સ્થળ : જુનાગઢ

ભારત માતા કી જય..!!   ભારત માતા કી જય..!!

મારા ગુજરાતના નાગરિક ભાઈઓ અને બહેનો, ગીરના સિંહોની ભૂમિ પરથી ભારતના તિરંગા ઝંડાની સાક્ષીએ હું આપ સૌ મારા ગુજરાતના વહાલા ભાઈઓ-બહેનોને અંત:કરણપૂર્વક આઝાદીના પર્વની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. ભાઈઓ-બહેનો, આ દેશના અનેક મહાપુરુષોએ, સ્વાતંત્ર્ય સેનાનીઓએ, પૂજ્ય બાપુ, પૂજ્ય સરદાર પટેલ, અનેક ક્રાંતિકારીઓએ, જેમણે પોતાની જુવાની આ ભારતમાતાને જંજીરોમાંથી મુક્ત કરાવીને આઝાદીનો સ્વાદ આપણે લઈ શકીએ એ માટે આખું જીવન હોમી દીધું હતું, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયાં હતાં. આ દેશને સ્વરાજ્ય મળ્યું, પણ કમનસીબે સુરાજ્ય ન મળ્યું. અગર જો આ દેશની સામે કોઈ મોટામાં મોટો પડકાર હોય તો એ પડકાર સુરાજ્યનો છે. દેશ આઝાદ થયો ત્યારે જે વાતાવરણ હતું, દેશભક્તિની લલત હતી, દેશ માટે કરી છૂટવાની હર હિંદુસ્તાનીની તમન્ના હતી. એ વખતે અગર જો દેશને સુરાજ્યની દિશામાં વાળવા માટેનો પ્રયાસ થયો હોત તો આજે ભારત સમૃદ્ધ દેશોની જગ્યા ઉપર ઊભું હોત. ભારત આઝાદ થયા પછી દુનિયાના અનેક દેશ આઝાદ થયા છે. વિશ્વના નકશા પર જેમનું  નામોનિશાન નહોતું એવા દેશોએ પોતાનું સ્થાન ઊભું કર્યું છે અને આવા નાના નાના દેશોએ પણ, આપણા પછી આઝાદ થયા છતાંય આજે વિશ્વના સમૃદ્ધ દેશો પૈકી એમનું સ્થાન ઊભું કર્યું છે. ભાઈઓ-બહેનો, સુરાજ્યની લલતને આ દેશ પ્રાપ્ત ન કરી શક્યો, પરંતુ ગુજરાતે ભલીભાંતિ એ વાતને સમજી લીધી અને ગયો આખો દસકો રાજનૈતિક સ્થિરતાને કારણે, પોલિટિકલ સ્ટેબિલિટીને કારણે આપણે એક પછી એક સુરાજ્યની દિશામાં કદમ ઉઠાવ્યાં. આજે ગુજરાત એક ‘ગુડ ગવર્ન્ડ સ્ટેટ’ તરીકે દેશ અને દુનિયામાં જાણીતું થયું છે. યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓએ આપણને શાસન પ્રણાલી અને લોકહિતનાં કામોને ધ્યાનમાં રાખીને પુરસ્કાર સુદ્ધાં આપ્યા છે. ભાઈઓ-બહેનો, આજે જે ગુજરાતની પ્રગતિ દેખાય છે એના મૂળમાં સુરાજ્ય એક કારણ છે, ગુડ ગવર્નન્સ એક એનું મહત્વપૂર્ણ કારણ છે અને એના કારણે આજે એ શક્ય બન્યું છે. પણ ભાઈઓ-બહેનો, એક જમાનો હતો કે જેમાં રાજ્ય કેવું ની ચર્ચા થતી હતી. રાજ્ય સારું હોય તો સારી વાત, એમ થતું હતું. ધીરે ધીરે ધીરે ગુડ ગવર્નન્સ પર વાત પહોંચી. આપણે એનાથી પણ એક ડગલું આગળ વધ્યા છીએ. આપણે કહ્યું છે, પી.ટૂ.જી.ટૂ. - પ્રો-પીપલ, પ્રો-ઍક્ટિવ, ગુડ, ગવર્નન્સ. જ્યાં સુધી આવનારા સંકટોનો અંદાજ કરીને શાસન વ્યવસ્થાને સજાગ કરવામાં ન આવે, સક્રિય કરવામાં ન આવે ત્યાં સુધી તો સરકારો માત્ર ફાયર બ્રિગેડનું કામ કરતી હોય છે. આપણે માત્ર ફાયર બ્રિગેડનું કામ કરીને સંતોષ માનનારી સરકાર નથી. આપણે આગોતરા આયોજન કરનારા લોકો છીએ. અને પી.ટૂ.જી.ટૂ. થિયરીને કારણે, પ્રો-પીપલ, પ્રો-ઍક્ટિવ ગુડ ગવર્નન્સને કારણે આજે ગુજરાતની એક આગવી શાખ ઊભી થઈ છે.

પણે ગુજરાતના વિકાસને પાંચ શક્તિઓના આધાર પર ઊભું કરવાનો જે ગયા દસ વર્ષથી પ્રયત્ન કર્યો છે એનાં સુફળ મળ્યાં છે. આપણે કહ્યું છે જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિ, જનશક્તિ આ પાંચ એવા પિલર છે કે જે પિલર પર સમગ્ર રાજ્યની ભવ્ય ઇમારતનું નિર્માણ કરી શકાય.

