₹33,660 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાના ઔદ્યોગિક પાર્કનો વિકાસ
મેન્યુફેક્ચરિંગ-સંચાલિત વૃદ્ધિ, નોકરીઓ, રોકાણ અને વ્યાપક તકો દ્વારા વિકસિત ભારતને આગળ વધારવું
BHAVYA: આત્મનિર્ભર ભારત તરફની ભારતની યાત્રાને વેગ આપવો

ઔદ્યોગિક વિકાસને વેગ આપવા તરફના એક ઐતિહાસિક પગલામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશભરમાં 100 પ્લગ-એન્ડ-પ્લે (plug-and-play) ઔદ્યોગિક પાર્ક વિકસાવવા માટે ₹33,660 કરોડની ફાળવણી સાથે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) ને મંજૂરી આપી છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો, મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને ખૂલ્લી કરવાનો અને ભારતની વિકાસગાથાને આગળ ધપાવવાનો છે.

વિકસિત ભારત માટે ઔદ્યોગિક પાયો નાખવો: નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NICDP) માળખા હેઠળ વિકસિત ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીઝની સફળતાને આધારે, 'ભવ્ય' (BHAVYA) યોજના રાજ્યો અને ખાનગી ક્ષેત્રના ભાગીદારો સાથે મળીને અમલમાં મૂકવામાં આવશે.

મંજૂરીઓથી કામગીરી સુધી: ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નવી દિશા 'ભવ્ય' ના હાર્દમાં ડિરેગ્યુલેશન (નિયમોનું સરળીકરણ) અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે મજબૂત પ્રોત્સાહન રહેલું છે, જેમાં સુવ્યવસ્થિત મંજૂરીઓ, અસરકારક સિંગલ-વિન્ડો સિસ્ટમ્સ અને રાજ્યોની આગેવાની હેઠળના રોકાણકાર-મૈત્રીપૂર્ણ સુધારાઓ સામેલ છે.

આ યોજના પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પ્રદાન કરશે, જે ઉદ્યોગોને 'ઇરાદા' થી 'ઉત્પાદન' સુધીની સફર ઝડપ અને નિશ્ચિતતા સાથે પૂર્ણ કરવા સક્ષમ બનાવશે. પૂર્વ-મંજૂર જમીન, તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંકલિત સેવાઓ સાથે, 'ભવ્ય' રોકાણકારો માટે પ્રવેશના અવરોધોમાં નોંધપાત્ર ઘટાડો કરશે.

આ યોજના હેઠળ 100 થી 1000 એકર સુધીના ઔદ્યોગિક પાર્ક વિકાસ માટે લેવામાં આવશે. એકર દીઠ ₹1 કરોડ સુધીની નાણાકીય સહાય નીચેની બાબતો માટે આપવામાં આવશે:

  • મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર: (આંતરિક રસ્તાઓ, ભૂગર્ભ ઉપયોગિતાઓ, ડ્રેનેજ, કોમન ટ્રીટમેન્ટ સુવિધાઓ, ICT અને વહીવટી પ્રણાલીઓ)
  • મૂલ્ય-વર્ધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર: (તૈયાર ફેક્ટરી શેડ્સ, જરૂરિયાત મુજબના બિલ્ટ-ટુ-સૂટ યુનિટ્સ, ટેસ્ટિંગ લેબ્સ, વેરહાઉસિંગ)
  • સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર: (શ્રમિકો માટે આવાસ અને સહાયક સુવિધાઓ)

પ્રોજેક્ટ ખર્ચના 25% સુધી બાહ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે, જે હાલના નેટવર્ક્સ સાથે સીમલેસ કનેક્ટિવિટી અને એકીકરણ સુનિશ્ચિત કરશે. પ્રોજેક્ટની પસંદગી 'ચેલેન્જ મોડ' દ્વારા કરવામાં આવશે, જેથી માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળા, સુધારા-લક્ષી અને રોકાણ માટે તૈયાર પ્રસ્તાવો જ આગળ વધે.

