પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે વેસકની વૈશ્વિક ઉજવણીના પ્રસંગે એક વીડિયો કોન્ફરન્સ મારફતે મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વેનરેટેડ મહાસંઘ, નેપાળ અને શ્રીલંકાના પ્રધાનમંત્રીઓ, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ સિંઘ અને કિરણ રીજીજુ, આંકરરાષ્ટ્રીય બુદ્ધિષ્ઠ પરિષદના મહામંત્રી વેનરેબલ ડો.  ધમ્માપિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વેસક એ ભગવાન બુદ્ધના જીવનની ઉજવણીનો દિવસ છે અને આપણા ગ્રહના સુધારણા અને સુખાકારી  માટે તેમણે આપેલા ઉમદા આદર્શ અને બલિદાનનુ પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે તેમણે ગયા વર્ષમા વેસક દિવસની ઉજવણીનો કાર્યક્રમ કોવિડ-19ની મહામારી સામે માનવતા માટે લડત આપી રહેલા તમામ સ્વંયસેવકોને સમર્પિત કર્યો હતો. એક વર્ષ બાદ પણ કોવિડ-19ની મહામારી ગઈ નથી અને ભારત સહિત કેટલાક દેશો કોરોનાની બીજી લહેરનો પણ અનુભવ કરી ચૂક્યા છે. તેમણે નોંધ્યુ હતું કે જીવનમાં એક વાર આવતી  આ મહામારી છે જેને કારણે ઘણા દેશના તમામ નાગરિકોએ હોનારતનો સામનો કરો પડ્યો છે અને લગભગ તમામ દેશને તેની અસર પડી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહામારીની આર્થિક અસર ઘણી વિકરાળ છે અને આપણો પૃથ્વી ગ્રહ આ મહામારી બાદ અગાઉ જેવો નહીં રહે. તેમણે ઉમેર્યું હતું કે જોકે છેલ્લા એક વર્ષમાં ઘણા નોંધપાત્ર સુધારા પણ જોવા મળ્યા છે. જેમકે આ મહામારી પ્રત્યેની બહેતર સમજણ જેને કારણે કોરોના સામેની લડત માટેની આપણી રણનીતિ મજબૂત બની છે અને વેક્સિન ઉપલબ્ધ બની છે જે જીવન બચાવવા તથા કોરોનાને હરાવવામાં અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે એક વર્ષમાં જ કોવિડ19 સામેની વેક્સિન વિકસાવવા બદલ દેશના વૈજ્ઞાનિકોના પ્રયાસની પણ બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ જ બાબત માનવીની પ્રતિબદ્ધતા અને અડગતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે માનવીને પડતા કષ્ટનો નાશ કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપવાની ઇચ્છાશક્તિ સહિત ભગવાન બુદ્ધમાં રહેલી ચાર દૃષ્ટિએ તેમને પ્રજ્વલિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષમાં કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓ માનવીની પીડા ઘટાડવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસ હાથ ધરવા આગળ આવ્યા હતા. સમગ્ર વિશ્વની બુદ્ધિષ્ઠ સંસ્થાઓ તથા બુદ્ધ ધર્મના અનુયાયીઓએ કોરોના સામેની લડતમાં કેટલાક સાધનો તથા ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે ઉદાર હાથે યોગદાન આપ્યું હતું. તેમણે એ નોંધ્યું હતું કે આ પ્રયાસ ભગવાન બુદ્ધના પ્રશિક્ષણ ભવતુ સબ્બ મંગલમ (તમામના કલ્યાણ માટે આશીર્વાદ)ને કારણ થયો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19 સામેની લડત દરમિયાન કોઈએ આબોહવા પરિવર્તન જેવા અન્ય પડકારોને નજરઅંદાજ કરવા જોઇએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન પેઢીને બેદરકાર જીવનશૈલી ભાવિ પેઢી માટે જોખમકારક છે અને પ્રતિજ્ઞા કરો કે આપણા ગ્રહને અસરગ્રસ્ત બનવા દઇશું નહીં. તેમણે ભગવાન બુદ્ધે કુદરતનો આદર કરવાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો તેને યાદ કરાવ્યું હતું. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે પેરિસ લક્ષ્યાંક સર કરવાના માર્ગે ભારત વિશ્વના કેટલાક મોટા અર્થતંત્રમાં સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે ભારત માટે  સશક્ત જીવન એ માત્ર યોગ્ય શબ્દ નથી પરંતુ યોગ્ય પ્રયાસો પણ છે.

