શેર
 
Comments
"Chitan Shibir of Employment and Training department concludes"
"CM addresses officials of Labour, Employment & Training department "
"CM congratulates the department for achieving PM’s award for KVK, for least unemployment rate"
"Gujarat first in India to come up with a decision to set up a Skill University"

મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક સમાપન સંબોધન કર્યું

સ્કીયલ ડેવલપમેન્ટ્નું ઉત્તમ મોડેલ ગુજરાતે આપ્યું

ભારતમાં સર્વપ્રથમ સ્કીલ યુનિવર્સિટી ગુજરાત શરૂ કરશે

દરેક આઇ.ટી.આઇ. ‘‘શ્રમ એવ જયતે''નો મંત્ર અપનાવે

સ્કીલ ડેવલપમેન્ટ્ અને રોજગારી માટે ગુજરાતને ગૌરવ અપાવનારા કર્મયોગીઓની ટિમને અભિનંદન

- આઇ.ટી.આઇ., - ટેકનિકલ શિક્ષણ, કૌશલ્યશવર્ધન કેન્દ્રોને પ્રાણવાન બનાવીએ

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રઇભાઇ મોદીએ ગુજરાત સરકારના શ્રમ, રોજગાર અને તાલીમ વિભાગના કર્મયોગીઓની ચિંતનશિબિરનું આજે સાંજે સમાપન કરતાં જણાવ્યું હતું કે, સ્કીલ ડેવલપમેન્ટ્ માટેનું ઉત્તમ પ્લાનીંગ ગુજરાતે કરીને રાષ્ટ્ર ના વિકાસમાં મહત્વાનું યોગદાન આપ્યું છે. ભારતમાં ગુજરાત પહેલું રાજ્યક છે જેણે સ્કીવલ યુનિવર્સિટી સ્થા પવાનો નિર્ણય કર્યો છે.

રોજગાર અને તાલીમ કમિશનરના ઉપક્રમે ગાંધીનગર અમદાવાદ હાઇવે ઉપર EDI- ભાટ ખાતે આ ચિંતન શિબિર યોજવામાં આવી હતી. જેનું ઉદઘાટન સવારે શ્રમ રોજગાર મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે કર્યું હતું. રોજગાર અને તાલીમ કમિશ્નશરેટના રાજ્યરભરના 400 જેટલા કર્મયોગીઓની આ ચિંતનશિબિરમાં રોજગાર, તાલીમ અને કૌશલ્ય્વર્ધન સહિત છ વિષયો ઉપર ચર્ચા સત્રો યોજવામાં આવ્યાજ હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ ચિંતનશિબિરના સમાપન સમયે રોજગાર, શ્રમ અને તાલીમ વિભાગને આભિનંદન આપ્યામ હતા. ગુજરાતને કૌશલ્યા વર્ધન કેન્દ્રો ના બેસ્ટઉ સ્કી0લ ડેવલપમેન્ટ નો વડાપ્રધાનશ્રીનો એવોર્ડ મેળવવા, બેરોજગારીના ક્ષેત્રે દેશમાં સૌથી ઓછી બેકારી ધરવતું ગુજરાત બન્યુંન અને ગુજરાતે સ્વાબમી વિવેકાનંદની 150મી જન્મ જયંતિમાં યુવાવર્ષ અને સ્કિલ ડેવલપમેન્ટેની સફળ સિધ્ધિા મેળવી તેનું શ્રેય મુખ્ય મંત્રીશ્રીએ રોજગાર તાલીમ વિભાગના કર્મીયોગીઓના ખંત અને નિષ્ઠા ને આપ્યું હતું.

