Shri Narendra Modi Inaugurates CCTV Camera Surveillance Network of Surat Police

Published By : Admin | January 18, 2013 | 15:23 IST

હું સુરત શહેરના સૌ મિત્રોને અભિનંદન આપું છું કે સુરત શહેર અને સરકાર બંનેએ સાથે મળીને આ યોજનાને પાર પાડી છે. અત્યાર સુધી દુનિયામાં ત્રણ ‘પી’ ની ચર્ચા થાય છે - પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પરંતુ સુરતે ચાર ‘પી’ નું ઉદાહરણ આપ્યું છે - પીપલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. આનો જે લાભાર્થી વર્ગ છે એ સમગ્ર યોજનાનો જ્યારે ભાગીદાર બને ત્યારે એ કેટલી મોટી તાકાત બની જાય છે એ આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટથી સુરત અનુભવશે અને આ સમગ્ર બાબત જનભાગીદારીના ઉત્તમ ઉદાહરણથી પુરવાર થઈ છે. મિત્રો, ટેક્નોલૉજી ખૂબ ઝડપથી બદલાઈ રહી છે અને આપણે જેટલા ઝડપથી ટેક્નોલૉજીના સદુપયોગ માટે આગળ વધીએ, એના કરતાં વધારે ઝડપથી એનો દુરુપયોગ કરનારાઓ આગળ વધતા હોય છે અને તેથી કોઈપણ ટેક્નોલૉજી સાથે માનવીય શક્તિની ક્ષમતા અને એની કુશળતા, એ બંનેને જેટલી સરસ રીતે જોડી શકાય એટલું ઉત્તમ પરિણામ મળતું હોય છે. મિત્રો, જે લોકો એકએક ઘટનાને જુએ તો એને એમ લાગે કે વાહ! ચાલો આ થઈ ગયું..! પણ બહુ ઓછા લોકોને ખબર પડે છે કે આ વિકાસની યાત્રામાં આ એકલ-દોકલ ઘટના નથી હોતી. આપણે ઉત્તરોત્તર, મને ખબર હોય છે કે દસમું પગલું કયું છે, મને ખબર હોય છે કે પંદરમું કદમ કયું લેવાનું છે, પણ સામાન્ય નાગરિક તો પહેલા કદમમાં જ એમ માને કે લો, ઠીક થઈ ગયું. એને અંદાજ નથી હોતો કે બીજું શું આવવાનું છે, ત્રીજું શું આવવાનું છે... અને એના કારણે એના સમગ્ર ચિત્રને ઘણીવાર સામાન્ય માનવી સમજી નથી શકતો. જે દિવસે મેં જનભાગીદારીથી પોલીસ મથકો આધુનિક બનાવવાની વાત મૂકી હતી ત્યારે કેટલાક લોકોને એમ થયું હશે કે આ બધા સાહેબોને સરખી રીતે બેસવા મળે એટલે કદાચ કંઈક ચાલે છે. પણ આજે જુએ તો એને ખબર પડશે કે પોલીસ મથકનું બાંધકામ વગેરે પણ આજના સમયને અનુકૂળ હોય તો જ ભાવિ વ્યવસ્થાઓ એમાં વિકસાવી શકાય છે એનું આ ઉદાહરણ છે. નહીં તો 8 x 8 ની પોલીસ ચોકી હોત તો એમાં આ બધી યોજના ન મૂકી શકાય.