જ્ઞાનશક્તિને આપણે પ્રાથમિકતા આપી છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રની તરફ નજર કરીએ, પહેલાં અનેક તાલુકા એવા હતા કે જ્યાં વિજ્ઞાન સ્ટ્રીમની શાળા નહોતી, આનાથી વધારે બીજું દુર્ભાગ્ય કયું હોઈ શકે..? પચાસ પચાસ વર્ષ આઝાદીનાં વીતી ગયાં પછી ગુજરાતમાં મારા માથે જવાબદારી આવી હોય, અને એ જવાબદારી જ્યારે સામે આવી ત્યારે જોયું કે અનેક તાલુકા એવા છે કે જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળા નથી..! જો વિજ્ઞાન પ્રવાહની શાળા ન હોય તો દીકરાઓ એન્જિનિયર કે ડૉક્ટર ક્યાંથી બનશે? દીકરીઓને ભણવા માટેનો અવકાશ ક્યાંથી મળશે? રાજ્યને જરૂરત પ્રમાણે ડૉક્ટરો અને એન્જિનિયરો ક્યાંથી ઉપલબ્ધ થશે? પાયાના કામોની અંદર કચાશ રહી ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે આપણને પારાવાર નુકશાન થયું. આપણે ગયા દસ વર્ષથી આવી અનેક ખામીઓને દૂર કરીને સુરાજ્ય દ્વારા પ્રત્યેકને શિક્ષણ પહોંચે, એને જોઈએ તે પ્રકારનું શિક્ષણ પહોંચે, એને ઉપયોગી થાય તેવું શિક્ષણ પહોંચે, એનામાં આત્મવિશ્વાસ પેદા કરે એવું શિક્ષણ પહોંચે, એ રોજગાર માટે સામર્થ્યવાન બને એવું શિક્ષણ પહોંચે એ દિશામાં પ્રયાસ કર્યો છે. ભાઈઓ-બહેનો, આજે ગુજરાતની અંદર આઈ.ટી.આઈ.નું નેટવર્ક સમગ્ર દેશમાં એક મોડેલરૂપ બન્યું છે. કાલે જૂનાગઢની ધરતી પર મને છ નવજુવાનોને સર્ટિફિકેટ આપવાનો અવસર મળ્યો. આ જુવાનો આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થી હતા. એમણે ક્યારેય જીવનમાં વિચાર નહીં કર્યો હોય, ટર્નર-ફિટર બને એ માણસનું ભાગ્ય શું હોય? પરંતુ એમણે જોયું કે ગુજરાતની આઈ.ટી.આઈ.માંથી ભણેલા વિદ્યાર્થીઓની જર્મનીમાં કદર થાય. જર્મનીની કંપનીઓ એમને બોલાવે અને પોતાના ઉત્પાદનના ક્ષેત્રમાં ખૂબ હોંશિયાર અને શક્તિશાળી યુવાનો તરીકે એમની પરખ કરે. આ આપણા શિક્ષણની ગુણવત્તામાં જે સુધારો થયો છે એના કારણે પરિણામ મળ્યું છે. આજથી દસ વર્ષ પહેલાં દીકરીઓ શાળાએ નહોતી જતી. એવાં ઘર જોવા મળે કે જ્યાં ચાર ચાર પેઢી જીવતી હોય, પરંતુ ચાર પેઢીમાં એક પણ મા-બહેન કે દીકરીએ શાળાનું પગથિયું ન જોયું હોય. આજે આપણે સોએ સો ટકા નામાંકન કરાવવામાં સફળ થયા છીએ. પહેલાં દીકરીઓ નિશાળમાં દાખલ થાય, લોકો શાળા છોડીને જતા રહેતા હતા. આપણે ડ્રૉપ-આઉટ ઘટાડ્યો. વીસ ટકા, પચીસ ટકા, ત્રીસ ટકાના ડ્રૉપ-આઉટમાંથી ઘટીને આજે માંડ દોઢ, પોણા બે ટકા ઉપર લાવીને ખડો કરી દીધો છે અને એને પણ આવનારા દિવસોમાં ઝીરો ડ્રૉપ આઉટ સુધી લઈ જવું છે.

ભાઈઓ-બહેનો, કૃષિ. આ સૌરાષ્ટ્રની દશા કેવી હતી? કચ્છની દશા કેવી હતી? માઈનસ ગ્રોથ હતો, માઈનસ. જન સંખ્યા ઘટી રહી હતી, લોકો કચ્છ અને સૌરાષ્ટ્ર છોડી છોડીને સુરતની ઝૂંપડપટ્ટીમાં જીવવાનું પસંદ કરતા હતા, મુંબઈની ચાલીઓમાં પડ્યા રહેવાનું પસંદ કરતા હતા કારણકે પોતાના ગામમાં કોઈ ભવિષ્ય નહોતું. ખારાપાટ દરિયાની હવાના કારણે ખેતી તબાહ થઈ ચૂકી હતી, શિક્ષણનું નામોનિશાન નહોતું, ઉદ્યોગો નહોતા, રોજગારની તક નહોતી અને એના કારણે મારા કચ્છ-કાઠિયાવાડના જવાનિયાઓને મા-બાપને છોડીને, ગામ, ઘર, મહોલ્લો, મિત્રો છોડીને નોકરી માટે શહેરોમાં ભટકતા થવું પડ્યું હતું. આજે એ જ કચ્છ-કાઠિયાવાડને, એ જ દરિયા કિનારો સમૃદ્ધ બનાવીને ભારતની સમૃદ્ધિના પ્રવેશદ્વારમાં પરિવર્તિત કરવાનું સપનું જોયું છે.

ભાઈઓ-બહેનો, હું સ્પષ્ટ જોઉં છું કે જે જાહોજલાલી દ્વારકાધીશના જમાનામાં, હિંદુસ્તાનના દરિયાકિનારે, ગુજરાતના કિનારે હતી, આવનારા દિવસોમાં એનાથી પણ ભવ્ય જાહોજલાલી કચ્છ-કાઠિયાવાડના દરિયાકિનારે ફરી આવવાની છે. એક નવું ગુજરાત ગુજરાતના દરિયાકિનારે આકાર લેવાનું છે. ધોલેરા - દરિયાકિનારે બનનારું એક નવું શહેર, દહેજ - દરિયાકિનારે બનનારું એક નવું શહેર. આપણે કોસ્ટલ ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી છે. આખા સમુદ્ર કિનારાને ગાજતો કરવો છે, જાગતો કરવો છે, એના માટેનું અભિયાન ઊપાડ્યું છે.

અને એની સાથે સાથે આ દરિયાકિનારાની સિક્યુરિટી. મુંબઈની ઘટના પછી કોઈ રાજ્ય આંખ બંધ ન કરી શકે. ભારત સરકાર ક્યારે કરશે કહેવું કઠિન છે, મિત્રો. ગુજરાત ઇંતેજાર ન કરી શકે અને એટલા માટે ગુજરાતે પોતાની અલગ મરીન સિક્યુરિટીની વ્યવસ્થા ઊભી કરી છે. અને અલગ મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના સમુદ્રકિનારાને સુરક્ષિત રાખવાનું એક અભિયાન ઊપાડ્યું છે. એક જમાનો હતો કે ગુજરાતનો દરિયાકિનારો બદનામ હતો, એક જમાનો હતો કે ગુજરાતનો દરિયાકિનારો મજબૂર હતો અને આજે એક જમાનો છે કે ગુજરાતનો દરિયાકિનારો દેશનું ગૌરવ બન્યો છે. આજે ગૌરવની વાત છે કે ગુજરાતનો દરિયાકિનારો મજબૂત બન્યો છે, આજે ગૌરવની વાત છે કે ગુજરાતનો દરિયાકિનારો હિંદુસ્તાનની સમૃદ્ધિની અંદર યોગદાન આપનાર એક સક્ષમ આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યો છે. ભાઈઓ-બહેનો, એક સમય હતો, ગુજરાતનો દરિયાકિનારો એટલે દાણચોરોનું સ્વર્ગ માનવામાં આવતો હતો. એટલું જ નહીં, હિંદુસ્તાનમાં આર.ડી.એક્સ. આવે તો ગુજરાતના દરિયાકિનારે ઊતરે, હિંદુસ્તાનમાં એ.કે.-47 ના ઢગલા થાય તો ગુજરાતના દરિયાકિનારે ઊતરે, હિંદુસ્તાનમાં આતંકવાદીઓને બળ મળે તો શસ્ત્રોની આપ-લે ગુજરાતના દરિયાકિનારે થાય. આ જ બધા દિવસો આપણે જોયા હતા. આજે એ સઘળી ચીજોને તાળાં લાગી ગયાં છે. આર.ડી.એક્સ.ના દરવાજા બંધ થઈ ગયા, એ.કે.-47 ના ઢગલા ઊતરતા હતા એ બંધ થઈ ગયા અને સુરક્ષાનું કવચ ગુજરાતના દરિયાકિનારે પૂરું પાડવાનું કામ ગુજરાતના જાંબાઝ જવાનોએ કર્યું છે, ગુજરાતની પોલીસે કર્યું છે, ગુજરાતની સરકારે એને અગ્રિમતા આપી છે.

