મુખ્યમંત્રીશ્રીનું આહ્્‍વાન

સરકારી પ્રાથમિક શાળા પણ ઉત્તમ ટેકનોલોજી ઉત્તમ શિક્ષકની સ્માર્ટ સ્કુલ કેમ ના બને?

૧૪મી જૂને વિડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીશ્રી પ્રાથમિક શિક્ષણ માટે સમાજની સંવેદના ઊજાગર કરવા માર્ગદર્શન આપશે

સામાજિક દાયિત્વ અને સામૂહિક જવાબદારી નિભાવીએ

શાળા પ્રવેશોત્સવ અભિયાનની પૂર્વતૈયારીઓની  સર્વગ્રાહી સમીક્ષા કરતા નરેન્દ્રભાઇ મોદી

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જનઅભિયાનનો દશમા વર્ષમાં પ્રવેશ

આ વર્ષે જ્જ૧૪-૧પ-૧૬ જૂન ગ્રામ્ય ક્ષેત્રમાં જ્જર૮-ર૯-૩૦ જૂન  શહેરી ક્ષેત્રમાં યોજાશે

અગાઉ ધો-૧ માં અપાયેલા વિઘાલક્ષ્મી બોન્ડ મેળવનારી કન્યાઓને ધો-૭ પાસ

કન્યાઓને વ્યાજ સાથે રૂા.ર૦૦૦ મળશે. કુલ ૮૦,૦૦૦ લાભાર્થી કન્યા

સરસ્વતી સાધના યોજનાઃ ૪૮૦૦૦ સાયકલ વિતરણ પણ થશે

ગુજરાતના ભવિષ્યની ઉત્તમ ઇમારત માટે ઉત્તમ માનવબળનું નિર્માણ કરવાનું આ દશ વર્ષનું અભિયાન સફળ બનવાનું છે- નરેન્દ્રભાઇ મોદી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં ઉત્તમ ટેકનોલોજી અને ઉત્તમ શિક્ષકોથી ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ આપનારી "સ્માર્ટ સ્કુલ' બનાવવાનું આહ્્‍વાન કર્યું છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણી અને શાળાપ્રવેશોત્સવનું જનઆંદોલન દશમાં વર્ષમાં પદાર્પણ કરી રહ્યું છે તેની પૂર્વતૈયારીઓ અંગે સર્વગ્રાહી સમીક્ષા આજે કરી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ વર્ષે ગ્રામક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર એમ બે તબકકામાં પ્રાથમિક શિક્ષણની સાર્વત્રિક જ્યોત પ્રગટાવવાની આ સરસ્વતી યાત્રા યોજાશે.

પ્રાથમિક શિક્ષણનું ગૌરવ કરવાનું સામાજિક દાયિત્વ નિભાવવા તેમણે આહ્્‍વાન કર્યું હતું.

ગુજરાતભરની તમામ શહેરી અને ગ્રામક્ષેત્રની સરકારી પ્રાથમિક શાળાઓ મળીને ૩૪૦૦૦ ગ્રાથમિક શાળાની શિક્ષણની ગુણવત્તા સુધારવાના કેન્દ્રવર્તી આશયથી આ વર્ષે શિક્ષણ વિભાગે આગામી તા.૧૪-૧પ-૧૬ જૂનના ત્રણ દિવસોએ ૧૮૦૦૦ ગામોમાં અને તા.ર૮-ર૯-૩૦ જૂનના દિવસોમાં ૧પ૯ શહેરો અને ૮ મહાનગરોની શિક્ષણ સમિતિઓ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં સમગ્ર સરકાર અને સમાજના સહિયારા અભિયાનરૂપે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે.

આ વર્ષે રાજ્ય સરકારે સરસ્વતી સાધના યોજના હેઠળ અભ્યાસ માટે ૪૮૦૦૦ સાયકલો આપવાનું, આંગણવાડીઓ માટે સમાજશકિતથી રમકડાં એકત્ર કરીને ભેટ આપવા ઉપરાંત પહેલીવાર અગાઉ ધો-૧માં રૂા. ૧૦૦૦નું બોન્ડ મેળવીને ધો-૭ પાસ કરનારી કન્યાઓને મળવાપાત્ર રૂા. ર૦૦૦ ઉપરાંત વ્યાજની રકમના ચેક અને બોન્ડનું પણ વિતરણ કરાશે જેમાં ૮૦,૦૦૦ કન્યાઓને રૂા. ૧૬ કરોડના ચેક અપાશે.

મુખ્યમંત્રીશ્રી તા.૧૪મી જૂને સવારે ૧૦ કલાકે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાથમિક શિક્ષણની જ્યોત જગાવવા માટે સમાજની સંવેદના ઉજાગર કરવા પ્રેરક માર્ગદર્શન આપશે અને ત્યારબાદ ત્રણ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ અભિયાનનું ત્રણ દિવસ દરમિયાન નેતૃત્વ લેશે.