મિત્રો, ઘણીવાર ચોવીસ કલાક વીજળી હવે આપણને એવી કોઠે પડી ગઈ છે કે કોઈકવાર વીજળી જાય ત્યારે ખબર પડે કે ઓહો, વીજળી ગઈ! આમ સહજ આપણને જેમ શ્વાસોશ્વાસ બંધ ન થાય ત્યાં સુધી શ્વાસનું શું મૂલ્ય છે ખબર નથી પડતી, એમ ચોવીસ કલાક વીજળીથી આપણે એવા ટેવાઈ ગયા છીએ. પણ જો ગુજરાતમાં આપણે આજથી સાત-આઠ વર્ષ પૂર્વે 24 અવર્સ, 3 ફેઝ, અનઇન્ટરપ્ટેડ પાવરને પ્રાથમિકતા ન આપી હોત તો આજે આ યોજના સાકાર ન કરી શક્યા હોત. તમને આશ્ચર્ય થશે, એકવાર અમારી મીટિંગ હતી જેમાં પ્રધાનમંત્રી હતા, ચીફ જસ્ટિસ હતા, સુપ્રીમ કોર્ટના બધા જજીસ હતા, મુખ્યમંત્રીઓ હતા, હાઈકોર્ટ જજ હતા અને જ્યુડિશિયરીના કામ અંગેની એક આખા દેશની મીટિંગ હતી. એમાં એક રાજ્યના હાઈકોર્ટ જજે જે રિપોર્ટીંગ કર્યું હતું, એ રિપોર્ટીંગ બહુ ચિંતા કરાવે એવું હતું. જ્યારે ડાયસ પરથી પૂછવામાં આવ્યું કે ભાઈ, તમારે ત્યાં કોર્ટ-કચેરીમાં આટલા બધા કેસ પેન્ડિંગ કેમ છે, તો એનો જે એમણે  જવાબ આપ્યો તેમાં એમણે એમ કહ્યું કે સાહેબ, અમારે ત્યાં અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ વીજળી આવે છે અને એ પણ બે કે ત્રણ કલાક આવે છે. અને અમારી કોર્ટના મકાનો એવા અંધારિયાં છે કે અમે માંડ એ બે-ત્રણ કલાક વીજળી આવે ત્યારે જ કોર્ટ-કચેરીનું કામ કરી શકીએ છીએ. આપ વિચાર કરો, એક નાનકડી અવ્યવસ્થાથી કેટલાં મોટાં પરિણામો આવતાં હશે? ભાઈઓ-બહેનો, ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો હશે તો વીજળીની વ્યવસ્થા એ એની પ્રાથમિક જરૂરિયાત હોય છે. આજે મિત્રો, ગુજરાત આ દેશનું પહેલું રાજ્ય છે જેણે બધાં જ ગામોમાં બ્રોડબૅન્ડ કનેક્ટિવિટી કરી છે અને આ બ્રોડબૅન્ડ કનેક્ટિવિટીને કારણે આજે સુરત અહીંયાં જે પ્રોજેક્ટનો લાભ લેવા જઈ રહ્યું છે એવું આયોજન ગુજરાતના ખૂણે ખૂણે કરવું હોય તો પણ સહજતાથી ગોઠવી શકાય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરી દીધું છે. ઑપ્ટિકલ ફાઇબર નેટવર્કને કારણે આ બધા જ લાભો આપણે લઈ શકીએ છીએ. આવનારા દિવસોમાં સેટેલાઇટની સેવાના ઉપયોગથી પણ જનસામાન્યની આવશ્યકતાઓની પૂર્તિ માટે ટેક્નોલૉજીનો કેવો ઉપયોગ થઈ શકે એમાં ગુજરાત ખૂબ પૂરઝડપે આગળ વધી રહ્યું છે. મિત્રો, ટેક્નોલૉજીનો હમણાં જે સુરતે પ્રયોગ કર્યો છે, આવનારા દિવસોમાં જે ઝડપથી ટેક્નોલૉજી બદલાવાની છે, દા.ત. ‘4G’ હવે આવવાનું છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં ‘4G’ આ દેશમાં હાથવગું થવાનું છે. અને એના નેટવર્કની રચના એવી છે કે એમાં આવા ટાવર નથી, થાંભલાઓ દ્વારા એનું નેટવર્ક થવાનું છે, જેમ વીજળીના થાંભલાઓ હોય છે એની જોડે. મિત્રો, આ ‘4G’ ટેક્નોલૉજીની એટલી બધી તાકાત છે કે આપણે જે સુરતમાં સિક્યુરિટી માટેનું આજે જે નેટવર્ક ઊભું કર્યું છે એ કામ ‘4G’ થી આનાથી પણ વધારે બારીકાઈથી, કોઈ ગલી-મહોલ્લો બાકી ના રહે, કોઈ સોસાયટી બાકી ના રહે, કોઈ ચાલી બાકી ના રહે, એટલી બારીકાઈથી નિરીક્ષણ કરવા માટેનું નેટવર્ક પૂરું પાડે એવી સંભાવનાઓ પડી છે. પણ જ્યાં સુધી ‘4G’ આવે ત્યાં સુધી સુરતની આ પહેલ સમગ્ર દેશને માટે એક દિશા-દર્શક બને છે કે આ પ્રકારનું સર્વેલન્સ માટેનું કામ આધુનિક ટેક્નોલૉજીના માધ્યમથી અને ઓછામાં ઓછા મેનપાવરથી કેવી રીતે કરી શકાય.