ભાઈઓ-બહેનો, ઉદ્યોગોનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે... આજે હું પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળી રહ્યો હતો. પ્રધાનમંત્રી પોતાના ભાષણમાં જે કહે છે તે મુજબ હું ગુજરાતના, ગુજરાત સરકારના વિરોધીઓને કહું છું કે અમારી વાત તમને ગળે ના ઊતરતી હોય તો કંઈ નહીં, પણ તમારા પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ દેશમાં રોજગારી વધારવા માટે વિદેશથી મૂડી રોકાણ લાવવું પડે. આપના પ્રધાનમંત્રી પોતે કહે છે, આપની પાર્ટીના છે, એ પોતે એમ કહે છે કે હિંદુસ્તાનની અંદર વિદેશી મૂડીરોકાણ આવે એના માટે થઈને રાજકીય સર્વસંમતિ બનવી જોઇએ, રાજકીય પક્ષોએ વિવાદોથી પર ઊઠવું જોઇએ. હું માનીશ કે ભારતના પ્રધાનમંત્રીની સલાહ કમ સે કમ એમના પક્ષના નેતાઓ માનશે, એમના પક્ષના નેતાઓ સમજશે અને કંઈક કરશે એવી હું આશા રાખું છું.

...મારા ગુજરાતના વહાલા કિસાન ભાઈઓ-બહેનો, દિલ્હીની સરકાર કંઈ કરે કે ન કરે, કરી શકે કે ન કરી શકે, પણ આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું આપને વિશ્વાસ આપું છું કે મારી સરકારનું પહેલું કર્તવ્ય છે અબોલ જીવોની રક્ષા કરવાનું, મારી સરકારનું પહેલું કર્તવ્ય છે મારા ખેડૂતોને પૂરેપૂરી મદદ કરવાનું, મારી સરકારનું પહેલું મહત્વ છે કે જો એનું બજેટ જો વપરાશે તો ગુજરાતના ગામડાં માટે, ગુજરાતના ખેડૂત માટે, દુષ્કાળની સામે ઝઝૂમી રહેલા મારા ગુજરાતના ખેડૂતો માટે. અને એટલું જ નહીં, અમે જૂની પુરાણી પદ્ધતિથી કામ કરવા માગતા નથી. અંગ્રેજોના જમાનાથી રાહત માટેનાં જે મૅન્યુઅલ બનાવ્યાં છે, એ મૅન્યુઅલની ચોખટમાં મારે મારી સરકારને પૂરી નથી દેવી. એટલે મેં એમને મોકળા કર્યા, એમને કહ્યું છે કે નવી ઈનોવેટિવ સ્કીમ લાવો, ક્રિએટિવ ઍસેટ ઊભી થાય એના માટેની સ્કીમ લાવો, ‘નરેગા’ નું પણ કામ એવી રીતે કરો કે જેના કારણે આ રાજ્યનું ભલું થાય એ પ્રકારની ઍસેટ્સ નિર્માણ થાય. આવા અનેક પ્રકારના આદેશો આ સરકારે નીચે સુધી આપી દીધા છે. અને હું મારા દુષ્કાળપીડિત ભાઈઓ-બહેનોને વિશ્વાસ આપું છું કે આપને ઊની આંચ ન આવે એ માટેનો પૂરો પ્રયાસ મારી સરકાર કરશે.

ભાઈઓ-બહેનો, આજે જ્યારે આઝાદીના પર્વે હું આપની વચ્ચે આવ્યો છું ત્યારે કેટલીક જાહેરાતો પણ કરવાનું મને ઉચિત લાગે છે. આજે 15મી ઓગસ્ટ છે, દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરું છું ત્યારે આજે 15મી ઓગસ્ટે હું એક ઘોષણા કરું છું કે અત્યાર સુધી સ્વાતંત્ર્ય સેનાનીઓને પેન્શન પેઠે રૂપિયા પાંચ હજાર મળતા હતા હવે પછી એ રકમ વધારીને છ હજાર રૂપિયા કરવામાં આવે છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ગૌરવની અંદર ઉમેરો કરવાનો પ્રયાસ આ સરકાર કરે છે. ભાઈઓ-બહેનો, ઝીરો થી સોળ સુધીના ગરીબીની રેખા નીચે જીવતા મારા દલિત ભાઈઓ-બહેનો, મારા આદિવાસી ભાઈઓ-બહેનો, મારા બક્ષીપંચના ભાઈઓ-બહેનો, મારા આર્થિક રીતે પછાત ભાઈઓ-બહેનો, ઝીરો થી સોળ સુધીના બધા જ લોકોને કાં મકાન આપવાનું કામ, કાં જમીન આપવાનું કામ આ રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ અંતર્ગત પૂરું કરી દીધું છે. લાખો લોકોને મકાનો અને જમીનના પ્લૉટ આપવાનું કામ આ સરકારે કર્યું છે અને હિંદુસ્તાનમાં સૌથી વધારે કામ કરવાનો યશ આ ગુજરાતને ભારત સરકારે આપ્યો છે. પણ ભાઈઓ-બહેનો, અમે ઝીરો થી સોળ કરીને અટકવા માગતા નથી. હિંદુસ્તાનમાં કોઈ કરે કે ન કરે, પરંતુ અમે નક્કી કર્યું છે કે સત્તરથી વીસ ગરીબીની રેખા નીચે જીવનારા જે પરિવારો છે, એ સત્તરથી વીસ નીચે રહેનારા ચાર લાખ કરતાં વધારે કુટુંબોને ઘરનું ઘર મળે, જમીનનો પ્લૉટ મળે, આવતીકાલથી એ યોજનાનો આરંભ થશે અને પહેલા હપતાની રકમ આવતીકાલથી જ આ ગરીબ પરિવારોના હાથમાં મૂકી દેવામાં આવશે. શહેરી મધ્યમ વર્ગના માટે આપણે જાહેરાત કરી છે કે મહાનગરોમાં ઝીરો સ્લમની દિશામાં જવું છે. કોઈને ઝૂંપડામાં જીવવું ન પડે, કોઈને ચાલીમાં જીવવું ન પડે, એને પાકું ઘરનું ઘર હોય એના માટે થઈને આ સરકારે વીસ હજાર મકાનો આ જ વર્ષમાં બનાવવા માટે માર્ચ મહિનામાં બજેટ ફાળવી દીધું છે. એની જાહેરાત આજે હું નથી કરતો, માર્ચ મહિનામાં બજેટ ફાળવી દીધું છે અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે, એના માટેનું કામ આ સરકારે ઉપાડ્યું છે.

ભાઈઓ-બહેનો, ગયા આઠ વર્ષથી શિક્ષણને આપણે મહાત્મય આપ્યું છે અને આ શિક્ષણને મહાત્મય આપવાને કારણે જે લોકો પહેલા, બીજા, પાંચમા, સાતમામાં ભણીગણીને આગળ ગયા છે, હવે એ લોકો કૉલેજ કરવા માગે છે. પણ જે ગરીબ પરિવારના છે, કૉલેજો શહેરમાં છે, એમને હોસ્ટેલોની જરૂર પડે. નીચેનું શિક્ષણ એટલું બધું વધ્યું છે કે જેના કારણે હવે ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ છે. આને ધ્યાન રાખીને એક મોટો મહત્વાકાંક્ષી કાર્યક્રમ આ સરકારે હાથ ધરવાનું નક્કી કર્યું છે. સો કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચીને છત્રીસ જેટલા સ્થાનો ઉપર એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. તથા ગરીબ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવશે. આ એક જ વર્ષમાં 26,000 વિદ્યાર્થીઓ રહી શકે એવી છત્રીસ જગ્યાઓ પર નવી આધુનિક હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવશે અને ગામડાંમાંથી ભણીગણીને જે આખો નવો ફાલ તૈયાર થઈ રહ્યો છે, નવી જનરેશન તૈયાર થઈ રહી છે એને આપણે જોડીશું.

