નવો છોટાઉદેપુર જિલ્લો રચાશે

 

મુખ્યમંત્રીશ્રીની છોટાઉદેપુર આદિવાસી સંમેલનમાં ઘોષણા

 

સમગ્ર દેશમાં આદિવાસીઓને જંગલની જમીનના વન અધિકારપત્રો આપવામાં ગુજરાત મોખરે

 

૧૦૦૦ ગરીબ કલ્યાણ મેળામાં ૮પ લાખ ગરીબોને રૂા. ૧રપ૦૦ કરોડના લાભો અપાયા

 

આદિવાસીદલિતગરીબમહિલાયુવાનોને છેતરનારાના ‘પંજા’માં ફસાશો નહી : મુખ્યમંત્રીશ્રી

 

ગુજરાતનો ર૮મો જિલ્લો ર૬ મી જાન્યુઆરીથી કાર્યરત થશે

 

આદિવાસી ક્ષેત્રમાં સિંચાઇની સુવિધાના બે મહત્વાકાંક્ષી પ્રોજેકટ મંજૂર

 

રૂા. ૪૦૦૦ કરોડના ખર્ચે એક લાખ હેકટર વધુ જમીનને સિંચાઇ મળશે

 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની ઘોષણા કરી હતી. રાજ્યનો આ ર૮મો જિલ્લોછોટાઉદેપુર જિલ્લો આગામી ર૬મી જાન્યુઆરીર૦૧૩થી કાર્યરત થશે.

નવા છોટાઉદેપુર જિલ્લામાં કયા તાલુકા અને ગામોનો સમાવેશ થઇ શકે તેની વહીવટી પ્રક્રિયા માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સમિતિ રચી છે એમ તેમણે જણાવ્યું હતુંગીરસોમનાથના રાજ્યના ર૭મા નવા જિલ્લાની જાહેરાત પછી છોટાઉદેપુર જિલ્લો ગુજરાતનો ર૮મો જિલ્લો બનશે.

નવા છોટાઉદેપુર જિલ્લાની રચનાથી જિલ્લા વહીવટતંત્રનું વિકેન્દ્રીકરણ થતાં જનતાની સેવા માટે વહીવટની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મધ્ય ગુજરાતના વનવાસી ક્ષેત્રમાંથી વિરાટ સંખ્યામાં આદિજાતિ માનવ મહેરામણ આ પ્રસંગે ઉમટયો હતો. મેઘરાજાની મહેરથી પ્રસણચિત આદિવાસીઓનું અભિવાદન કરતાં મુખ્યમંત્રીશ્રીએ અંબાજીથી ઉમરગામ સુધીના ૧ર જિલ્લામાં પથરાયેલા સમગ્ર આદિવાસી પટ્ટામાં સમગ્ર આદિવાસી ક્ષેત્ર માટે રૂા. ૪૦૦૦ કરોડના બે મહત્વાકાંક્ષી સિંચાઇ પ્રોજેકટના અમલ કરવાની જાહેરાત પણ કરી હતી તેની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આદિવાસીઓ ડુંગરાળ વનવિસ્તારમાં રહે છે એને વરસાદના ભરોસે છોડવાને બદલે ટેકનોલોજી દ્વારા સિંચાઇનું પાણી ખેતરો સુધી પહોંચાડવાના આ બંને સિંચાઇ પ્રોજેકટ છે.

જેમાંના એક પ્રોજેકટમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પૂર્વ પટ્ટામાં રૂા. પ૦૦ કરોડના ખર્ચે નવા ૧૦૬૪ ચેકડેમો, ૧ર૦૦ સામૂહિક કૂવા, ૮૭ લીફટ ઇરીગેશન યોજનાઓ અને ૧ર૦ તળાવો બાંધવામાં આવશે જેનાથી આદિવાસી ખેડૂતો માટે વધારાની ૧૩૦૦૦ હેકટરને સિંચાઇની સુવિધા મળશે.