મિત્રો, જેમ ગુજરાતે માળખાકિય સુવિધાનો વિચાર કર્યો એની સાથે સાથે હ્યુમન રિસોર્સ ડેવલપમૅન્ટનો પણ વિચાર કર્યો. મિત્રો, આજે બે બાબત માટે આપણે ગર્વથી કહી શકીએ એમ છીએ કે આખા હિંદુસ્તાનમાં દરેક રાજ્યોનાં જે પોલીસ બેડા છે, એ આખા હિંદુસ્તાનના રાજ્યોના પોલીસ બેડામાં સૌથી ઓછી ઉંમરનો પોલીસ બેડો ક્યાંય હોય, પોલીસ બેડાના માણસોની ઍવરેજ ઉંમર ઓછામાં ઓછી હોય, એક અર્થમાં સૌથી યુવાન પોલીસ બેડો ક્યાંય હોય તો એ ગુજરાતમાં છે. કારણ, ગયા થોડા વર્ષોમાં હજારોની સંખ્યામાં આપણે પોલીસ બેડામાં નવી ભરતી કરી છે અને બધા જ 22-25 વર્ષની ઉંમરના જુવાનિયાઓની ભરતી કરી છે. બીજી બાબત, ગુજરાતે એક ઇનિશ્યેટિવ એવો લીધો છે કે હવે પોલીસ બેડામાં જેમની ભરતી થાય એ કૉન્સ્ટેબલ હોય કે પી.એસ.આઈ.ની ભરતી હોય, મલ્ટિડિસિપ્લિન સાથે એણે આવવું પડશે. નહીં તો પહેલા શું હતું કે પોલીસવાળો હોય, પણ એને ડ્રાઇવિંગ ના આવડતું હોય, એટલે પછી ડ્રાઇવર ના આવે ત્યાં સુધી ગાડી ઊભી રહે અને ઘટના બની જાય. હવે આપણે આગ્રહ કર્યો કે ભાઈ, તમારે પોલીસમાં ભરતી થવું છે તો ડ્રાઇવિંગ શીખીને આવો, સ્વિમિંગ શીખીને આવો. નોટ ઓન્લી ધેટ, મિત્રો, ગુજરાતનો પોલીસ બેડો આખા દેશમાં એક જ એવો છે કે જેમાં જે નવી ભરતી કરી છે આ બધી નવી ભરતીને કોમ્પ્યુટર, આઈ.ટી. નું નૉલેજ હોય તો જ ઍડમિશન મળ્યું છે અને એના કારણે આજે ગુજરાત સરકારની અંદર બીજા કોઈપણ ડિપાર્ટમેન્ટો કરતાં પણ સૌથી વધારે ટેકનો-સૅવિ સ્ટાફ ક્યાંય હોય તો એ પોલીસ બેડામાં છે. આ જે ટેક્નોલૉજી આપણે લાવ્યા છીએ એનો લાભ સામાન્યમાં સામાન્ય કૉન્સ્ટેબલ પણ કરી શકવાનો છે. કૉન્સ્ટેબલ પણ એના આધારે કેમ આગળ વધવું એની સમજ સાથે શીખી શકવાનો છે. તો મિત્રો, દરેક ચીજની આગોતરી વ્યવસ્થા કરી છે અને આગોતરી વ્યવસ્થા એક પછી એક ધીરે ધીરે અનફોલ્ડ થતી જાય છે, સમાજને પણ લાગે કે ચલો ભાઈ, એક નવું થયું. પણ આ નવું એકલ-દોકલ નથી. એના પહેલાં અનેક ચીજોના નિર્ણય વડે એની ટ્રેનિંગ, એની વ્યવસ્થા, એની માળખાકિય સુવિધાઓ, એની એક આખી સિક્વન્સ છે અને આ સિક્વન્સનું પરિણામ છે કે આજે આપણે અત્યારે અહીંયાં પહોંચ્યા છીએ. ભાઈઓ-બહેનો, મને વિશ્વાસ છે કે ક્રાઇમ ડિટેક્શનમાં આ વ્યવસ્થા ખૂબ મોટા કામમાં આવશે.

