મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની સર્વપ્રથમ ઓલ ઇન્ડિયા પોલીસ હાઉસિંગ કોન્ફરન્સનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરતાં પોલીસ આવાસ વસાહતો સાથેના આધુનિક બહુમાળી પોલીસ મથકોના બાંધકામ-નિર્માણની ક્ષમતા અને પડકાર ઝીલી લેવાનું આહ્્વાન કર્યું હતું.

દેશના વિવિધ રાજ્યોના પોલીસ આવાસ નિગમો અને પોલીસ બાંધકામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એજન્સીઓના ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ઉપક્રમે ભારત સરકારના બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સહયોગથી પોલીસ આવાસો માટેની આ અખિલ ભારતીય પરિષદ સમગ્ર ભારતમાં પહેલીવાર યોજાઇ રહી છે જેમાં વિવિધ રાજ્યોના પોલીસ હાઉસિંગ સંલગ્ન એજન્સીઓના પોલીસ પદાધિકારીઓ અને હાઉસિંગ કન્સ્ટ્રકશન નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે.

આ પ્રસંગે પોલીસ હાઉસિંગ અંગેના વિવિધલક્ષી પ્રદર્શનનું નિરીક્ષણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

ડેલીગેટસને મુખ્યમંત્રીશ્રીએ પોલીસ આવાસ અંગેના અભિગમમાં નવા આયામો અપનાવવાનું સૂચન કરતા જણાવ્યું કે આધુનિક જેલોના નિર્માણમાં માનવીય દ્રષ્ટીકોણ સાથે પાયાની સુવિધાઓના સંદર્ભમાં જેલોના બાંધકામની મોડેલ ડિઝાઇન અંગે દેશના આર્કિટેકટ ડિઝાઇનરોની સ્પર્ધા યોજવી જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મોટા શહેરોમાં જમીનની ઉપલબ્ધી અને પોલીસ આવાસ માટેના ભંડોળની મર્યાદા જોતા પોલીસ પરિવારોને સારા આવાસો મળે તે દિશામાં નવતર અભિગમ અપનાવવો જોઇએ. દરેક રાજ્યોની પોલીસ આવાસની ઉત્તમ વ્યવસ્થાના આદાન-પ્રદાનથી નવા આયામો સર્જવા અને સમાજની સુરક્ષા માટે પોતાના પરિવારની ચિન્તા છોડીને કપરી ફરજો બજાવતા પોલીસ કર્મીઓના પરિવારોને ઉત્તમ સુવિધાવાળા આવાસો ઉપલબ્ધ કરવા તે રાજ્ય સરકારોનું દાયિત્વ છે, અને આ ક્ષેત્રે આવાસ બાંધકામની નવી ટેકનોલોજી, ડિઝાઇન તથા એપ્રોચ અપનાવીને પોલીસ પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે તે દિશામાં પોલીસ હાઉસિંગ માટે વિચારણા કરવા તેમણે સૂચવ્યું હતું.

પોલીસ હાઉસિંગ સેકટરમાં સમગ્ર દેશમાં ગુજરાતે અગ્રેસર રહીને ધ્યાન આકર્ષિત કર્યું છે, તેની કાર્યસિધ્ધિઓનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ભારતનું પોલીસ હાઉસિંગનું બજેટ સરેરાશ અઢી ટકા ખર્ચ થાય છે જ્યારે ગુજરાતમાં પોલીસ આવાસ માટેનું બજેટ દશ ટકા જોગવાઇ ધરાવે છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શીરે છે તે પોલીસ દળના પરિવારોની આવાસ સુવિધા એક કલ્યાણ યોજના છે.

આવાસ બાંધકામની ટેકનોલોજી, આર્કીટેકટ, ડિઝાઇનમાં ભારતના પર્યાવરણ અને ગરમ વાતાવરણ અનુકુળ નિર્માણ-અભિગમ અપનાવવાની જરૂર ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રીએ રેઇન વોટર હાર્વેસ્ટીંગ અને સોલાર સીસ્ટમ, કિચન ગાર્ડનીંગ સિસ્ટમ પ્રેરિત કરવા સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ દેશના વિવિધ રાજ્યોના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિને આ પરિષદમાં આવકારતા ગુજરાત રક્ષાશકિત યુનિવર્સિટી અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જેવા માનવ સંસાધન વિકાસના વિશ્વસ્તરીય હાઇટેક એજ્યુકેશનની વિશેષતા પ્રસ્તુત કરી હતી. રક્ષાશકિત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં સેવા આપવા ઉત્સુક હોય તેવા પોલીસ અધિકારીઓને તેમણે આમંત્રણ આપ્યું હતું.

ગુજરાતની સરહદે કચ્છમાં બોર્ડર ફેન્સીંગ બાંધકામમાં થઇ રહેલા વિલંબનો નિર્દેશ આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા પણ કન્સ્ટ્રકશન નિર્માણના જંગી પ્રોજેકટ હાથ ધરવાની વ્યવસાયિક કુશળતા છે તેમની સાથે સંકલન સાધીને પોલીસ આવાસ નિગમોમાં પણ ક્ષમતા વધારતા કાર્યક્રમો હાથ ધરવા જોઇએ.

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી બળવંતસિંહની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન સત્રમાં ભારત સરકારના બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડિરેકટર શ્રી મનોજ છાબરા, ગુજરાત પોલીસ આવાસ નિગમના અધ્યક્ષશ્રી પી. સી. પાંડે, મેનેજિંગ ડિરેકટરશ્રી કે. નિત્યાનંદમ અને પોલીસ મહાનિદેશક શ્રી ચિરંજનસિંહે પ્રેરક સંબોધનો કર્યા હતા અને ગુજરાતે પોલીસ આવાસ બાંધકામ ક્ષેત્રે મેળવેલી વિશિષ્ઠ સિધ્ધિઓની રૂપરેખા આપી હતી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles

Media Coverage

Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 માર્ચ 2026
March 04, 2026

Citizens Celebrate Colours of Confidence: PM Modi's Vision Powers Holi Joy, Jobs, Security, and Global Trust