બીજો સિંચાઇ પ્રોજેકટ નર્મદાના પૂરના વધારાના પાણી દરિયામાં વહી જતાં રોકીને વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના સિંચાઇથી વંચિત એવા આદિવાસી ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચાડવા માટે રૂા. ૩પ૦૦ કરોડના ખર્ચે હાથ ધરાશે. જેમાં ૬૬૩ કી.મી.ની પાઇપલાઇનો નર્મદાના પૂરના પાણી સિંચાઇવહન કરવા નંખાશે આનાથી ૭પ૦૦૦ હેકટર આદિવાસી વિસ્તારોમાં ખેતી માટે સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રીશ્રીએ આ આદિવાસી મહાસંમલનમાં આદિવાસીઓને જંગલની જમીનના વન અધિકાર પત્રોનું વિતરણ કરતા જણાવ્યું કે આખા દેશમાં સૌથી વધુ વન અધિકારપત્રો આદિવાસીઓને આપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે.

ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને પણ સરકારી લાભોસહાય સાધનોનું વિતરણ કરતાં તેમણે જણાવ્યું કે હવે ગરીબોદલિતોપછાતવર્ગોઆદિવાસીઓની આંખમાં ધૂળ નાંખીને છેતરનારાના પંજામાં દલિતો, ગરીબો, વંચિતો ફસાવાના નથી તેથી મધ્યમવર્ગની વોટબેન્ક ઉભી કરવા પ્રલોભનો રૂપી કાગળના વચનો આપવાની છેતરપીંડી થઇ રહી છે પણ ગુજરાતનો મધ્યમવર્ગ પણ આ પંજાની પકકડમાં આવીને છેતરાવાનો નથી.

આદિવાસીઓ હવે તેમને છેતરનારાને ઓળખી ગયા છે અને તેથી જ આ સરકાર ઉપર ભરોસો મૂકીને વિકાસમાં જોડાઇ ગયા છે એ વાત અમારા વિરોધી દળને ખૂંચે છે. આટલી વિશાળ સંખ્યામાં આદિવાસીઓ સરકારની યોજનાના લાભો લેવા અને સમજવા ઉમટી પડે છે. તે જ બતાવે છે કે, ગુજરાતની આ સરકાર ઉપર આદિવાસીને કેટલો મોટો ભરોસો છે, એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ સરકારે ગુજરાતના ગરીબી રેખા નીચે જીવતા ૦૧૬ કક્ષાના બધાજ ગરીબોને ૧૬ લાખ આવાસો ફાળવી દીધા છે અને આ ગરીબ કલ્યાણ મેળામાં ૧૭ર૦ પોઇન્ટના ગ્ભ્ન્ ગરીબ કુટુંબોને બીજા ૬ લાખ આવાસપ્લોટો અને બાંધકામ સહાય માટે પ્રથમ હાના યુનિટ દીઠ રૂા. ર૧૦૦૦ની રકમ આપી દેવાનું અભિયાન ઉપાડયું છે.

આદિવાસીઓ માટે પીવાના પાણીની સુવિધા અંગેની રાજ્ય સરકારની કામગીરીની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ૯૦૦ ગામ અને ૧૧૯૦૦ ફળીયાને પીવાનું શુધ્ધ પાણી પહોંચાડી દીધું છે. અત્યારે આદિવાસીના ઘરોમાં નળજોડાણની ટકાવારી ૭૬ ટકાએ પહોંચી ગઇ છે જે ૧૦ વર્ષ પહેલાં માત્ર ૪ ટકા હતી. દોઢ લાખ ઝંપડાનું વીજળીકરણ કર્યું છે. ૩૦૦૦ તળાવો ઉંડા કર્યા છે. ૧૩૦૦૦ ચેકડેમો બનાવ્યા છે.

આદિવાસીના ખેતરમાં પાણી પહોંચાડવા માટે સિંચાઇની યોજના પાછળ જ અત્યાર સુધી રૂા.૧રરપ કરોડ ખર્ચ કર્યો છે અને ૮.૭પ લાખ હેકટર આદિવાસી વિસ્તારમાં સિંચાઇ આપી છે.