રાજ્ય સરકારના આ અભિયાનમાં જોડાનારા તમામ મહાનુભાવ પ્રત્યેક દિવસે પાંચ શાળાની આગેવાની લઇને ત્રણ દિવસમાં કુલ ૧પ શાળામાં પ્રવેશોત્સવ કરાવશે.

શાળા પ્રવેશોત્સવ અભિયાન દરમિયાન ૧૦૪૯૪ જેટલા નવા વર્ગખંડોનું લોકાર્પણ અને ર૬૦૯૪ જેટલા શાળા શિક્ષણને લગતા વિકાસકામોના ખાતમૂહ્્‍ર્ત યોજાશે. તેજસ્વી બાળકો/કન્યાઓનું સન્માન અને શહેરી ક્ષેત્રમાં શાળા-પ્રવેશોત્સવ સાથે પ્રાથમિક શિક્ષણની સુવિધાનું મૂલ્યાંકન પણ કરી લેવાશે. શહેર કે ગ્રામની આવી પ્રાથમિક શાળામાં ભણેલા વરિષ્ઠ નાગરિકો અને અન્ય યશસ્વી નાગરિકોના સન્માન કરાશે.

આ વર્ષે ૬ર૬૧ શાળાઓમાં ધો-૮નો વર્ગ શરૂ થઇ રહ્યો છે કુલ મળીને ધો-૮ ની ૧૬પ૦૪ શાળાઓ કાર્યરત થઇ છે. આચાર્યની અલગ કેડર આ વર્ષે કાર્યરત થઇ જશે આવા અનેક નવા આયામોથી ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં જનશકિતને જોડી છે અને સામૂહિક જવાબદારીના પરિણામો ગુજરાતને ગૌરવ અપાવે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે શિક્ષણ સાથે ભાવિ પેઢીની કુપોષણની સમસ્યા નિવારવા ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપતા જણાવ્યું કે આ અભિયાન ઉપાડયું જ ના હોત તો અગાઉ પ્રાથમિક શિક્ષણનું ઉપેક્ષિત સ્તર કઇ રીતે સુધર્યું હોત? આ અભિયાનમાં બધી જ શકિતઓના સ્ત્રોતનો સમન્વય કરીને વિરાટ જાગરણ પ્રાથમિક શિક્ષણની પાયાની સુધારણા તરફ કેન્દ્રીત કર્યું છે. સમાજને ભૂતકાળમાં જે પ્રકારનું ઉત્તમ માનવબળ મળવું જોઇતું હતું તે નથી મળ્યું, પણ દશ વર્ષની આ જહેમત, રાજ્યની ભાવિ આવતીકાલની ભવ્ય ઇમારતની બૂનિયાદ બની રહેવાની છે એમ તેમણે જણાવ્યું હતું.

આ આપણું સામાજિક દાયિત્વ છે અને તેની સુવિચારિત ફલશ્રુતિ માટે દશ વર્ષમાં તબકકાવાર આપણે દરેક વર્ષે નવા આયામ અને ચોકકસ દિશાથી પરિણામલક્ષી બનાવી છે એમ તેમણે પ્રાથમિક શિક્ષણની દશ વર્ષની કાર્યસિધ્ધિ અને સાફલ્યગાથાની રૂપરેખા સાથે જણાવ્યું હતું. આ લેખાંજોખાં સાથે દશમો શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવ આગામી દશ વર્ષના સુશિક્ષિત-સ્વસ્થ ગુજરાતનો પાયો નાંખશે તેમ તેમણે જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ-ર૦૧ર અભિયાનની રૂપરેખા આપી હતી. શ્રી રમણલાલ વોરાએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૦ વર્ષ અગાઉ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. દશ વર્ષના ટૂંકાગાળામાં શિક્ષણ વિભાગ જ નહી, પરંતુ દરેક વિભાગના સંયુકત પુરૂષાર્થથી શૈક્ષણિક ક્ષેત્રે આમૂલ ચૂર પરિવર્તન આવ્યું છે.

શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તાએ અભિયાનની પૂર્વતૈયારીની જાણકારી પ્રેઝન્ટેશનથી આપી હતી.

આ બેઠકમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, રાજય શિક્ષણ મંત્રીશ્રીઓ સર્વશ્રી જયસિંહજી ચૌહાણ અને શ્રીમતી વસુબેન ત્રિવેદી, પદાધિકારીઓ, મુખ્ય સચિવશ્રી, વરિષ્ઠ સચિવશ્રીઓ અને અભિયાનમાં જોડાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian professionals flagbearers in global technological adaptation: Report

Media Coverage

Indian professionals flagbearers in global technological adaptation: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates Indian contingent for their historic performance at the 10th Asia Pacific Deaf Games 2024
December 10, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian contingent for a historic performance at the 10th Asia Pacific Deaf Games 2024 held in Kuala Lumpur.

He wrote in a post on X:

“Congratulations to our Indian contingent for a historic performance at the 10th Asia Pacific Deaf Games 2024 held in Kuala Lumpur! Our talented athletes have brought immense pride to our nation by winning an extraordinary 55 medals, making it India's best ever performance at the games. This remarkable feat has motivated the entire nation, especially those passionate about sports.”