કોરિડોર (HBIC) પર ઓરવાકલ નોડ અને ચેન્નઈ-બેંગલુરુ ઔદ્યોગિક કોરિડોર (CBIC) પર કૃષ્ણપટ્ટનમ નોડમાં મહત્વપૂર્ણ નોડ્સને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આનાથી દેશના લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (LPI) પર સકારાત્મક અસર પડશે.
બડવેલ નેલ્લોર કોરિડોર YSR કડપા જિલ્લામાં હાલના રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-67 પર ગોપાવરામ ગામથી શરૂ થાય છે અને આંધ્રપ્રદેશના SPSR નેલ્લોર જિલ્લામાં NH-16 (ચેન્નઈ-કોલકાતા) પર કૃષ્ણપટ્ટનમ પોર્ટ જંકશન પર સમાપ્ત થાય છે અને કૃષ્ણપટ્ટનમ પોર્ટને વ્યૂહાત્મક કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. જેને ચેન્નઈ-બેંગલુરુ ઔદ્યોગિક કોરિડોર (CBIC) હેઠળ પ્રાથમિકતા નોડ તરીકે ઓળખવામાં આવ્યું છે.
પ્રસ્તાવિત કોરિડોર કૃષ્ણપટ્ટનમ બંદર સુધીના અંતરને હાલના બડવેલ-નેલ્લોર માર્ગની તુલનામાં 142 કિમીથી ઘટાડીને 108.13 કિમી કરશે. આનાથી મુસાફરીનો સમય એક કલાક ઓછો થશે અને બળતણ વપરાશમાં ઘટાડો થશે. તેમજ કાર્બન ફૂટપ્રિન્ટ અને વાહન સંચાલન ખર્ચ (VOC) ઘટાડીને નોંધપાત્ર લાભ મળવાની ખાતરી થશે. પ્રોજેક્ટ સંરેખણ અને સૂચકાંક નકશાની વિગતો પરિશિષ્ટ-I માં જોડાયેલ છે.
108.134 કિમીનો આ પ્રોજેક્ટ લગભગ 20 લાખ માનવ-દિવસ પ્રત્યક્ષ રોજગાર અને 23 લાખ માનવ-દિવસ પરોક્ષ રોજગાર ઉત્પન્ન કરશે. પ્રસ્તાવિત કોરિડોરની આસપાસ આર્થિક પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે આ પ્રોજેક્ટ રોજગારની વધારાની તકો પણ ઉત્પન્ન કરશે.
પરિશિષ્ટ-I
પ્રોજેક્ટ સંરેખણ અને સૂચકાંક નકશાની વિગતો:

આકૃતિ 1: પ્રસ્તાવિત કોરિડોરનો સૂચકાંક નકશો

આકૃતિ 2: વિગતવાર પ્રોજેક્ટ સંરેખણ
The 4-Lane Badvel-Nellore Corridor, whose construction has been approved by the Cabinet will benefit the development journey of Andhra Pradesh and generate several opportunities for the youth of the state. https://t.co/Ik8IKWrtyi
— Narendra Modi (@narendramodi) May 28, 2025