મણાં હું જ્યારે મારી સમક્ષ પ્રેઝન્ટેશન થતું હતું ત્યારે જોતો હતો કે એમાં એમને જે કાંઈ કામ સોંપ્યું હતું એનું બધું રિપોર્ટીંગ કરતા હતા. પણ હું એમાંથી અન્ય નવાં કામ કરી શકું બેઠો બેઠો, દાસ પણ કરી શકે. દા.ત. કયો રોડ છે જ્યાં કચરો સાફ નથી થયો, એ આનાથી ખબર પડે. સવારના છ વાગે એકવાર ચેક કરવા માંડે કે ભાઈ, ડ્યૂટી પર બધા સાફસફાઈ કરવાવાળા આવ્યા છે કે નથી આવ્યા, તમે આપોઆપ એની માહિતી લઈ શકો. મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં વિહિકલ્સ અત્યારે ક્યાં ફરી રહ્યાં છે, એ તમે તમારી આ જ વ્યવસ્થાથી કરી શકો. એક જ નેટવર્ક દ્વારા મ્યુનિસિપલ કૉર્પોરેશન પણ એનો એટલો જ સદુપયોગ કરી શકે. એના માટેની એક ટીમ બેસાડવી જોઈએ. આ જ વ્યવસ્થાનો બીજો ઉપયોગ કેવી રીતે થઈ શકે એનું આયોજન કરવું જોઇએ અને એનો લાભ પણ લેવો જોઇએ અને એનું રિપોર્ટીંગ પણ લેવું જોઇએ. મિત્રો, ટેક્નોલૉજીના ખૂબ ઉપયોગ થઈ શકતા હોય છે. મને સ્વભાવે ટેક્નોલૉજી પ્રત્યે આકર્ષણ હોવાના કારણે હું હંમેશા જોઈ શકતો હોઉં છું કે આ બધી ચીજોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.

જે સૌ વ્યાપારી જગતના મિત્રોએ સુરક્ષાના કામની અંદર સક્રિય ભાગીદારી બતાવી છે એ બધા જ મિત્રોને અભિનંદન આપું છું. સુરતના પોલીસ બેડાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક મહત્વપૂર્ણ કામ એમણે પ્રોફેશનલી, દુનિયાની ઉત્તમમાં ઉત્તમ સુવિધા ઉપલબ્ધ હોય એમને જોડીને કર્યું છે અને મને વિશ્વાસ છે મિત્રો, આ વ્યવસ્થા જોયા પછી ગુજરાતનાં પણ અન્ય શહેરો અને દેશનાં પણ અન્ય શહેરો આની તરફ આકર્ષાશે. મિત્રો, તમે જોયું હશે કે દિલ્હીમાં રોજ આ બધી બાબતો માટે પી.આઈ.એલ. થાય છે કે દિલ્હીના સામાન્ય માનવીને સુરક્ષા મળે એના માટે આ થવું જોઇએ, પેલું થવું જોઇએ, કોર્ટ-કચેરીમાં જવું પડે છે. આપણી મથામણ છે કે કોર્ટ-કચેરીનો આશરો લેતા પહેલાં જ કેમ બધું સારું કરી શકીએ, કેમ ઉત્તમ સેવાઓ આપી શકીએ અને સામાન્યમાં સામાન્ય માનવીની અંદર એક વિશ્વાસ પેદા કરી શકાય એના માટે થઈને આપણે વિચાર કરીએ. મિત્રો, અહીંયાં જ્યુડિશિયરી સાથે જોડાએલા જે મિત્રો છે, અલગ અલગ કોર્ટમાં બેઠેલા ખાસ કરીને જજીસ મિત્રો, એમને આ પ્રોજેક્ટ એકાદવાર બતાવવો જોઇએ, જેથી કરીને ભવિષ્યમાં કોર્ટ-કચેરીનો મામલો બને તો આ પ્રોજેક્ટ એમણે જોયો હશે તો ઍવિડન્સ તરીકે આ ચીજો એમને કેવી રીતે કામમાં આવે એમાં એમને વિશ્વાસ બેસશે, તો ન્યાય મેળવવામાં પણ એ કામમાં આવશે. એ જ રીતે, વારાફરતી વકીલ મિત્રોને પણ પ્રેઝન્ટેશન આપવું જોઇએ જેથી કરીને વકીલ મિત્રોને પણ ધ્યાનમાં આવશે કે આ ટેક્નોલૉજીના કારણે મળેલી માહિતીના આધારે એ પોતાના કેસ લડવા માટે આ ફૂટેજનો ઉપયોગ કરી શકે. મિત્રો, અનેક ચીજોમાં સરળતા લાવવા માટે આ બધી બાબતોનો ઉપયોગ છે અને સમાજના સૌને ઉપયોગી થાય એ દિશામાં આપણે કામ કરવા માગીએ છીએ.

મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ..!

ન્યવાદ..!

Explore More
Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya

Popular Speeches

Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya
India’s Budget Driving AI, Semiconductors and IT Growth

Media Coverage

India’s Budget Driving AI, Semiconductors and IT Growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during India-Canada CEO Forum
March 02, 2026

The Right Honourable Prime Minister मार्क कार्नी, दोनों देशों के बिजनेस लीडर्स, देवियों और सज्जनों, नमस्कार !

भारत-कनाडा CEO फोरम में आप सभी के साथ जुड़ने पर मुझे अत्यंत खुशी हो रही है। अपने सकारात्मक विचार साझा करने के लिए मैं प्रधानमंत्री कार्नी का विशेष रूप से आभार व्यक्त करता हूं।

Friends,

आज हम भारत-कनाडा संबंधों में एक नया अध्याय लिखने जा रहे हैं। प्रधानमंत्री कार्नी का एक वर्ष भी पूरा नहीं हुआ, पर हमारे संबंधों ने एक लाइट ईयर की छलांग लगाई है। पिछले कुछ महीनों में विश्वास बढ़ा है, स्पष्टता आई है, और नया मोमेंटम बना है। और यह उस समय हो रहा है, जब विश्व आर्थिक अनिश्चितता के दौर से गुजर रहा है, ग्लोबल इकोनॉमिक ऑर्डर दबाव में है। ऐसे समय में भारत और कनाडा के बिजनेस लीडर्स का यह मंथन हमारी साझेदारी का नया ब्लूप्रिंट तैयार करेगा। मैं आप सभी के विजन और कमिटमेंट का अभिनंदन करता हूं।

Friends,

भारत और कनाडा वाइब्रेंट डेमोक्रेसीज है, विश्व की दो बड़ी इकोनॉमीज है, साझा मूल्यों पर आधारित सोसाइटीज है। डेमोक्रेसी, डायवर्सिटी और डेवलपमेंट हमें नेचुरल पार्टनर के रूप में आगे बढ़ने की प्रेरणा देते हैं। आज प्रधानमंत्री कार्नी और मैंने, हमारे साझा विजन को आगे बढ़ाने के लिए एक महत्वपूर्ण निर्णय लिए। हम द्विपक्षीय व्यापार को 50 बिलियन डॉलर के स्तर पर ले जाने के लिए निरंतर आगे बढ़ रहे हैं। हम जल्द से जल्द कॉम्प्रहेंसिव इकोनॉमिक पार्टनरशिप एग्रीमेंट को फाइनलाइज करेंगे।

लेकिन साथियों,

सरकारें फ्रेमवर्क बना सकती हैं, पॉलिसी डायरेक्शन दे सकती हैं, परंतु उस विजन को रियलिटी में बदलने की शक्ति आप सब साथियों के पास है।

Friends,

आज भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी में है। इस ट्रांसफॉर्मेशन के पीछे मजबूत डोमेस्टिक डिमांड, युवा पॉपुलेशन, लार्ज स्केल इन्वेस्टमेंट और डिजिटल टेक्नोलॉजी की शक्ति है। यह हमारी लगातार दौड़ती रिफॉर्म एक्सप्रेस का परिणाम है। पॉलिसी सिंपलीफिकेशन से प्रोडक्शन लिंक इंसेंटिव्स तक, लॉजिस्टिक मॉडर्नाइजेशन से लेकर टैक्स और Bankruptcy रिफॉर्म तक, हर क्षेत्र में हम ईज ऑफ डूइंग बिजनेस को मजबूत कर रहे हैं।