વરસાદ ખેંચાયો ત્યારે દુષ્કાળની પીડાને બદલે રાજકીય રોટલા શેકનારા લોકોએ પેંડા વહેંચેલા કારણ દુષ્કાળ પડે તો મોદીસરકાર બદનામ થાય એવી બદદાનત સેવી હતી તેમને મેઘરાજાએ વરસાદ વરસાવીને જવાબ આપી દીધો છે એમ તેમણે જણાવ્યું હતું.

વનબંધુ કલ્યાણ પેકેજમાં આદિવાસી વિસ્તારોમાં વસતા વનબંધુઓના સર્વાંગી કલ્યાણ માટે રૂા. ૪૦,૦૦૦ કરોડની યોજના અમલમાં મૂકાશે.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતનો અને આદિવાસી સમાજનો અતિઅભૂતપૂર્વ વિકાસ થયો છે તેવી લાગણી વ્યકત કરતાં આદિજાતિ વિકાસ અને વન મંત્રીશ્રી મંગુભાઇ પટેલે તેના પરિણામે આદિજાતિ સમાજનો સર્વાંગી વિકાસ થયો છે તેમ તેણે જણાવ્યું હતું. આ સરકારે સ્વતંત્રતા માટે બલિદાનો આપનારા પાલચિતરીયા, માનગઢ, જાંબુધોડાના આદિજાતિ અનામી શહિદોને ઇતિહાસમાં સ્થાન અપાવ્યું છે.

અગાઉ આદિવાસી સમાજને મરઘાબતકાની લોન આપીને છેતરવામાં આવતા આ સરકારે ગુજરાતના વિકાસનો યજ્ઞ આદર્યો છે તેવી લાગણી વ્યકત કરતાં જિલ્લા સહપ્રભારી અને કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું કે ગુજરાત સરકારે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, બાયસેગના માધ્યમથી ગુજરાત સરકાર દેશમાં સહુથી વધુ વન જમીનના ખેડ અધિકારો આદિવાસીઓને આપ્યાં છે.

આજે આદિજાતિ બંધુઓને ૯૩૬પ એકર વન જમીનના ખેડ અધિકારો મળ્યાં છે તેવી માહિતી આપતાં આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહજી ભાભોરે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના ચાર આદિવાસી તાલુકાઓના વિકાસ માટે અગાઉના ૧૯ વર્ષમાં માત્ર રૂા. ૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, આ સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૩૧૦ કરોડ અને છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૧૬૦ કરોડના વિકાસ આયોજનો અમલ કર્યો છે. એક દાયકામાં ગ્રામવિકાસ માટે રૂ. ૪૧૮૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સાંસદશ્રી રામસિંહ રાઠવા તથા ધારાસભ્યો શ્રી ગુલસિંહજી અને અભેસિંહ તડવીએ કેન્દ્ર સરકારની આદિવાસીગરીબ વિરોધી નીતિઓએ અત્યાર સુધી વનબંધુઓને વંચિત જ રાખ્યા છે તેનો રોષ વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સંસદિય સચિવશ્રી યોગેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી સુધાબેન પરમાર, ધારાસભ્યશ્રીઓ, વિવિધ સંપ્રદાયોના સંતો, મહંતો, ગુરૂજનો, જિલ્લા તથા શહેરના પદાધિકારીઓઅધિકારીઓ અને વિશાળસંખ્યામાં આદિવાસી સમૂદાય ઉપસ્થિત રહ્યો હતો.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s medical education boom: Number of colleges doubles, MBBS seats surge by 130%

Media Coverage

India’s medical education boom: Number of colleges doubles, MBBS seats surge by 130%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 ડિસેમ્બર 2024
December 08, 2024

Appreciation for Cultural Pride and Progress: PM Modi Celebrating Heritage to Inspire Future Generations.