ભાઈઓ-બહેનો, આ વર્ષ આપણે સ્વામી વિવેકાનંદજીની 150 મી જંયતી ઊજવી રહ્યા છીએ. 11 મી સપ્ટેમ્બર, સ્વામી વિવેકાનંદના જીવનનો ઐતિહાસિક દિવસ છે, 11મી સપ્ટેમ્બર હિંદુસ્તાનના જીવનમાં પણ ઐતિહાસિક દિવસ છે, 11 મી સપ્ટેમ્બર ભારતની હજારો વર્ષની સંસ્કૃતિના ઇતિહાસમાં પણ એક મહત્વનો દિવસ છે. 9/11, અગિયાર સપ્ટેમ્બર. 11 સપ્ટેમ્બરના રોજ 1893 માં સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાની અંદર વિશ્વ ધર્મ પરિષદની અંદર ભાષણ કર્યું હતું. અને એ ભાષણને કારણે એ દિગ્વિજય દિવસ તરીકે મનાવવામાં આવ્યો અને સમગ્ર વિશ્વને હિંદુસ્તાનના એક બત્રીસ વર્ષના સંન્યાસીએ પોતાનામાં આકર્ષી લીધું અને હિંદુસ્તાનની આ મહાન પરંપરાથી આકર્ષી લીધું. આ 11મી સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલ ઇતિહાસની એક અન્મોલ ઘટના છે. એને ધ્યાને રાખીને ગુજરાત સરકારે યુવા વર્ષ મનાવવાનું નક્કી કર્યું છે ત્યારે આ સરકારે નિર્ણય કર્યો છે કે જેના કારણે અનેક માઓને પોતાના દૂધમલ છોકરાઓ ગુમાવવા પડે છે, હવે તો કમનસીબી છે કે દીકરીઓ પણ એ રવાડે ચઢી છે અને મોટા પ્રમાણમાં યુવાન પેઢી એના કારણે ખતમ થઈ રહી છે એ રોગ છે ગુટકા ખાવાનો રોગ, ગુટકા ખાવાની ટેવ. અને ગુટકા બદામ કરતાંય મોંઘા હોય છે, બદામ કરતાંય. બજારમાંથી કોઈને બદામ લાવવાનું કહીએ કે ખાવ, તો આપણને કહે કે આ મોંઘવારીમાં બદામ પોષાય નહીં. જે લોકો ગુટકા ખાય છે એ ગુટકાના પૈસાનો હિસાબ લગાવો તો એ બદામ કરતાં પણ મોંઘા હોય છે. ભાઈઓ-બહેનો, ગુજરાતની નવજુવાન પેઢીને મારે બચાવવી છે, ગુજરાતના નવજુવાનોને કેન્સરના ભયંકર રોગથી બચાવવા છે અને એટલા માટે આ ગુજરાત સરકાર ગુટકા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર કરે છે. અને 11 સપ્ટેમ્બર, જ્યારે સ્વામી વિવેકાનંદજીના શિકાગોના ભાષણનો યાદગીરીનો દિવસ છે એ દિવસે એનો સંપૂર્ણપણે અમલ થશે. 11 સપ્ટેમ્બર પહેલાં નવો માલ કોઈ લે નહીં, જુનો માલ સંગ્રહે નહીં અને કોઈ એવો બંધાણી હોય તો એને આગામી પંદર-વીસ દિવસમાં આ બંધાણમાંથી મુક્ત થવા માટે અવસર મળે, એ કંઈ ખોટું ન કરી બેસે એટલા માટે અગિયારમી સપ્ટેમ્બરે સોએ સો ટકા એની અમલવારી કરવામાં આવશે અને ગુજરાતના નવજુવાનોને બચાવવાની દિશામાં આ રાજ્ય સરકારનો પ્રયત્ન જારી રહેશે.

ભાઈઓ-બહેનો, કુપોષણ સામે આપણે લડવું છે, જન ભાગીદારીથી લડવું છે. આગામી ગણેશ ચતુર્થીથી એક જન ભાગીદારીનું આંદોલન ઉપાડીએ. એક તરફ દુષ્કાળ પીડિતોની સેવા કરીએ, બીજી બાજુ કુપોષણની અંદર કોઈ માતા હોય, કોઈ સગર્ભા માતા હોય તો જન ભાગીદારીથી, જન આંદોલનથી, સેવાભાવથી આ બધા લોકોના કુપોષણમાં આપણે ભાગીદાર બનીએ, સરકારની યોજનાઓમાં પૂરક બનીએ અને આવતીકાલના ગુજરાતને સમૃદ્ધ બનાવવાની દિશામાં કામ કરીએ. ભાઈઓ-બહેનો, આ ગુજરાતની સરકાર નૌજવાનોના ભાગ્યને ઘડવા માટે સમય ખર્ચી રહી છે. આ ગુજરાતની જનતા, મારી માતાઓ-બહેનો, સન્માનપૂર્વક જીવે એના માટે સમય ખર્ચી રહી છે. આ ગુજરાતની સરકાર એસ.સી., એસ.ટી.ના ભાઈઓ ગૌરવભેર ભણીગણીને સ્વમાનભેર જીવતા થાય અને સમાનતા સાથે જીવતા થાય એના માટેનું અભિયાન લઈને ચાલી રહી છે. અને તિરંગા ઝંડાની સાક્ષીએ સંવિધાને જે આપણને કામ સોંપ્યું છે એ કામની પૂર્તિનો પ્રયાસ પૂર્ણ કરવા માટેના એક મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે, પૂરા આત્મવિશ્વાસ સાથે. અરે, નિરાશાનું નામોનિશાન ન હોય, મિત્રો. સંકટો આવતાં હોય છે. અરે, સંકટોને પાર કરવું એનું જ નામ શક્તિ હોય છે. અમે શક્તિના આરાધકો છીએ અને આ ગુજરાત મહાશક્તિમાન બને એ સંકલ્પ લઈને ચાલનારા લોકો છીએ. હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપું છું કે આવતીકાલ વધારે ઊજળી છે, હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપું છું કે આવતીકાલ વધુ વિકાસવાળી છે, હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપું છું કે આવતીકાલ વધારે સુખ અને સમૃદ્ધિની છે, આવતીકાલ વધારે શાંતિ અને સદભાવનાની છે. એ સંકલ્પ સાથે આપ સૌ મારી સાથે બોલજો...

ભારત માતા કી જય..!!   ભારત માતા કી જય..!!   ભારત માતા કી જય..!!

વંદે માતરમ...!!   વંદે માતરમ...!!   વંદે માતરમ...!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Is UPI transforming India’s economy? Check latest FY25 data

Media Coverage

Is UPI transforming India’s economy? Check latest FY25 data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The days of TMC’s hooliganism are coming to an end: PM Modi in Kolkata, West Bengal
March 14, 2026
The days of TMC’s hooliganism are coming to an end. The countdown for the departure of the TMC government has begun: PM Modi in Kolkata rally
Due to infiltration, Bengal’s ‘roti, beti and mati’ are under threat. Jobs of local people are being snatched away, security of our daughters is at risk and illegal encroachments are taking place: PM Modi
I assure the mothers and sisters of Bengal that under a BJP government, women will be safe and criminals will be behind bars: PM Modi’s promise to West Bengal
First the Congress, then the Communists and now the TMC - they kept coming one after another, filling their pockets while development work in Bengal remained stalled: PM’s concern in West Bengal

भारत माता की... भारत माता की... भारत माता की...