Friends,

जब भारत और कनाडा साथ खड़े होते हैं, तो हम केवल दो इकोनॉमीज नहीं जोड़ते हैं, हम कैपिटल और कैपेबिलिटी का एक इकोनॉमिक फोर्स बनाते हैं। हमारी कंबाइंड जीडीपी 6 ट्रिलियन डॉलर से अधिक है। लेकिन हमारी असली शक्ति हमारे एंबिशंस में है। इस साझा एंबिशंस को आगे बढ़ाने के लिए मैं कुछ सुझाव आपके सामने रखूंगा। पहला- क्लीन एनर्जी। यह दोनों देशों की प्राथमिकता है। आज हमने न्यूक्लियर के क्षेत्र में सहयोग बढ़ाने का, यूरेनियम की लॉन्ग टर्म सप्लाई के लिए कॉन्ट्रैक्ट किया है। थोड़ी देर पहले हमें comico के CEOs के सकारात्मक विचार सुनने का अवसर मिला। हमें स्मॉल मॉड्यूलर रिएक्टर्स, एडवांस रिएक्टर्स और न्यूक्लियर वैल्यू चैन में मिलकर के आगे बढ़ना चाहिए। क्रिटिकल मिनरल्स में आज हमने रेसिलिएंट सप्लाई चैन बनाने के लिए कदम उठाए हैं। हम बैटरीज और एनर्जी स्टोरेज में कनाडा की इनोवेशन और भारत के स्केलिंग कैपेबिलिटी को जोड़कर आगे बढ़ सकते हैं। दूसरा क्षेत्र है- इंफ्रास्ट्रक्चर एंड कैपिटल पार्टनरशिप। इस वर्ष के बजट में हमने इंफ्रास्ट्रक्चर के लिए 130 बिलियन डॉलर का रिकॉर्ड एलोकेशन किया है। नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन के तहत 1.3 ट्रिलियन डॉलर का निवेश हो रहा है। कनाडा के पेंशन फंड्स ने भारत में 100 बिलियन डॉलर का निवेश किया है। यह गहरे विश्वास को दर्शाता है। मैं आपको भारत की इंफ्रास्ट्रक्चर ग्रोथ स्टोरी का भाग बनने के लिए आमंत्रित करता हूं। तीसरा- एआई। हम मिलकर जॉइंट एआई कंप्यूट कॉरिडोर्स बना सकते हैं। स्टार्टअप्स के लिए एआई इनोवेशन सैंड बॉक्सेस बना सकते हैं। चौथा-मैन्युफैक्चरिंग एंड टेक्नोलॉजी। इलेक्ट्रॉनिक्स, एयररोस्पेस और इंजीनियरिंग में कनाडा की टेक्नोलॉजी और भारत के स्केल को जोड़कर हम ग्लोबल वैल्यू चैन्स को सशक्त बना सकते हैं। पांचवा- फूड प्रोसेसिंग। आज भारत में मेगा फूड पार्क्स, कोल्ड चैन्स, फूड टेस्टिंग लैब्स तेजी से बन रहे हैं। यह भी हमारे विन-विन सहयोग का एक और सशक्त उदाहरण बन सकता है।

Friends,

हमारी साझेदारी केवल नेशनल कैपिटल्स तक सीमित नहीं रहनी चाहिए, हमें इसे स्टेट्स और provinces तक ले जाना होगा। अल्बर्टा के नेचुरल रिसोर्सेज को गुजरात और राजस्थान के रिन्यूएबल एंबिशंस से जोड़ना होगा। ओंटेरिया की मैन्युफैक्चरिंग स्ट्रेंथ को तमिलनाडु और महाराष्ट्र के इंडस्ट्रियल क्लस्टर्स के साथ मिलाना होगा। मॉन्ट्रियल के टैक इकोसिस्टम को बेंगलुरु और हैदराबाद के इनोवेशन हब्स के साथ इंटीग्रेट करना होगा। तभी हम इस साझेदारी को पॉलिसी से प्रोस्पेरिटी में बदल पाएंगे।

Friends,

आप में से कुछ लोग क्रिकेट जरूर देखते होंगे। भारत में चल रहे T-20 क्रिकेट वर्ल्ड कप में कनाडा को खेलते देख हम सभी का मन प्रसन्न हुआ। “Just like in T20 cricket with fast decisions, fearless strokes and match winning partnerships, India and Canada will shape the future together”. इसी संकल्प के साथ मैं आप सभी को भारत की विकास यात्रा में शामिल होने के लिए आमंत्रित करता हूं।

बहुत-बहुत धन्यवाद।