રોજગારી અને કૌશલ્યન હુન્નષર માટે દેશમાં ગુજરાતે જે મોડેલ વિકસાવ્યુ્ તેનો મહિમા આત્માસાત કરવાનો અનુરોધ કરતાં શ્રી નરેન્દ્રશભાઇ મોદીએ જણાવ્યુંવ કે, સને 2008થી વડાપ્રધાનશ્રીએ ચાર-ચાર વખત સ્કીલ ડેવલપમેન્ટ ના આયોજન માટે અલગ સંસ્થાનઓ બનાવી પરંતુ આખરે તો ગુજરાતના રોજગાર તાલીમ વિભાગે બનાવેલું સ્કિલ ડેવલપમેન્ટ્ મોડલ જ પસંદ કરવું પડયું તે જ બતાવે છે કે ગુજરાતની કૌશલ્યન વિકાસની વ્યુલહ રચના સાચી દિશાની છે. મુખ્યદમંત્રીશ્રી જણાવ્યું કે રાષ્ટ્રકના નિર્માણ અને અર્થતંત્રની પ્રગતિ માટે રોજગાર તાલીમ અને કૌશલ્યી વિકાસનું ભવિષ્યે કેટલું મહત્વ્નું છે તેના વિશે ભૂતકાળમાં ઉપેક્ષા જ થઇ છે. ગુજરાતે આગવી પહેલ કરીને સિધ્ધિષઓ મેળવી છે અને હજુ આ ચિંતનશિબિરની ફલશ્રુતિ ગુજરાતના કૌશલ્યે વિકાસ અને રોજગાર ક્ષેત્રે સશક્તઆ યુવાશકિતની નવી ક્ષિતિજો વિશાળ ફલક ઉપર સાકાર કરશે. આ સરકાર શ્રમ અને રોજગારની તાલીમની વ્યૂ હ રચનાને પ્રાથમિકતા આપે છે એમ પણ તેમણે જણાવ્યુંજ હતું.

ગુજરાતની જણાવ્યું કે આ સરકારે છેલ્લા 10 વર્ષમાં સમગ્રતયા ટેકનિકલ શિક્ષણનું મહત્વ સ્વીકારીને તેના પાયાના એકમ આઇ.ટી.આઇ.નું સંવર્ધન અને તેના સશકિતકરણ માટે સતત મંથન કર્યું છે. ભુતકાળમાં ગ્રામ સભા કે આંગણવાડીની કોઇને પરવાહ નહોતી આજે ગુજરાતમાં ગ્રામસભાની લોકશાહી જેવી અને આંગણવાડીની પણ યોગ્ય ગરિમા ઉભી થઇ છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત મૂળભૂત રીતે ટ્રેડર્સ રાજ્યેની ઓળખ ધરાવતું હતું તેમાંથી પરિવર્તન પામીને હવે મેન્યુફેકચરીંગ સ્ટેટની નામના મેળવી રહ્યું છે. મેન્યુ્ફેકચરીંગ સ્ટેતટના વિકાસ માટે સ્કીલ મેનપાવર અનિવાર્ય છે. ગુજરાત સરકારે રાજ્ય માં આવતાં નવા ઔદ્યોગિક એકમોને હુન્નીર કુશળ માનવશકિત તૈયાર કરવા આઇ.ટી.આઇ. સાથે વિનિયોગનું સફળ નેટવર્ક ઉભુ કર્યુ઼ છે આના કારણે ગુજરાતમાં ઉદ્યોગની માંગને સુસંગત કુશળ તાલીમ પામેલી શ્રમશકિતનું ફલક વિકસી રહ્યું છે.

ગુજરાતીઓના લોહીમાં ઉદ્યોગ સાહસિકતા, ટ્રેડ સાહસિકતા તો છે જ અને હવે ગ્લોરબલ માર્કેટમાં છવાઇ જવા રાજ્યીની મેન્યુફેકચરીંગ સેકટરની ઈન્ડછસ્ટ્રીલઝ દ્વારા સ્કીલ મેનપાવરનું તાલીમ કૌશલ્યક પણ ખૂબ જ મહત્વનનું બની ગયું છે. ગુજરાતમાં ઓટોમોબાઇલ્સસ એન્જીનિયરીંગ ઉદ્યોગમાં ગુજરાતના કુશળ કારીગરો દ્વારા બનાવેલા કોઇને કોઇ મોટર સ્પેએરપાર્ટસ ઓટો કંપનીઓ વાપરે છે. આમ દેશના નિર્માણમાં ગુજરાતના કૌશલ્યે તાલીમ આપનારઓએ ખુબ મોટું યોગદાન આપ્યુંછ છે. દરેક આઇ.ટી.આઇ.એ ‘‘'શ્રમ એવ જયતે' નો મંત્ર સાકાર કરવો જોઇએ તેવી પ્રેરણા મુખ્યતમંત્રીશ્રીએ આપી હતી.