પ્રધાનમંત્રીએ ટકોર કરી હતી કે ભગવાન ગૌતમ બુદ્ધનું જીવન શાંતિ, સંવાદિતા અને સહજીવનને સમર્પિત હતું. પણ આજે, આજે એવા પણ લોકો છે જેમનું અસ્તિત્વ ધિક્કાર, ત્રાસવાદ અને વણવિચાર્યા રમખાણો ફેલાવવામાં જ છે. તેમણે ઉમેર્યું હતું કે આવા લોકો સ્વતંત્ર લોકશાહીના સિદ્ધાંતોમાં વિશ્વાસ કરતા નથી અને તેથી જ તેમણે માનવતામાં ભરોસો કરનારા લોકોને એકજૂથ થવા અને ત્રાસવાદ તથા કટ્ટરવાદને હંફાવવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધનો સંદેશ અને સામાજિક ન્યાયને આપવામાં આવેલી પ્રાથમિકતાથી વૈશ્વિક એકીકરણ શક્તિ બની શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધ સમગ્ર બ્રહ્માંડમાં અપાર બુદ્ધિચાતુર્યના ભંડાર હતા. તેમનામાંથી જ આપણે બધા સમયાંતરે ચેતના પ્રાપ્ત કરી શકીએ છીએ અને કરૂણા, વૈશ્વિક જવાબદારી અને સુખાકારીના માર્ગે જઈ રહ્યા છીએ. “બુદ્ધે આપણને બાહ્ય દેખાડાથી દૂર રહીને સત્ય અને પ્રેમના અંતિમ સત્યમાં ભરોસો કરવાના” મહાત્મા ગાંધીના વાક્યને ટાંકીને પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના આદર્શો પ્રત્યેની વચનબદ્ધતાને પુનર્જિવીત કરવા તમામને અનુરોધ કર્યો હતો કર્યો હતો.

દરરોજ પોતાના જીવનને જોખમમાં મૂકીને આરોગ્ય કર્મચારીઓ, તબીબો, નર્સો તથા સ્વયંસેવકોએ નિસ્વાર્થપણે આપેલી સેવા બદલ પ્રધાનમંત્રીએ તમામનો આભાર માન્યો હતો. જેમણે તેમની સ્વજનો ગુમાવ્યા છે તેવા તમામ પ્રત્યે પ્રધાનમંત્રીએ શોક પ્રદર્શિત કર્યો હતો.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian Air Force’s Push for Indigenous Technologies: Night Vision Goggles to Boost Helicopter Capabilities

Media Coverage

Indian Air Force’s Push for Indigenous Technologies: Night Vision Goggles to Boost Helicopter Capabilities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles the loss of lives in road accident in Mirzapur, Uttar Pradesh; announces ex-gratia from PMNRF
October 04, 2024

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives in the road accident in Mirzapur, Uttar Pradesh. He assured that under the state government’s supervision, the local administration is engaged in helping the victims in every possible way.

In a post on X, he wrote:

"उत्तर प्रदेश के मिर्जापुर में हुआ सड़क हादसा अत्यंत पीड़ादायक है। इसमें जान गंवाने वालों के शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहने की शक्ति प्रदान करे। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है।"

Shri Modi also announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the mishap in Mirzapur, UP. He added that the injured would be given Rs. 50,000.

The Prime Minister's Office (PMO) posted on X:

“The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the road accident in Mirzapur, UP. The injured would be given Rs. 50,000.”