ये बेटी कब से चित्र लेकर खड़ी है कोई कलेक्ट कर लीजिए ताकि वो बेटी आराम से बैठ सके। जरा एसपीजी के लोग इसे कलेक्ट कर लीजिए। धन्यवाद बेटा... बहुत बढ़िया चित्र बनाया आपने...

भारत माता की... भारत माता की...

आमार प्रियो पोश्चिम बोंगोबाशी, भाई ओ बोनेरा, आमार अंतोरेर अंतोस्थल थेके… आपनादेर शोबाइके सश्रोद्धो प्रोणाम।

बंगाल की ये ऐतिहासिक धरती....ये ब्रिगेड परेड ग्राउंड का ऐतिहासिक मैदान.....और, बांग्ला मानुष का ये ऐतिहासिक जन-सैलाब... जहां जहां मेरी नजर पहुंच रही हो लोग ही लोग नजर आ रहे हैं। ये अद्भुत दृश्य है। ये.आपका उत्साह...ये आपका जोश...बंगाल क्या सोच रहा है....बंगाल के मन में क्या चल रहा है....अगर किसी को ये देखना है, तो जरा ये तस्वीरें देख ले!

ब्रिगेड परेड ग्राउंड का इतिहास साक्षी है....जब-जब बंगाल देश को दिशा देता है...ये ब्रिगेड मैदान बंगाल की आवाज़ बनता है। इस मैदान से अंग्रेजी हुकूमत के खिलाफ उठी आवाज. और वो आवाज हिंदुस्तान में एक क्रांति बन गई थी। और उसका नतीजा क्या हुआ...अंग्रेजों के अत्याचार और लूट का खात्मा हुआ! आज एक बार फिर...ब्रिगेड ग्राउंड से नए बंगाल की क्रांति का बिगुल बज गया है। बंगाल में बदलाव अब दीवारों पर भी लिख चुका है... और बंगाल के लोगों के दिलों में भी छप चुका है। अब बंगाल से निर्मम सरकार का अंत होकर रहेगा... अब बंगाल से महाजंगलराज का खात्मा होगा। इसीलिए, बंगाल के हर कोने से आवाज उठ रही है... चाइ बीजेपी शॉरकार चाइ बीजेपी शॉरकार पाल्टानो दोरकार, चाइ बीजेपी शॉरकार

साथियों,

कल TMC ने इस रैली में आने वाले आप सभी लोगों को चोर कहकर गाली दी है। असली चोर कौन है, ये बंगाल की प्रबुद्ध जनता जानती है। अपनी कुर्सी जाते हुए देखकर... यहां की निर्मम सरकार बौखला गई है।

साथियों,

आज भी इस विशाल सभा को रोकने के लिए निर्मम सरकार ने सारे हथियार निकाल लिए आपलोगों को आने से रोकने के लिए ब्रिज बंद करवा दिए, गाड़ियां रुकवा दी, ट्रैफिक जाम करवाया, भाजपा के झंडे उखड़वा दिए, पोस्टर फड़वा दिए। लेकिन निर्मम सरकार साफ-साफ देख लो आज के जनसैलाब को रोक नहीं पाई हो। बंगाल में महाजंगलराज लाने वालों का काउंटडाउन शुरू हो चुका है। वो दिन दूर नहीं जब बंगाल में फिर से कानून का राज होगा...जो कानून तोड़ेगा... जो अत्याचार करेगा...TMC के किसी अत्याचारी को छोड़ा नहीं जाएगा। चुन-चुन के हिसाब लिया जाएगा।

भाइयों बहनों,

यहां की निर्मम सरकार चाहे अब जितना जोर लगा ले...परिवर्तन की इस आंधी को अब निर्मम सरकार रोक नहीं पाएगी... भाजपा के साथ...एनडीए के साथ...महिषासुरमर्दिनी का आशीर्वाद है। श्री रामकृष्ण परमहंस...स्वामी विवेकानंद....नेताजी सुभाष चंद्र बोस....ऋषि बंकिम चंद्र, गुरुदेव रवीन्द्र नाथ टैगोर....ईश्वर चंद विद्यासागर...बाघा जतिन और खुदीराम बोस...डॉ. श्यामा प्रसाद मुखर्जी.....लोकमाता रानी रॉशमोनी...ऐसी सभी महान विभूतियों ने जिस बंगाल की परिकल्पना की थी....भारतीय जनता पार्टी की सरकार...उस बंगाल का निर्माण करेगी, नवनिर्माण करेगी।

साथियों,

बंगाल का विकास नेक नीयत से होगा, सही नीतियों से होगा। बंगाल में अभी हमारी सरकार नहीं है। लेकिन फिर भी, केंद्र सरकार के जरिए बीजेपी दिन-रात बंगाल के विकास में लगी हुई है। आज भी, मैंने 18 हजार करोड़ रुपए से अधिक की परियोजनाओं का उद्घाटन और शिलान्यास किया है। अभी-अभी 18 हजार करोड़.. कितना... कितना.. 18 हजार करोड़... कितना... कितना... कितना... चार दिन पहले ही, कैबिनेट ने पश्चिम बंगाल के लिए मल्टी-ट्रैकिंग प्रोजेक्ट्स को मंजूरी दी है। ये सभी प्रोजेक्ट पश्चिम बंगाल में कनेक्टिविटी को बेहतर बनाएंगे। इसका फायदा यहां के सामान्य मानवी, किसान, व्यापारी और स्टूडेंट्स को मिलेगा।

भाइयो और बहनों,

यहां की निर्मम सरकार ने बंगाल के युवाओं को पलायन का अभिशाप दिया है। आप सब जानते हैं.... बंगाल के युवा प्रतिभा और हुनर में सबसे आगे हैं। बंगाल के युवा मेहनत करने में सबसे आगे हैं। बंगाल एक समय पर पूरे भारत के विकास को गति देता था... बंगाल व्यापार और उद्योगों में सबसे आगे था। लेकिन, आज हालात क्या हैं? यहाँ का युवा ना डिग्री ले पा रहा है... और ना ही उसे रोजगार मिल रहा है! आपके बेटे-बेटियों को काम की तलाश में दूसरे राज्यों में पलायन करना पड़ता है।

साथियों,

पहले कांग्रेस, फिर कम्युनिस्ट और अब TMC…. ये लोग एक के बाद एक आते रहे.... अपनी जेबें भरते रहे.... और बंगाल में विकास के काम ठप्प पड़े रहे। इनफ्रास्ट्रक्चर के मामले में हमारा बंगाल पीछे होता चला गया। उद्योग धंधे बंद होते चले गए। यहाँ टीएमसी सरकार में नौकरियां खुलेआम बेची जा रही हैं। भर्तियों में घोटाले हो रहे हैं। अब समय आ गया है.... अब समय आ गया है.... ये हालात बदलें, बंगाल के युवाओं को बंगाल में काम मिले! ये नौजवान बंगाल के विकास का नेतृत्व करें! एई शोप्नो आपनार, आर एई शोप्नो पूरोन कोरा.... मोदीर गारंटी! मोदीर गारंटी!