ભવિષ્ય માટે તૈયારટકાઉ અને કાર્યક્ષમ ઔદ્યોગિક પાર્ક: આ ઔદ્યોગિક પાર્ક ભવિષ્યવાદી અને ટકાઉ ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવશે:

  • સીમલેસ મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને કાર્યક્ષમ લાસ્ટ-માઈલ એક્સેસ સક્ષમ કરવા માટે PM ગતિશક્તિ સિદ્ધાંતો સાથે સંરેખિત.
  • ગ્રીન એનર્જી અને સંસાધનોનો ટકાઉ ઉપયોગ, સાથે જ સંકલિત ભૂગર્ભ ઉપયોગિતા કોરિડોર જે કાર્યક્ષમ જાળવણી અને અવિરત ઔદ્યોગિક કામગીરી માટે 'નો-ડિગ' (ખોદકામ રહિત) વાતાવરણ સક્ષમ કરશે.

આ પાર્ક્સ ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે, જે વિવિધ ક્ષેત્રોમાં વિશ્વસનીયતા સુનિશ્ચિત કરશે, બિનકાર્યક્ષમતા ઘટાડશે અને ઉત્પાદકતા વધારશે.

તમામ પ્રદેશોમાં નોકરીઓરોકાણ અને આર્થિક વૃદ્ધિ: 'ભવ્ય' થી મોટા પાયે રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જે મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને સેવાઓમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પેદા કરશે અને સાથે જ નોંધપાત્ર રોકાણને પણ આકર્ષશે.

આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી વિસ્તરશે, દેશભરમાં લાખો રોજગારીની તકો ઉભી કરશે અને રાષ્ટ્રવ્યાપી ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. ક્લસ્ટર-આધારિત વિકાસને પ્રોત્સાહન આપીને અને ઉદ્યોગો, સપ્લાયર્સ અને સેવા પ્રદાતાઓને એકસાથે લાવીને, 'ભવ્ય' સ્થાનિક સપ્લાય ચેઈનને મજબૂત બનાવશે, પ્રાદેશિક ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપશે અને લાખો લોકો માટે નવી તકો ઉભી કરશે.

આ યોજનાથી લાભ મેળવનારા:

  • પ્રાથમિક લાભાર્થીઓ: મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, MSMEs, સ્ટાર્ટઅપ્સ અને તૈયાર ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શોધતા વૈશ્વિક રોકાણકારો.
  • ગૌણ લાભાર્થીઓ: કામદારો, લોજિસ્ટિક્સ પ્રદાતાઓ, સેવા ક્ષેત્રના સાહસો અને સ્થાનિક સમુદાયો.

'ભવ્ય' ની મંજૂરી એ આત્મનિર્ભર ભારત તરફની ભારતની યાત્રામાં એક પરિવર્તનકારી પગલું છે, જે દેશની ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવે છે, નિકાસને પ્રોત્સાહન આપે છે અને સ્થિતિસ્થાપક, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અર્થતંત્રનો પાયો નાખે છે.

NICDC વિશે: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) હેઠળ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NICDC), મેન્યુફેક્ચરિંગ સ્પર્ધાત્મકતા વધારવા, રોકાણો આકર્ષવા અને રોજગારી પેદા કરવા માટે વિશ્વ કક્ષાના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીઝના વિકાસનું નેતૃત્વ કરી રહ્યું છે. NICDC હાલમાં 13 રાજ્યોમાં 20 પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહ્યું છે.

NICDC-ની આગેવાની હેઠળની પહેલો પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક પાર્કના ખ્યાલ પર બનેલી છે - જે ઉપયોગ માટે તૈયાર ઇકોસિસ્ટમ્સ છે જ્યાં જમીન, ઉપયોગિતાઓ, મંજૂરીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગાઉથી વિકસિત હોય છે, જે ઉદ્યોગોને જમીન સંપાદન અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપને લગતા વિલંબ વિના ઝડપથી કામગીરી શરૂ કરવા સક્ષમ બનાવે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
E-Samudra: India’s digital push to reshape maritime governance

Media Coverage

E-Samudra: India’s digital push to reshape maritime governance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting the power of winning hearts through vision, thoughts, words, and actions
August 12, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the power of winning hearts through vision, thoughts, words, and actions.

The Prime Minister wrote on X;

"हमारे युवा साथी देश का भविष्य ही नहीं, वर्तमान की सबसे बड़ी शक्ति भी हैं। उन्होंने अपनी संवेदनशीलता, सेवाभाव और सामर्थ्य से दुनियाभर में अलग पहचान बनाई है।

चक्षुषा मनसा वाचा कर्मणा च चतुर्विधम्।

प्रसादयति यो लोकं तं लोकोऽनुप्रसीदति।।"

A person who wins people's hearts through his vision, thoughts, words and actions earns, in return, their trust, respect and goodwill.