મેન્યુનફેકચરીંગ સેકટરમાં વિશ્વબજારની સ્પમર્ધામાં ઉભા રહેવા માટે કૌશલ્યોવર્ધનથી જ કોસ્ટખ ઇફેકટીવનેસ અને ક્વોલિટી કંટ્રોલ આવી શકશે એમ તેમણે જણાવ્યુંર હતું. મેન્યુઇફેકચરીંગ સેકટરના ઉતપાદનોમાં ઝીરો ડીફેકટ પ્રોડકશન માટેની ટેકનોલોજી અને સ્કીરલ મેનપાવરની ડીફેક્ટ ન રહે તેવું વાતાવરણ સર્જવા તેમણે અનુરોધ કર્યો હતો. આઇ.ટી.આઇ અને કૌશલ્યટવર્ધન કેન્દ્રો પ્રાણવાન બનાવવા અને રાજ્યધની આઇ.ટી.આઇ.માં સોફટ સ્કીબલની તાલીમનું મહત્વર પણ તેમણે સમજાવ્યું હતું.

હિન્દુસ્તા નમાં 65 ટકા જનસંખ્યા યુવાનોની છે તેની ભુજાઓમાં કૌશલ્ય્, આંખોમાં પ્રગતિના સપના અને પગમાં ગતિ હોય તો દુનિયામાં હિન્દુસ્તાયનના યુવાધનને કોઇ હરાવી નહીં શકે એવો વિશ્રાસ તેમણે વ્ય કત કર્યો હતો. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ચિંતનશિબિરના પ્રારંભે ‘‘મૈં નહિ હમ''ની ભાવના સાથે રાજ્યમ સરકારના પ્રશાસનિક મોડમાં રોજગાર અને તાલીમના આ કર્મયોગીઓની ચિંતનશિબિર નવી કાર્ય સંસ્કૃસતિની ઓળખ બનશે તેવો વિશ્વાસ વ્યકકત કર્યો હતો.

મુખ્યો સચિવ શ્રી ર્ડા.વરેશ સિન્હાએ કૌશલ્યવર્ધન માટેનું આજનું આ ચિંતન દેશ માટે દિશાદર્શક બની રહેશે તેમ જણાવી શિબિરમાં થયેલા સૂચનો અને સુઝાવોને આવકાર્યા હતા. રોજગાર અને તાલીમ કમિશનર શ્રીમતી સોનલ મિશ્રાએ ચિંતનશિબિરનો હેતુ સમજાવી દિવસ દરમિયાનની ચર્ચાઓનો નિષ્કશર્ષ સ્વા્ગત પ્રવચનમાં વ્યજકત કર્યો હતો. શ્રમ અને રોજગારના કાર્યકારી અધિક મુખ્યશ સચિવશ્રી અસિમ ખુરાના તથા રોજગાર તાલીમ સંચનાલયના વરિષ્ઠર અધિકારીઓ, કર્મયોગીઓ આ શિબિરમાં ઉપસ્થિ ત રહ્યા હતા.

Explore More
‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
India to be the fastest-growing Asian economy in FY23: Morgan Stanley

Media Coverage

India to be the fastest-growing Asian economy in FY23: Morgan Stanley
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 ઓગસ્ટ 2022
August 11, 2022
શેર
 
Comments

Resulting from the economic initiatives of the government, India to be the fastest-growing Asian economy in FY23 says Morgan Stanley.

Good governance is leading India towards great heights on all fronts….