साथियों,

TMC सरकार का एक ही एजेंडा है.... ये टीएमसी वाले न खुद काम करेंगे, न करने देंगे! जब तक इनको अपना कटमनी नहीं मिल जाता.... ये किसी भी योजना को गाँव-गरीब तक नहीं पहुँचने देते! इसीलिए, TMC सरकार केंद्र की योजनाओं को रोककर रखती है। आप देखिए.... हम कारीगरों और कामगारों को आगे बढ़ाने के लिए पीएम-विश्वकर्मा योजना चला रहे हैं। हमारे कुम्हार, लोहार, बढ़ई... ऐसे हुनरमंद लोगों को इसका लाभ मिल रहा है। लेकिन, निर्मम सरकार ने बंगाल में योजना पर ब्रेक लगा रखा है। मुझे बताइए भाइयों, मेरे इन विश्वकर्मा भाइयों को भारत सरकार के पैसे पहुंचने चाहिए कि नहीं पहुंचने चाहिए, उनको मदद मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए , उनका भविष्य उज्ज्वल होना चाहिए कि नहीं होना चाहिए.. केंद्र सरकार पैसे दे रही है, बंगाल को कुछ नहीं करना है लेकिन उसके बावजूद भी ये विश्वकर्मा समाज के छोटे-छोटे भाई-बहनों को उससे वंचित रखा जाता है।

साथियों,

देशवासियों को मुफ्त बिजली देने के लिए हमने पीएम-सूर्यघर मुफ्त बिजली योजना शुरू की है। केंद्र की भाजपा सरकार इसके लिए हर लाभार्थी को 75 से 80 हजार रुपए देती है। आपको, बंगाल के मेरे भाई-बहनों को, हर परिवार को मोदी सरकार 75 से 80 हजार रुपए रुपये देती है। जो लाभार्थी पीएम सूर्य घर मुफ्त बिजली योजना से जुड़ता है, उसके घर का बिजली बिल जीरो हो जाता है...लेकिन बंगाल सरकार इसे भी लागू नहीं होने दे रही। आप मुझे बताइए आपका बिजली बिल जीरो होना चाहिए कि नहीं। बिजली बिल जीरो करने के लिए मोदी की मदद मिलनी चाहिए कि नहीं चाहिए। जो इसे रोकते हैं वो आपके दुश्मन हैं कि नहीं हैं… बंगाल के दुश्मन हैं कि नहीं हैं… हर परिवार के दुश्मन हैं कि नहीं है।

साथियों,

बंगाल के विकास में चाय बागानों और उनमें काम करने वाले श्रमिकों की बड़ी भूमिका है। लेकिन चाय बागानों के श्रमिकों को PM चाह श्रमिक प्रोत्साहन योजना का लाभ नहीं मिल रहा है। मुझे बताइए.. चाय बागान के मेरे श्रमिकों को ये लाभ मिलना चाहिए कि नहीं मिलना चाहिए… उनको मदद मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए। केंद्र सरकार की इस योजना में बंगाल सरकार रोड़े अटका रही है।

साथियों,

आप सबने देश भर में पीएम-आवास योजना की सफलता के बारे में सुना है! दुनिया के लोग भी जब सुनते हैं ना तो अचरज करते हैं। जो लोग बंगाल से बाहर रह रहे हैं… ऐसे हर गरीब परिवार को पक्का घर मिल रहा है। लेकिन यहां क्या हुआ? योजना का नाम बदल दिया गया। लाभार्थियों की सूची में गड़बड़ की। और जिन गरीबों को घर मिलना चाहिए था, वे आज भी इंतजार कर रहे हैं। ईमानदारी से, ट्रांसपैरेंसी से बंगाल के गरीबों को पक्का घर मिलना चाहिए कि नहीं मिलना चाहिए….ये टीएमसी सरकार मिलने देगी क्या… ये निर्मम सरकार मिलने देगी क्या… ये सरकार जानी चाहिए कि नहीं जानी चाहिए… गरीबों को घर मिलना चाहिए कि नहीं मिलना चाहिए

साथियों,

इतना ही नहीं, यही हाल जल जीवन मिशन का भी है। बंगाल में लोग पूछ रहे हैं...जब देश के बाकी हिस्सों में हर घर जल पहुंच सकता है, तो बंगाल में क्यों नहीं? भाइयों बहनों, केवल बिजली, पानी, सड़क और घर इसकी ही बात नहीं है....ये टीएमसी की सरकार...अपनी स्वार्थी राजनीति की वजह से आयुष्मान योजना को लागू नहीं कर रही है। देश के करोड़ों लोग इस योजना के तहत पाँच लाख रुपए तक के मुफ्त इलाज का लाभ उठा रहे हैं। मुझे बताइए, गरीबों को बीमारी में पांच लाख रुपये तक की मदद पहुंचनी चाहिए कि नहीं पहुंचनी चाहिए.. मोदी दे रहा है मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए… ये टीएमसी सरकार बीमार लोगों का दुश्मन है कि नहीं है.. अत्याचारी है कि नहीं है… लेकिन बंगाल के गरीब परिवारों को पांच लाख रुपये वाली आयुष्मान योजना से भी, उस अधिकार से वंचित रखा गया है।

साथियों,

आज बंगाल के किसान की हालत भी किसी से छिपी नहीं है. मुझे बताया गया है कि दो-तीन दिन पहले ही चंद्रकोना में हमारे एक आलू किसान ने खुदकुशी कर ली है। आत्महत्या कर ली है। पश्चिमी मिदनापुर से हुगली और बर्धवान तक....किसानों से झूठ वायदे और सरकारी खरीद में घोटाला ही ये टीएमसी सरकार की पहचान बन गया है। TMC के कट, कमीशन और करप्शन के कारण.... गंदी राजनीति के लिए किसानों की जिंदगी से, गरीबों और मध्यम वर्ग की जिंदगी से माताओं और बहनों की सुरक्षा से खिलवाड़ किया जा रहा है। इसीलिए....TMC जाएगी.... तो हर गरीब को पक्का घर मिलेगा। गरीब को पक्का घर मिलना चाहिए कि नहीं मिलना चाहिए… मिलना चाहिए कि नहीं मिलना चाहिए.. ये मोदी की गारंटी है। हर गरीब परिवार को बता देना कि जैसे ही टीएमसी की सरकार जाएगी गरीबों का पक्का घर बनना शुरू हो जाएगा। TMC जाएगी.... तो हर घर साफ जल पहुंचेगा। TMC जाएगी.... तो हर गरीब को मुफ्त इलाज मिलेगा। TMC जाएगी.... तो कारीगरों को नए अवसर मिलेंगे। TMC जाएगी.... तभी बंगाल में सुशासन आएगा।

साथियों,

हमारे बंगाल ने आज़ादी के बाद विभाजन सहा! विभाजन की आग देखी.... मजहबी दंगे देखे.... बाद के दशकों में अस्थिरता देखी.... घुसपैठ का दौर देखा... रक्तपात सहा! इस सबकी सबसे बड़ी भुक्तभोगी अगर कोई थीं, तो बंगाल की माताएं, बहनें, बेटियां, बंगाल की महिलाएं थीं। लेफ्ट की सरकार में अपहरण, हत्या, बलात्कार का वो दौर कोई नहीं भूल सकता। इसलिए बंगाल के आप लोग... लेफ्ट को हटाकर बढ़ी आशा के साथ TMC को लेकर आए! आपने TMC पर भरोसा किया! लेकिन, TMC ने लेफ्ट के गुंडों और माफियाओं को ही अपनी पार्टी में भर्ती कर लिया। आज बंगाल में अपराधियों को खुली छूट है। आए दिन बहन-बेटियों के खिलाफ दिल दहलाने वाले अपराध होते हैं। बंगाल का कोई इलाका ऐसी घटनाओं से अछूता नहीं है। आप याद करिए.... कॉलेज परिसर में दुष्कर्म की घटना.... नाबालिग बेटियों से दुष्कर्म के मामले.... TMC कार्यालय में महिला से बलात्कार.... 7-8 साल की बच्चियों से बलात्कार के खौफनाक कुकृत्य.... कहीं आदिवासी बेटी के साथ दुष्कर्म.... ऐसे ज़्यादातर मामलों में अपराधी कोई न कोई कोई न कोई TMC का नेता होता है... या TMC से जुड़ा होता है!

साथियों,

यहां निर्मम सरकार खुलेआम बलात्कारियों को संरक्षण देती है। अपराधियों को बचाने की पूरी कोशिश की जाती है। आप मुझे बताइए.. अपराधियों को बचाया जाता कि नहीं बचाया जाता… बलात्कारियों को बचाया जाता कि नहीं बचाया जाता.. संदेशखाली की वो तस्वीरें, और TMC सरकार का रवैया...आर.जी. कर अस्पताल की उस बेटी के साथ हुई दरिंदगी...बंगाल के लोग भूले नहीं हैं....TMC कैसे खुलेआम अपराधियों के साथ खड़ी नज़र आती थी।

साथियों,

इसी मानसिकता का परिणाम है... आज महिलाओं के खिलाफ एसिड अटैक… एसिड अटैक जैसे घिनौने अपराध इतने ज्यादा पश्चिम बंगाल में हो रहे हैं। जो बंगाल एक समय देश का सबसे प्रगतिशील राज्य होता था...आज वहाँ शाम होते ही माएं बेटियों को फोन करके कहती हैं....बाड़ी फिरे ऐशो शोन्धे नामार आगे। शक्ति की पूजा करने वाले बंगाल को ऐसे हालात मंजूर नहीं होंगे। मैं बंगाल की मेरी माताओं बहनों को भरोसा दिलाता हूँ....आप भाजपा को बीजेपी को अपना आशीर्वाद दीजिये। बीजेपी सरकार में महिलाएं सुरक्षित होंगी...और अपराधी जेल में होंगे। और ये मोदी की गारंटी है।

साथियों,

TMC सरकार गुंडों और अपराधियों की बैसाखी पर चलती है। रंगबाजी और कटमनी... ये TMC की कमाई का जरिया है। ये लोग जानते हैं.... जिस दिन बंगाल के लोग खुलकर सामने आ गए...TMC की विदाई पक्की है। और मैं ये दृश्य देखकर कह सकता हूं कि अब टीएमसी को बचाने वाला कोई नहीं बचा है इसीलिए, ये बंगाल के आप लोगों को डरा-धमकाकर रखना चाहते हैं। इसके लिए TMC वाले माफिया गिरोहों को पालते हैं। ये कट्टरपंथियों को संरक्षण देते हैं। और ऐसे गिरोहों की ताकत बढ़ाने के लिए घुसपैठियों को बुलाते हैं.... घुसपैठियों को

साथियों,

ये TMC 'माँ, माटी, मानुष' के नारे पे सत्ता में आई थी..... आज वही माँ रो रही है… माटी को लूटा जा रहा है.... और, बंगाली मानुष बंगाल छोड़ने पर मजबूर हो रहा है। घुसपैठियों की वजह से आज बंगाल की ‘रोटी, बेटी, माटी’ उस पर सबसे बड़ा खतरा आ गया है। ये लोग बंगाल के लोगों का रोजगार छीन रहे हैं। हमारी बहन बेटियों की सुरक्षा खतरे में पड़ गई है। और, बंगाल के लोगों की ज़मीनों पर, बंगाल की माटी पर इन घुसपैठियों को कब्जा दिलवाया जा रहा है। इसका परिणाम आज सबके सामने है। बीते दशकों में बंगाल के ज़्यादातर इलाकों में डेमोग्राफी बदल गई है। बंगाली हिंदुओं को जानबूझकर अल्पसंख्यक बनाया जा रहा है। तुष्टीकरण का ऐसा खुला खेल.... जब शरणार्थी हिंदुओं को नागरिकता देने की बात होती है, तो पूरी TMC उसका विरोध करती है। वो हिन्दू... जिन्होंने कभी विभाजन का समर्थन नहीं किया था! जिन्होंने हमेशा अविभाजित बंगाल को, भारत को अपनी मातृभूमि माना! TMC वाले उन्हें नागरिकता देने का विरोध करते हैं। क्योंकि, उनके लिए उनका वोट बैंक ही सबसे प्रमुख है। वो हिंदुओं को वो अपना वोटबैंक नहीं समझते! उनसे उनके आपराधिक गिरोह नहीं बढ़ते! इसीलिए, ये लोग SIR का भी विरोध करते हैं। ताकि, घुसपैठियों के नाम वोटर लिस्ट से हट ना जाएं...वोटर लिस्ट शुद्ध ना हो जाए! ये तो ऐसे लोग है … जिनकी मृत्यु हो जाए उनके नाम तक निकालने को तैयार नहीं हैं ।

भाइयों बहनों,

डेमोग्राफी के इस खतरनाक बदलाव ने आज बंगाल को असुरक्षित बना दिया है। और अब तो, यहां खुलेआम धमकी दी जा रही है! कहा जा रहा है कि एक खास कम्यूनिटी वाले मिलकर आप लोगों को खत्म कर देंगे! संवैधानिक कुर्सी पर बैठकर ऐसी धमकी !!! करोड़ों बंगाली लोगों को खत्म करने की बात !!!....आपके मुंह में शोभा नहीं देती है मैं पूछना चाहता हूँ…वो कौन लोग हैं, जो TMC सरकार के इशारों पर करोड़ों लोगों को खत्म कर देंगे?

साथियों,

धमकाने-डराने की इस राजनीति को...TMC ने इसे अपना हथियार बना लिया है। चुनाव में वोटरों को धमकी... सरकार के नीतियों के आलोचकों को धमकी... मीडिया को धमकी... विपक्ष को धमकी... ये बंगाल में खौफ का कैसा माहौल बनाकर रखना चाहते हैं... ये पूरे देश को जानना चाहिए... ये लोग कहते हैं... तृणमूल को जिसका वोट नहीं, TMC को जिसका वोट नहीं, तो वो बंगाली नहीं! तृणमूल को वोट नहीं, तो सरकार योजना का लाभ नहीं! तृणमूल को वोट नहीं, तो घरों में बिजली पानी नहीं! TMC सिंडीकेट के जरिए नहीं जाओगे, तो कोई सप्लाइ नहीं! लेकिन साथियों, मैं TMC को याद दिलाना चाहता हूँ... TMC की गुंडागर्दी के दिन अब खत्म होने जा रहे हैं। TMC सरकार के जाने का काउंटडाउन शुरू हो चुका है। यहां बंगाल में बीजेपी सरकार बनने के बाद एक तरफ हम, सबका साथ, सबका विकास ये मंत्र लेकर चलेंगे, दूसरी तरफ सबका हिसाब लिया जाएगा। टीएमसी के वे गुंडे, TMC के ये गुंडे जो आपको डराते हैं...बीजेपी सरकार में उनके डर भरे दिन शुरू होना तय है। बीजेपी सरकार में खौफ हर अपराधी को होगा... खौफ हर घुसपैठिए को होगा...खौफ तुष्टीकरण की राजनीति करने वालों को होगा...क्योंकि, कानून अपना काम करेगा! कानून का राज आएगा ऐसे लोगों को मुंह छिपाने की जगह नहीं मिलेगी। ऐसे अपराधियों की सिर्फ एक ही जगह होगी- एक ही जगह होगी जेल। जेल। जेल।

साथियों,

बंगाल की निर्मम सरकार में आज सबसे ज्यादा प्रताड़ित यहाँ का दलित, आदिवासी और हमारे गरीब भाई-बहन हैं। आदिवासी समाज के साथ कैसा अन्याय होता है... ये किसी से छिपा नहीं है। लेकिन, अब तो TMC सरकार ने सभी सीमाएं लांघ दी हैं। आप देखिए...अभी कुछ दिन पहले हमारे देश की महामहिम राष्ट्रपति... आदिवासी समाज की बेटी… आदरणीय द्रौपदी मुर्मू जी बंगाल आईं थीं। उन्हें संथाल आदिवासी परंपरा के पावन उत्सव में शामिल होना था। लेकिन अहंकार में डूबी इस निर्मम सरकार ने न केवल उस कार्यक्रम का बहिष्कार किया, बल्कि उसे पूरी तरह बदइंतजामी के हवाले कर दिया। क्योंकि, एक आदिवासी बेटी इतने बड़े पद पर है.... TMC वालों को उनका सम्मान मंजूर नहीं हुआ! द्रौपदी मुर्मू जी, जो हमेशा अपनी सरलता के लिए जानी जाती हैं.... उन्हें खुद बड़े दुखी मन से खेद व्यक्त करना पड़ा! भारत के राष्ट्रपति को अपनी तकलीफ बतानी पड़ी! TMC वालों को ये याद रखना पड़ेगा...उन्होंने केवल द्रौपदी मुर्मू जी का अपमान नहीं किया है। उन्होंने करोड़ों आदिवासियों का अपमान किया है। उन्होंने करोड़ों महिलाओं के सम्मान को ठेस पहुंचाई है। उन्होंने देश के सर्वोच्च पद की गरिमा को ठेस पहुंचाई है। इन्होंने भारत के संविधान का अपमान किया है। इन्होंने बाबा साहेब आंबेडकर का अपमान किया है और इसका जवाब बंगाल के लोगों से टीएमसी को मिलने वाला है। निर्मम सरकार को मिलने वाला है।

साथियों,

TMC सरकार ने बंगाल को पूरी तरह से अराजकता के हवाले कर दिया है। संवैधानिक व्यवस्था पर आए हर दिन हमले करने के वो रास्ते खोजते रहते हैं, हमले करते रहते हैं। पिछले कुछ महीनों में आपने देखा है....जब भी चुनाव आयोग निष्पक्ष चुनाव सुनिश्चित करने के लिए कदम उठाता है, मतदाता सूची की शुद्धि की कोशिश करता है, तब टीएमसी उसके खिलाफ हमला करने लगती है। जो संस्था स्वतंत्र और निष्पक्ष चुनाव कराने के लिए जिम्मेदार है, उसी की विश्वसनीयता पर सवाल खड़े किए जाते हैं। ऐसा ही व्यवहार देश की सेना को लेकर दिखाई देता है। जब 2019 में भारतीय वायुसेना ने बालाकोट में आतंकवादी ठिकानों पर निर्णायक कार्रवाई की, तब TMC ने देश की वायुसेना से कार्रवाई का सबूत मांगा।

साथियों,

यहां राज्य सरकार...पुलिस को स्वतंत्र रूप से जांच करने नहीं देती। जब राष्ट्रीय एजेंसियां TMC सरकार के भ्रष्टाचार या गंभीर अपराधों की जांच करना चाहती हैं, तो उन्हें भी रोकने की कोशिश होती है। अब जरा सोचिए, न्याय के लिए लोग आखिर कहां जाएंगे? साथियों, तृणमूल वाले यही अराजकता दिल्ली तक फैलाने की कोशिश करते हैं। आपने संसद में भी देखा है… सदन के भीतर कैसे कागज फाड़े जाते हैं, कैसे बहस को रोका जाता है, कैसे सदन की कार्यवाही को बाधित किया जाता है। देश...TMC की शर्मनाक हरकतें देखकर हैरान होता है। साथियों,बंगाल के प्रबुद्ध लोग अब इस अराजकतावादी सरकार के खिलाफ संकल्प ले चुके हैं। इस अराजक सरकार को उखाड़ फेंकने का काम इसी धरती के लोग करने वाले हैं।

साथियों,

आज यहां जो जनसैलाब उमड़ा है...ये पश्चिम बंगाल की जागती हुई चेतना है। यह उस बदलाव की आहट है, जिसका इंतजार वर्षों से किया जा रहा है। पश्चिम बंगाल में दार्जिलिंग की पहाड़ियों से लेकर सुंदरबन के द्वीपों तक, उत्तर बंगाल के चाय बागानों से लेकर कोलकाता की गलियों तक, आज हर जगह पर एक ही चर्चा है। बदलाव चाहिए... और ये बदलाव अब होकर रहेगा। साथियों, बंगाल की आत्मा कभी हार मानने वाली नहीं है। बंगाल… का नौजवान कभी हार मानने वाला नहीं है। बंगाल की बेटियां कभी हार मानने वाली नहीं है। बंगाल का किसान कभी हार मानने वाला नहीं है। जब-जब इस भूमि के सामने चुनौतियाँ आई हैं, तब-तब यहाँ की जनता ने साहस के साथ उनका सामना किया है। गुरुदेव रवींद्रनाथ ठाकुर ने भी हमें यही संदेश दिया है। उन्होंने कहा था...

“बिपोदे मोरे रोक्खा करो ए नोहे मोर प्रार्थना,
बिपोदे आमि ना जेनो कोरि भॉय।”

आज भी वही समय है। कुछ लोग आपको डराने की कोशिश करेंगे। कुछ लोग कहेंगे कि बदलाव संभव नहीं है। लेकिन याद रखिए, और याद जरूर रखें.. जब जनता ठान लेती है, तो कोई भी ताकत उसे रोक नहीं सकती। और बंगाल की जनता ने जब भी ठाना है, इतिहास बदल कर दिखाया है। आज मुझे इस ऐतिहासिक ब्रिगेड मैदान में वही आत्मविश्वास, मेरी आंखों के सामने दिखाई दे रहा है। याद रखिए...इस बार चुनाव सिर्फ सरकार बदलने का नहीं... इस बार चुनाव बंगाल की आत्मा को बचाने का है। इस बार चुनाव व्यवस्था बदलने का है। इस बार चुनाव कट-मनी से छुटकारे का है। इस बार चुनाव डर से मुक्ति का है। मैं आने वाले परिवर्तन के लिए मेरे बंगाल के भाइयों बहनों को बहुत-बहुत शुभकामनाएं देता हूं।

मेरे साथ बोलिए, मेरे साथ पूरी ताकत से बोलिए..

पाल्टानो दोरकार, चाइ बीजेपी शॉरकार!

पाल्टानो दोरकार, चाइ बीजेपी शॉरकार!

पश्चिम बोंगेर जॉनोगोनेर जॉय होक!

जय हिंद।

भारत माता की...जय

भारत माता की...जय

भारत माता की...जय

वंदे.. वंदे... वंदे... वंदे.. मातरम्!